Indian Back From Israel: ઇઝરાયલમાં ફસાયેલા 161 ભારતીય નાગરિકો પરત ફર્યા, મુસાફરોને લઈને પહેલી ફ્લાઇટ દિલ્હી પહોંચી

  • India
  • June 24, 2025
  • 0 Comments

Indian Back From Israel : ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના સંઘર્ષમાં વધારો થયા બાદ ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. ‘ઓપરેશન સિંધુ’ હેઠળ, મંગળવારે 161 ભારતીય નાગરિકોના પ્રથમ જૂથને ઈઝરાયલથી પરત લાવવામાં આવ્યા હતા. કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી પાબિત્રા માર્ગેરિટાએ દિલ્હી એરપોર્ટ પર મુસાફરોનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન, ભારત પરત ફરેલા નાગરિકોએ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો.

ઇઝરાયલથી પરત ફર્યા ભારતીયો

મંગળવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કેટલીક તસવીરો શેર કરી હતી. તેમણે લખ્યું હતું કે, “ઓપરેશન સિંધુનો ઇઝરાયલ તબક્કો 23 જૂને શરૂ થયો હતો, જેમાં 161 ભારતીય નાગરિકોનો પહેલો જથ્થો ઇઝરાયલથી પરત લાવવામાં આવ્યો હતો. તેઓ આજે સવારે 8:20 વાગ્યે જોર્ડનના અમ્માનથી નવી દિલ્હી સુરક્ષિત રીતે પહોંચ્યા હતા. વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટા દ્વારા એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદેશમાં ભારતીય નાગરિકોની સુરક્ષા સરકારની ટોચની પ્રાથમિકતા છે.”

IANS સાથે વાત કરતા, કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી પાબિત્રા માર્ગેરિટાએ કહ્યું, “ઇઝરાયલથી બહાર કાઢવામાં આવેલા ૧૬૧ ભારતીય નાગરિકોના પહેલા જૂથનું સ્વાગત કરતાં મને આનંદ થાય છે. આ જૂથ થોડા સમય પહેલા જ નવી દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે પહોંચી ગયું છે.”

ઇઝરાયલથી આવ્યા બાદ ભારતીય નાગરિકે શું કહ્યું ?  

ઇઝરાયલથી બહાર કાઢવામાં આવેલા એક ભારતીય નાગરિકે કહ્યું, ઇઝરાયલમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, પરંતુ તેમ છતાં ભારત સરકારે અમને ત્યાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. હું ભારત સરકારનો આભાર વ્યક્ત કરું છું.

બીજા એક પ્રવાસીએ કહ્યું, “ખરેખર જ્યારે અમે ગયા ત્યારે અમેરિકાના સીધા હુમલા પછી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. હું પોતે જેરુસલેમમાં હતો, અને ઈરાની હુમલાને કારણે ઘણા ઇઝરાયલી શહેરોને ઘણું નુકસાન થયું છે.”

ઓપરેશન સિંધુ હેઠળ મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો ઈરાનથી સુરક્ષિત રીતે પરત ફર્યા છે. તે જ સમયે, ઇઝરાયલમાં ફસાયેલા ભારતીયોની વાપસી પણ શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચો:

Israel iran War: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયરના ટ્રમ્પે ફૂક્યાં બણગા, જાણો દાવામાં કેટલી હકીકત

Israel iran War: ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધના 12 દિવસ, જાણો કોને કેટલું નુકસાન થયું?

જો ભારત સિંધુ સંધિનો અમલ નહીં કરે તો બીજીવાર યુદ્ધ માટે તૈયાર: પાકિસ્તાન | Bilawal Bhutto

Gujarat Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 170 તાલુકાઓમાં મેઘ મહેર, આજે કયા વિસ્તારોમાં આગાહી

Vadodara માં સતત બીજા દિવસે સ્કૂલને બોમ્બની ધમકી: રિફાઇનરી ગુજરાત બોર્ડ સ્કૂલમાં તપાસ શરૂ

  • Related Posts

    Jaipur Bus Fire accident: જયપુરમાં મોટો અકસ્માત! બસ હાઇટેન્શન વાયર સાથે અથડાઈ, 2 લોકોના મોત, અનેક ઘાયલ
    • October 28, 2025

    Jaipur Bus Fire accident: રાજસ્થાનની રાજધાની જયપુરમાં ફરી એક આગ લાગી છે. અહીં, જયપુર-દિલ્હી હાઇવે પર મજૂરોથી ભરેલી એક સ્લીપર બસ હાઇ-ટેન્શન લાઇનના સંપર્કમાં આવતાં આગ લાગી ગઈ. જેના કારણે…

    Continue reading
    Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય
    • October 28, 2025

    Montha Cyclone: ચક્રવાતી વાવાઝોડું મોન્થા આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો તરફ સતત આગળ વધી રહ્યું છે અને આજે તા.28 ઓક્ટોબરના રોજ આંધ્રપ્રદેશના તટીય વિસ્તારો મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે કાકીનાડા નજીક લેન્ડફોલ કરે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો

    • October 28, 2025
    • 9 views
    Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો

    Jaipur Bus Fire accident: જયપુરમાં મોટો અકસ્માત! બસ હાઇટેન્શન વાયર સાથે અથડાઈ, 2 લોકોના મોત, અનેક ઘાયલ

    • October 28, 2025
    • 7 views
    Jaipur Bus Fire accident: જયપુરમાં મોટો અકસ્માત! બસ હાઇટેન્શન વાયર સાથે અથડાઈ, 2 લોકોના મોત, અનેક ઘાયલ

    રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર

    • October 28, 2025
    • 20 views
    રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર

    Swaminarayan Controversy: સ્વામિનારાયણ સંપ્રદાયમાં વધતા વિવાદો, લંપટગીરી, કૌભાંડો અને ધર્મના કલંકની કર્મકુંડળી

    • October 28, 2025
    • 6 views
    Swaminarayan Controversy: સ્વામિનારાયણ સંપ્રદાયમાં વધતા વિવાદો, લંપટગીરી, કૌભાંડો અને ધર્મના કલંકની કર્મકુંડળી

    kidnapped: ઈરાનમાં અપહરણ કરાયેલા 4 ગુજરાતીઓ ભારત પરત પહોંચ્યા

    • 29 views
    Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય