
Indian border unsecured:પશ્ચિમ બંગાળમાંથી ભાગીને બાંગ્લાદેશ પરત જઈ રહેલા 500 ઘુસણખોરો સરહદ પાર કરતા ઝડપાઇ જતા ભારતીય સરહદ સુરક્ષાની પોલ ખુલી જવા પામી છે, આ માહિતી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ આપી છે તેઓએ સરહદ પાર કરી રહેલા 500 મૂળ બાંગ્લાદેશીઓને ઇન્ટરસેપ્ટ કર્યા હોવાનું સ્વીકાર્યું છે.ચૂંટણી પંચની SIRની બંગાળમાં કામગીરી શરૂ થતાં ગેર કાયદે રહેતા બાંગ્લાદેશીઓમાં એવી હવા પ્રસરી છે કે તેઓને પકડવાનું અભિયાન શરૂ થયું છે પરિણામે તેઓએ હિજરત શરૂ કરી છે,તો પણ એક સવાલ થયા વગર રહે નહીં કે આ લોકોએ બાંગ્લાદેશ માંથી ગેરકાયદે રીતે સરહદ કેવી રીતે પાર કરી હશે ?
BSF અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ 500 લોકોએ સ્વીકાર્યું કે તેઓ ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસ્યા હતા અને તેમની પાસે કોઈ વિઝા, પાસપોર્ટ કે ઓળખપત્ર નથી. એક રિપોર્ટ મુજબ, આ વર્ષે આટલી મોટી સંખ્યામાં ગેરકાયદે બાંગ્લાદેશીઓનું ભારતમાં રહેતા હતા અને હવે એક સાથે ભારતમાંથી પલાયન કરવાની આ સૌથી મોટી ઘટના હોવાનું જણાવ્યું છે.આ ઘટનાથી ભારતની સરહદની સુરક્ષા ઉપર ગંભીર સવાલો ઉઠ્યા છે.
પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના સ્વરૂપનગર પાસે આવેલી હાકિમપુર ચેક પોસ્ટ પરથી લગભગ 500 લોકો બાંગ્લાદેશ તરફ જતા જોવા મળતા BSFની 143મી બટાલિયને આ મોટી હિલચાલ જોઈ ચોંકી ગયા હતા અને તમામને અટકાવી પૂછપરછ કરતા આખો મામલો સામે આવ્યો હતો.
બાંગ્લાદેશ છોડી ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસેલા અને વર્ષોથી પશ્ચિમ બંગાળના બિરાતી, મધ્યમગ્રામ, રાજરહાટ, ન્યૂ ટાઉન અને સોલ્ટ લેક જેવા વિસ્તારોમાં નોકર, મજૂર અને બાંધકામ ક્ષેત્રે કામ કરતા હોવાનું સામે આવ્યું છે. આજ મહિનાની શરૂઆતમાં પણ, BSFએ આવા જ 100 બાંગ્લાદેશીઓને પકડ્યા હતા.
આમ,મોટાપાયે ગેરકાયદે રીતે ભારતમાં ઘુસેલા બાંગ્લાદેશીઓ અહીં આવીને વસી જતા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે.
બીજી તરફ એવી હકીકત પણ સામે આવી છે કેચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવશે SIR અભિયાન અંતર્ગત બૂથ લેવલ ઓફિસરો (BLO) ઘરે-ઘરે જઈને મતદારોની ચકાસણી કરી રહયા છે જેમાં તેનું નામ 2003ની મતદાર યાદીમાં હતું કે નહીં? જો નહીં, તો તમારા પરિવારના કયા સભ્યોનું નામ હતું?”
આવા સવાલોના જવાબ ગેરકાયદેસર રીતે રહેતા ઘૂસણખોરો આપી શકતા નથી, કારણ કે તેમની પાસે જૂના રેકોર્ડ હોતા નથી પરિણામે પકડાઈ જવાના ડરથી હવે તેઓ ભારત છોડીને પાછા બાંગ્લાદેશ ભાગી રહ્યા હોવાની વાતો ચાલી રહી છે.
જોકે, કટ્ટરવાદી દેશ એવા બાંગ્લાદેશમાંથી આટલી મોટી સંખ્યામાં ઘુસી આવતા લોકોએ સરહદ સુરક્ષાની પોલ ખોલી નાખી છે, ભારતમાં આતંકી હુમલાના કનેક્શન બાંગ્લાદેશ સુધી ખુલી રહયા છે ત્યારે કોઈપણ આતંકી આરામથી ભારતમાં પ્રવેશ કરી શકે છે તે વાત સ્પષ્ટ થઈ રહી છે.
ત્યારે સવાલ એ ઉઠે છે કે ભારતની સરહદ સુરક્ષિત નથી અને તે દિશામાં ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા






