
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી 11 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેને CM ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરી ખુલ્લો મુક્યો છે. ઉદ્ઘાટન પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. પતંગ મહોત્વમાં વિશ્વના 47 દેશોમાંથી 143, અન્ય રાજ્યોમાંથી 52 અને ગુજરાતના 11 શહેરોમાંથી 417 પતંગરશિયાઓએ ભાગ લીધો છે.
આ સ્થળોએ પણ યોજાશે કાઈટ ફેસ્ટિવલ
આજે સવારે 9 કલાકે વલ્લભસદન પાસે રિવરફ્રન્ટ પર ઉદ્ઘાટન સમારોહનું આયોજન થયું હતુ. ઉદ્ઘાટન સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી મુલુભાઈ બેરા ઉપસ્થિત રહ્યા. 12 જાન્યુઆરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા નગર), રાજકોટ અને વડોદરા ખાતે અને 13 જાન્યુઆરીએ સુરત , શિવરાજપુર, ધોરડો ખાતે સમાન પતંગોત્સવનું આયોજન કરવામાં આવશે. ઉદ્ઘટાન પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.
અમદાવાદનું આકાશ અવનવા જાયન્ટ પતંગોથી ઉડી રહ્યા છે. 100 ફૂટના કેટરપીલર અને ત્રિલોફર ફિશ જે દરિયાઈ જીવ લુપ્ત થઈ છે તેની જાયન્ટ પતંગ આકાશમાં ઉડી રહી છે.
આ સમાચાર પણ વાંચોઃ કોંગ્રેસ છોડી AAPમાં જનાર નેતાની ગોળી મારી હત્યા, કેવી રીતે થઈ ઘાતકી હત્યા?