
Junagadh:રાજ્યમાં હાલમાં ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી છે તંત્ર દ્વારા લેડિંગ માફિયાઓના ઘેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવે છે પરંતુ જુનાગઢમાં તો ભાજપના જ બે કાર્યાલયો ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું છે આ મામલે આપ નેતા રેશ્માં પટેલે આ મામલે ખુલાસો કર્યો છે.
ભાજપના જ બે કાર્યાલયો ગેરકાયદેસર
મળતી માહિતી મુજબ જૂનાગઢમાં વર્ષોથી ભાજપના 2 કાર્યાલયો ગેરકાયદેસર છે છતાંય તંત્ર દ્વારા તેમના પર કોઈ એક્શન લેવામાં આવ્યું નથી ત્યારે આજે “આપ” મહિલા વિંગ પ્રદેશ અધ્યક્ષ રેશ્મા પટેલ સહિત AAP કાર્યકર્તાઓ દ્વારા આ ગેરકાયદેસર કાર્યાલયો પર બુલ્ડોઝર ફેરવવાની માંગ સાથે જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
જૂનાગઢમાં વર્ષોથી ભાજપના 2 કાર્યાલયો ગેરકાયદેસર છે છતાંય તંત્ર દ્વારા તેમના પર કોઈ એક્શન લેવામાં આવ્યું નથી ત્યારે આજે “આપ” મહિલા વિંગ પ્રદેશ અધ્યક્ષ @reshmapatel__ સહિત AAP કાર્યકર્તાઓ દ્વારા આ ગેરકાયદેસર કાર્યાલયો પર બુલ્ડોઝર ફેરવવાની માંગ સાથે જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનરશ્રી ને… pic.twitter.com/fFoFs0uamV
— AAP Gujarat (@AAPGujarat) October 6, 2025
રેશ્મા પટેલે શું કહ્યું ?
આ મામલે તંત્ર પર પ્રહારો કરતા રેશ્મા પટેલે કહ્યું કે,તંત્ર દ્વારા ગરીબોના ઘર ઉપર બુલડોઝર ફરે છે , ઘર ને સીલ મારી દેવામાં આવે છે ,તો અમારી માંગ છે કે જુનાગઢમાં ગેરકાયદેસર બાંધેલા ભાજપ કાર્યાલય ઉપર તંત્ર દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને બુલડોઝર ફેરવવામાં આવે, સીલ મારવામાં આવે. ત્યારે તંત્ર દ્વારા ભાજપના 2 કાર્યાલયો તોડી પાડીને સરખો ન્યાય કરવામા આવે છે કે નહીં તે જોવું રહ્યું..
તંત્ર દ્વારા ગરીબોના ઘર ઉપર બુલડોઝર ફરે છે , ઘર ને સીલ મારી દેવામાં આવે છે ,તો અમારી માંગ છે કે #junagadh માં ગેરકાયદેસર બાંધેલા ભાજપ કાર્યાલય ઉપર તંત્ર દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને બુલડોઝર ફેરવવા માં આવે , સીલ મારવામાં આવે @AAPGujarat #reshmapatel @AamAadmiParty pic.twitter.com/IC8JwfDkWJ
— Reshma Patel (@reshmapatel__) October 6, 2025
આ પણ વાંચો:
Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત, કેટલા તબક્કામાં, ક્યારે થશે મતદાન?
પત્રકારો ભ્રષ્ટ થવા પાછળ આખરે જવાબદાર કોણ?| Journalism | Corruption Part – 2
UP: 75 વર્ષિય સંગરુ રામના લગ્ન પછી થયેલા મોત અંગે મોટો ખૂલાસો, કારણ જાણી ચોકી જશો!










