
Jaipur Hit And Run: ગુજરાત સહિત દેશના ખૂણે ખૂણે કારચાલક બેફામ બની રહ્યા છે. ક્યાક દારુના નશામાં, ક્યાક મોજશોખ માટે ગાડી ઓવર સ્પીડે ચલાવી અકસ્માત સર્જી રહ્યા છે. ત્યારે રાજસ્થાનના પાટનગર જયપુરમાં મોડી રાત્રે એક હાઇ સ્પીડ કારે ડરનો માહોલ ઉભો કર્યો હતો. નશામાં ધૂત ડ્રાઇવરે શહેરના ભીડભાડવાળા રસ્તાઓ પર 7 કિલોમીટર સુધી ગફલતફરી રીતે કાર હંકારી 9 જેટલાં લોકોને ઉલાળ્યા હતા. જેના કારણે 1 મહિલા સહિત 3 લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સવાઈ માનસિંહ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ઘટનાથી ગભરાટ ફેલાયો
જયપુર: બેફામ કાર ચાલકે અનેક લોકોને કચડ્યા, 2ના મોત#Jaipur #hitandrun #cctv #accident #viralvideo #trendingreelsvideo #trendingreels #trendingvideo #viralreels #thegujaratreport pic.twitter.com/gTzQuKRnFZ
— The Gujarat Report (@TGujarat_Report) April 8, 2025
આ ઘટના ગત રાત્રે 9.30 વાગ્યે બની હતી. પ્રત્યક્ષદર્શી રવિ સિંહે જણાવ્યું કે અનિયંત્રિત કાર શહેરના રસ્તાઓ પર એક કલાક સુધી માતેલા સાંઢની જેમ દોડતી રહી હતી. ડ્રાઈવર તેના રસ્તામાં જે પણ આવતું તેને ટક્કર મારતો રહ્યો હતો.
રવિ સિંહે વધુમાં કહ્યું નાહરગઢ ચાર રસ્તા પાસેથી કાર ચાલકનો પીછો કરવામાં આવ્યો હતો. મેં ગાડીનો કાચ પકડી રાખ્યો અને ડ્રાઈવરે મને પણ ખેંચવાનું શરૂ કર્યું. પછી તેણે ગાડીનું સ્ટીયરીંગ દિવાલ તરફ ફેરવ્યું હતુ. આ કારણે કાર દિવાલ સાથે અથડાઈ અને અટકી ગઈ. જોકે ડ્રાઈવર કારમાંથી ઉતરીને ભાગી ગયો હતો.
કારમાં ફસાયેલી બાઇકને ખેંચી લીધી
અન્ય પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે કાર ચાલકે પહેલા નાહરગઢ પોલીસ સ્ટેશન ચોકડી પર એક સ્કૂટર અને એક રાહદારીને ટક્કર મારી હતી. આ પછી તેણે કાર સંતોષી માતા મંદિર તરફ હંકારી હતી. ત્યાં એક બાઇક અને એક રાહદારીને ટક્કર મારી. પછી થોડે દૂર એક યુવાન કચડાઈ ગયો હતો.
આરોપીઓએ પોલીસ સ્ટેશનની બહાર પાર્ક કરેલા વાહનોને પણ ટક્કર મારી હતી. પછી તે રસ્તા પર ઉભા રહેલા લોકોને કચડીને ભાગી ગયો હતો. પછી એક બાઇક આ કારની અડફેટમાં આવી ગઈ હતી. બાઈક કારમાં ફસાઈ હોવા છતાં કાર હંકારી હતી. આ ઘટના જોઈ લોકોના જીવ પણ તાળવે ચોટી ગયા હતા.
આરોપી કાર ચાલકની ઓળખ થઈ ગઈ
જ્યારે કાર ચાલક ઉતરીને ભાગવા જતાં સ્થાનિક લોકો પકડી લઈ પોલીસને સોંપ્યો હતો. આરોપીની ઓળખ શાસ્ત્રીનગરના રહેવાસી ઉસ્માન ખાન (ઉ.વ. 55) તરીકે થઈ છે. અકસ્માત સમયે કાર ચાલક નશામાં હતો. ઉસ્માન ખાનની વિશ્વકર્મામાં લોખંડની ફેક્ટરી છે.
આ પણ વાંચોઃ વડોદરામાં વિદ્યાર્થિનીનું મોત, ટેમ્પોએ એક્ટિવાને ટક્કર મારી | Vadodara
આ પણ વાંચોઃ વડોદરામાં વિદ્યાર્થિનીનું મોત, ટેમ્પોએ એક્ટિવાને ટક્કર મારી | Vadodara
આ પણ વાંચોઃ તમે ખેલ સહાયક શિક્ષકોના લીડર છો કહી, ઢોર માર મારવામાં આવ્યો | Sports Teachers | Gandhinagar|
આ પણ વાંચોઃ Gujarat: અગ્નિજ્વાળા જેવી ગરમીનો અહેસાસ, તાપમાન 45 ડિગ્રીએ પહોંચવાની સંભાવના






