Junagadh: જૂનાગઢમાં 4 દિવસના મહાશિવરાત્રિ મેળાનો આજથી પ્રારંભ, લાખો ભક્તોની જનમેદની ઉમટશે

  • Gujarat
  • February 22, 2025
  • 0 Comments

Junagadh: જૂનાગઢની ભવનાથ તળેટીમાં દર વર્ષે  યોજાતાં મહાશિવરાત્રિના મેળાનો આજથી પ્રારંભ થયો છે. જે 4 દિવસ સુધી ચાલશે. અહીં લાખોની સંખ્યામાં સાધુ સંતો અને મોટી સંખ્યામાં લોકો આવે છે. મેળામાં લાખોની સંખ્યામાં આવતા લોકો માટે ટ્રેન બસની વિશેષ વ્યવસ્થા કરાઈ છે. ભવનાથ તળેટીમાં નાગા સંન્યાસીઓ, સાધુ-સંતો અને લાખો ભાવિકો ઊમટી મહાદેવના મેળાનો આનંદ માણશે.

મહાશિવરાત્રિ મેળાની શરૂઆત જૂના અખાડાના મહામંડલેશ્વર હરિગિરિ મહારાજ, જગતગુરુ મહેન્દ્રાનંદગિરિ મહારાજ, ઇન્દ્રભારતી બાપુ, મુક્તાનંદ બાપુ, મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી મહારાજ, બુદ્ધગિરિ મહારાજ તેમજ જૂનાગઢ કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં ભવનાથ પટાંગણમાં પૂજા વિધિ બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભવનાથના સાધુ-સંતોની હાજરીમાં મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે.

ભક્તોને આવવા-જવા માટે વ્યવસ્થા

 મહાશિવરાત્રી મેળા  દરમિયાન મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થઈને વેરાવળ-ગાંધીગ્રામ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર દોડશે.

ટ્રેન નંબર 09568 વેરાવળ-ગાંધીગ્રામ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન વેરાવળથી 21.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 8.00 કલાકે ગાંધીગ્રામ પહોંચશે. આ ટ્રેન માળીયા હાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, વિરપુર, ગોંડલ, ભક્તિનગર, રાજકોટ, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર જંકશન, બોટાદ, ધંધુકા, ધોળકા, બાવળા અને સરખેજ સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ હશે. આ ટ્રેન ઉપરોક્ત સમય મુજબ 23 ફેબ્રુઆરી 2025 થી 27 ફેબ્રુઆરી 2025 સુધી દરરોજ ચાલશે.

ટ્રેન નંબર 09567 ગાંધીગ્રામ-વેરાવળ સ્પેશિયલ ટ્રેન ગાંધીગ્રામથી સવારે 10.10 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે સવારે 17.40 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં સરખેજ, બાવળા, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ધસા, લાઠી, ચિતલ, વડીયા દેવળી, જેતલસર, જૂનાગઢ, કેશોદ અને માળીયા હાટીના સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ પણ હશે. આ ટ્રેન ઉપરોક્ત સમય મુજબ 24 ફેબ્રુઆરી 2025 થી 28 ફેબ્રુઆરી 2025 સુધી દરરોજ ચાલશે.

બસ સેવાનો પણ લાભ, 70 મિની બસો દોડશે

બસ સ્ટેશનથી ભવનાથ તળેટી સુધી 70 મિની બસો દોડશે. ફક્ત રૂ.25ના ભાડું વસૂલાશે. જૂનાગઢ વિભાગની 180 મોટી બસો અને અન્ય વિભાગોની 30 બસો મળીને કુલ 210 બસો સેવા આપશે. અમદાવાદ, ભુજ, રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, ખંભાળિયા, જામજોધપુર, પોરબંદર, સોમનાથ, ઉના, મહુવા, ભાવનગર અને અમરેલી જેવા શહેરોથી જૂનાગઢ સુધી વિશેષ બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે. વધુ ભીડ જણાય તો વધારાની બસોની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

શિવરાત્રીના મેળાને લઈ જૂનાગઢમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ FBI Director: મૂળ આણંદ જીલ્લાના કાશ પટેલે અમેરિકામાં મોટી જવાબદારી સંભાળી, બન્યા FBIના ડિરેક્ટર

આ પણ વાંચો: Rajkot: ઇન્સ્ટાગ્રામ સ્ટાર ‘તોફાની રાધા’એ કર્યો આપઘાત, કેમ જીવન ટૂંકાવ્યું?

આ પણ વાંચોઃ chhatrapati shivaji: મરાઠા સામ્રાજ્ય કે હિન્દવી સામ્રાજ્ય?

Related Posts

Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો, પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?
  • August 6, 2025

Surat: સુરતમાં ભાઠેના પંચશીલનગરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ડ્રગ માફિયાએ પોલીસની ગતિવિધી પર નજર રાખવા સીસીટીવી કેમેરા અને વોકીટોકીનો ઉપયોગ કર્યો હતો. અને આ જ કારણે તે પોલીસની…

Continue reading
Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો
  • August 6, 2025

Surat: સુરતના વરાછા પોલીસે લગ્નના માત્ર 10 દિવસ પછી ભાગી ગયેલી લૂંટારી દુલ્હન મુસ્કાનને 7 મહિના પછી પકડી પાડી છે. આ લૂંટારી દુલ્હનના લગ્ન વરાછાના એક રત્નકલાકાર સાથે 2.10 લાખ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો, પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

  • August 6, 2025
  • 9 views
Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો,  પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો

  • August 6, 2025
  • 18 views
Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો

Kheda: ઠાસરામાં વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલવા 21 હજારનું ઈનામ જાહેર, જાણો સમગ્ર ઘટના

  • August 6, 2025
  • 9 views
Kheda: ઠાસરામાં વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલવા 21 હજારનું ઈનામ જાહેર, જાણો સમગ્ર ઘટના

Renuka Chowdhury : “એક ચુટકી સિંદુરની કિંમત નરેન્દ્ર બાબુ શું જાણે” રેણુકા ચૌધરીએ કેમ આવુ કહ્યું ?

  • August 6, 2025
  • 11 views
Renuka Chowdhury : “એક ચુટકી સિંદુરની કિંમત નરેન્દ્ર બાબુ શું જાણે” રેણુકા ચૌધરીએ કેમ આવુ કહ્યું ?

UP: રાયબરેલીમાં દિગ્ગજ નેતા સ્વામી પ્રસાદ મૌર્યને ટપલી મારી, પછી આરોપીના સમર્થકોએ કેવા કર્યા હાલ?

  • August 6, 2025
  • 21 views
UP: રાયબરેલીમાં દિગ્ગજ નેતા સ્વામી પ્રસાદ મૌર્યને ટપલી મારી, પછી આરોપીના સમર્થકોએ કેવા કર્યા હાલ?

Bhavnagar: ફૂલ સ્પીડમાં આવી રહી હતી ટ્રેન, પાયલટે દૂરથી 5 સિંહોને ટ્રેક પર સુતા જોયા, પછી શું કર્યું?

  • August 6, 2025
  • 22 views
Bhavnagar: ફૂલ સ્પીડમાં આવી રહી હતી ટ્રેન, પાયલટે દૂરથી 5 સિંહોને  ટ્રેક પર સુતા જોયા, પછી શું કર્યું?