
જૂનાગઢ: ઘેડ વિસ્તારના લોકો સાથે રાજ્ય સરકારની આંકડાકીય રાજરમત; ઘેડા વિકાસ સમિતિએ પસાર કર્યા 11 ઠરાવો
દેશ અને રાજ્યમાં વર્તમાન સમયમાં કંઈક એવું ચાલી રહ્યું છે, જેને સમજવામાં સામાન્ય લોકો નિષ્ફળ જઈ રહ્યાં છે. તો બીજી તરફ દેશની જનતાએ પાળેલો 56 ઈંચની છાતીવાળો સિંહ પોતાની મોજમાં ગમે તેમ ફેંકમફેંક કરતો રહે છે. પરંતુ હવે સિંહ દ્વારા રાખવામાં આવેલા મિનડાઓ પણ પોતાની સરકારે વિકાસ કરવા માટે ફાળવેલા ફંડના રૂપિયાનો આંકડો તેવી રીતે જાહેર કરી રહ્યાં છે કે, જાણે પૈસા સીધા આકાશમાંથી જ પડવાના હોય.. અત્યાર સુધી સરકાર કરોડ-અરબો રૂપિયાના વિકાસના કામો માટેના આંકડાઓ જાહેર કરતી આવી રહી છે. સામાન્ય વ્યક્તિ એક વખત તો વિચારમાં પડી જાય છે કે, આટલા બધા પૈસાની ફાળવણી કરી છે તો કદાચ હવે વિકાસ થઈ જશે પરંતુ શું ખરેખર આ આંકડાઓ સાચા હોય છે?
આ વખતે અચાનક ઘટેલી એક ઘટનાએ અનેક પ્રશ્ન ઉભા કરી દીધી છે.વિકાસની જાહેરાત પાછળ કરવામાં આવતી પૈસાના આંકડાઓની રાજરમતની પોલી ખુલી ગઈ છે. સત્તાધારીઓ પોતાના અંદરોદર સમન્વય સાધવામાં નિષ્ફળ રહ્યાં હોવાથી વિકાસ કરવા માટે ફાળવામાં આવેલા ફંડનો આંકડો સારી રીતે જાહેર કરવામાં થાપ ખાઈ ગયા છે અને લોકો વચ્ચે તેમની પોલ ખુલી પડી ગઈ છે.
જણાવી દઈએ કે, જુનાગઢ જિલ્લાના ઘેડ વિસ્તારાની સમસ્યાઓ દૂર કરવા માટે સરકાર દ્વારા ફાળવામાં આવેલા ફંડ વિશે સરકારી મંત્રીઓ સરકારી અમલદારશાહો માહિતી આપી હતી. પરંતુ માહિતી સામે આવતા બધાના મગજ ચકડોળે ચડી ગયા હતા. કેમ કે, જૂનાગઢ ક્લેક્ટરે સરકાર દ્વારા ફાળવામાં આવેલા ફંડની રકમ પાંચ કરોડ હોવાનું જણાવ્યું હતું. પરંતુ સરકારમાં બેસેલાઓએ તો બેફામ વાણી વિલાસ કર્યો હતો.
પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના એક ભાષણમાં કહ્યું હતું કે, લોકોને મૂર્ખ સમજવાનું બંધ કરો, લોકો તમારા ઉપસ હસી રહ્યાં છે. ખરા અર્થમાં તો આ નિવેદન વર્તમાન ઘટના ઉપર ખુબ જ સારી રીતે લાગું થઈ રહી છે. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, સરકારે ઘેડાના વિકાસ માટે 450 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. તો અર્જૂન મોઢવાડિયાએ 1500 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હોય તેવું જણાવ્યું હતું. તે સિવાય બે આંકડા 180 કરોડ અને 170 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હોય તેવા આંકડાઓ પણ સામે આવ્યા છે.
આ તમામ આંકડાઓને જોતા ઘેડ વિકાસ સમિતિના સભ્યો જ એક વખત તો વિચારમાં પડી ગયા હતા. તેથી અંતે ઘેડ વિકાસ સમિતિએ એક બેઠકનું આયોજન કર્યું હતુ. આ બેઠકમાં તેમણે સરકારને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. તો ઘેડા વિકાસ સમિતિએ 11 ઠરાવો પણ પસાર કર્યા હતા.
શું છે ઘેડા વિસ્તારની સમસ્યા?
જણાવી દઈએ કે, ઘેડ વિસ્તારના વિકાસની વાત તો દૂર રહી પરંતુ વર્ષોથી તેઓ ભૌગોલિક સમસ્યાઓથી હેરાનગતિ દૂર કરવા માટે સરકારને વિનંતી કરી રહ્યાં છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં એક એવો વિસ્તાર છે, જે દર વર્ષે ચોમાસા દરમિયાન પાણીમાં ગરકાવ થઈ જાય છે. સૌરાષ્ટ્રમાં ઘેડ પ્રદેશ તરીકે જાણીતા આ વિસ્તારમાં 100થી વધુ ગામો આવેલાં છે. આ વિસ્તારનાં મોટાભાગનાં ગામોમાં ચોમાસા દરમિયાન કપરી પરિસ્થિતિ સર્જાય છે.
પાણી ભરાવાથી આ વિસ્તારનાં ઘણાં ગામો સંપર્કવિહોણાં થઈ જાય છે અને મોટાભાગનાં ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકને પણ ધરખમ નુકસાન થાય છે. આ સિવાય લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી જવાથી તેમની ઘરવખરી પણ તબાહ થઈ જાય છે. ખેડૂતો અને આ વિસ્તારના રહેવાસીઓનું કહેવું છે કે દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાતી હોવાં છતાં તંત્ર દ્વારા કોઈ ચોક્કસ પગલાં લેવાતાં નથી. જ્યારે તજજ્ઞો કહે છે કે આ વિસ્તાર દર વર્ષે પાણીમાં ગરકાવ થઈ જવા પાછળ તેની ભૌગોલિક પરિસ્થિતિ જવાબદાર છે.
આ વિસ્તારમાં રહેતા લોકો છેલ્લાં ઘણાં વર્ષોથી ચોમાસા દરમિયાન વિકટ પરિસ્થિતિનો સામનો કરે છે. અહીં વસતા લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે અને મોટા ભાગના લોકો ઘેડ પ્રદેશમાંથી પસાર થતી ભાદર અને તેની સહાયક નદીઓ પાસે પોતાનાં ખેતરો ધરાવે છે. તેથી જન્માષ્ટ્રમી વખતે નદીના પાણી તેમના ખેતરોમાં ફરી વળે છે. દર વર્ષે તેમને ખુબ જ મોટું નુકશાન થઈ જાય છે.
ઘેડા વિકાસ સમિતિએ પૂછ્યું ક્યાંથી આવ્યા પાંચ વિભિન્ન આંકડા?
આ બેઠકમાં ઘેડ વિસ્તારના મુખ્ય પ્રતિનિધિ અને સયુંકત કિસાન મોરચાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા
ઘેડ વિકાસ સમિતિએ પસાર કરેલા 11 ઠરાવો નીચે પ્રમાણે છે
1) ઘેડના વિકાસ માટે 180 કરોડ, 450 કરોડ (મનસુખ માન્ડવીયા), 5 કરોડ જૂનાગઢ કલેકટર, 170 કરોડ, 1500 કરોડ અર્જુન મોઢવાડીયા એ આંકડાઓ જાહેર કર્યા તે પૈકી સાચો આંકડો કયો તે સરકાર જાહેર કરે
1/A) ઉપરોક્ત પાંચ આંકડાઓ સરકાર કયાંથી લાવ્યા ?? આ આંકડાઓ કેવી રીતે આવ્યા ?? તે જાહેર કરવામ આવે
2) ઘેડ વિકાસ સમિતિની પહેલાથી એક જ માંગ છે કે સરકાર ઘેડના પ્રાણ પ્રશ્નો કેવીરીતે ઉકેલશે તેનો એક્શન પ્લાન જાહેર કરે તે માંગ પર આજે પણ અમે અડગ છીએ
2/A) અમે ઘેડ વિસ્તારના લોકો આંકડાઓની માયાજાળમાં ફસાવા નથી માંગતા સરકાર એક્શન પ્લાન જાહેર કરે અમારી એક જ માંગ છે
2/B) સરકાર એક્શન પ્લાન જાહેર કરે કે કેટલી નદીઓ ક્યાં ક્યાં ઊંડી પહોળી કરવાની છે ?? કેટલા ખેડૂતોના કુવા, બોર, જમીન મકાન કપાતમાં જાય છે ?? એ ખેડૂતોની જમીન, મકાન, બોર, કુવા ના સંપાદન બદલ તેમને કેટલું અને કેવી રીતે વળતર આપવામાં આવશે ??
2/C) જે ખેડૂતોની જમીન મકાન બોર કુવા સંપાદન થાય છે તેમનું સંપાદન 2013 ના કેન્દ્ર સરકારના જમીન સંપાદન કાયદા મુજબ બજાર ભાવના ચાર ગણા મુજબ વળતર આપવામાં આવે
3) સંસદશ્રી મનસુખભાઈ માંડવિયા એ કહ્યું હતું કે બે મહિના તમારા ત્રીજો મહિનો મારો…. હવે એ બધો સમય પૂરો થયો મનસુખભાઇ જવાબ આપે ક્યારે તમે નદીઓમાં કામ કરવા માંગો છો ??
4) સરકાર તાત્કાલિક ધોરણે પહેલા તૂટેલી નદીઓ છે તેને તાત્કાલિક રીપેર કરે જેથી આવતા ચોમાસે તૂટેલી નદીઓમાંથી ખેડૂતોના ખેતરોમાં પાણી ન ફેલાય
5) દર ચોમાસે ઘેડના 100 જેટલા ગામો સંપર્ક વિહોણા થાય છે તેને આવતા વર્ષે સંપર્ક વિહોણા થતા અટકાવવા યુદ્ધના ધોરણે કામ કરવામ આવે
6) સરકાર દ્વારા નદીમાં કામગીરી કર્યા પછી પણ જો નદીઓ છલે ને ખેડૂતોના ખેતરમાં પાણી ભરાય તો ભરાય ગયેલા પાણી ના તાત્કાલિક નિકાલ માટે ડ્રેનેજ સિસ્ટમ ઉભી કરવામાં આવે
7) સરકાર દ્વારા પ્રાણ પ્રશ્નોના નિરાકરણ માટે ઘેડ વિકાસ સમિતિના સભ્યો સાથે બેઠક કરી એક્શન પ્લેનની ચર્ચા કરવામાં આવે સરકાર દ્વારા કરવામાં આવતી દરેક કામગીરીમાં ઘેડ વિકાસ સમિતિના સભ્યોને સાથે લેવામાં આવે
8) ઓજત ઊબેણ નદીમાં ઠાલવવામાં આવતું ઝેરી કેમિકલ સદંતર બંધ કરવામાં આવે
9) વંથલી જૂનાગઢ ના આખા ટિકર ગામથી થી ચાલુ કરી છેક દ્વારકા જિલ્લાના રાવલ ગામ સુધીના વિસ્તારને ઘેડ
10) ઘેડ વિસ્તારના 125 ગામોમાં ગામેગામ ઓછામાં ઓછા 10 ને વધારેમાં વધારે 25 સભ્યો ઘેડ વિકાસ સમિતિના સભ્યો બનાવવામ આવશે
11) સરકાર એક્શન પ્લાન જાહેર કરે તેમાં ટૂંકા ગાળાના જે તાત્કાલિક કામો કરવાના છે (ઠરાવ 4, 5, 6 અને 8) તે ચોમાસા પહેલા કરવામાં આવે જો એ કરવામાં નહિ આવે તો ત્રણ મહિના પછી અમો ઘેડ વિકાસ સમિતિ સરકાર સામે ગાંધી ચીંધ્યા માર્ગે લડત કરીશું.
આ પણ વાંચો-Surat Fire: અગ્નિકાંડે વેપારીઓને રડાવ્યા, જોયેલા સપ્નાઓ ચકનાચૂર, જુઓ શુ થઈ છે સ્થિતિ?