Surat Fire: અગ્નિકાંડે વેપારીઓને રડાવ્યા, જોયેલા સપ્નાઓ ચકનાચૂર, જુઓ શુ થઈ છે સ્થિતિ?

  • Gujarat
  • February 28, 2025
  • 0 Comments

 Surat Fire 2025:  સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં 25 ફેબ્રુઆરીથી લાગેલી આગ 27 ફેબ્રુાઆરી બપોર સુધી કાબૂમાં લેવામાં આવી હતી. બે દિવસથી વધુ સમય સુધી લાગતી રહેલી આગમાં વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ આગ પર કાબુ લેવા માટે 40થી વધુ ફાયર ફાઇટર્સે 40 લાખ લિટર સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

ત્યારે બનેલી આ આગની ઘટનામાં 800થી વધુ દુકાન બળીને રાખ થઈ ગઈ છે. જેને લઈને વેપારીઓને રડવાનો વારો આવ્યો છે. સારા  સપનાઓ સાથે જોડાયેલી 800થી વધુ દુકાનો ખાખ થતા આવા ઘણા સપનાઓ પણ ખાખ થઈ ગયા હતા.

25મીએ એકનો આગે જીવ લીધો હતો

ઉલ્લેખનીય છે કે 25 ફેબ્રુઆરીએ માર્કેટના બેઝમેન્ટમાં લાગેલી આગ કાબૂમાં લઈ લેવામાં આવી હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતુ. જો કે ત્યાર બાદ સવારે 26 ફેબ્રુઆરીએ અહીં ફરીવાર આગ લાગી અને આખ માર્કેટને ઝપેટમાં લી લીધું. બીજીવાર લાગેલી આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન છે. જોકે સાચી હકકીત યોગ્ય તપાસ બાદ આવશે.

જોકે આ આગની ઘટનાથી વેપારીઓને માથે હાથ મૂકી રડવાનો વારો આવ્યો છે. કાપડ, સાડીઓ સહિતના વેપારીઓને કરોડોનું નુકસાન થયું છે. વેપારીઓએ રોકણ કરી ખરીદેલો માલસામન, રોકડ સહિત દુકાનો, ફર્નિચર બળીને રાખ થયા છે. જેથી હવે વેપારીઓને સરકાર દ્વારા મદદ કરવામાં આવે તેવી ચર્ચાઓ થઈ રહી છે. સાથે બેજવાબદાર તંત્ર સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી છે. કારણ કે સરકાર ફાયર સેફ્ટીમાં કરોડો રુપિયા ખર્ચે છે તો પછી આગ કાબૂમાં લેવામાં આટલીવાર કેમ લાગી? શું સેફ્ટીના સાધનો ઓછા પડ્યા, ઓછા હોય તો જવબાદાર તંત્ર શું કરે છે?

રોકડા 20 લાખ રુપિયા બળી ગયા

આ માર્કેટમાં એક વ્યક્તિના રોકડા 20 લાખ બળીને રાખ થઈ ગયા છે. તેણે કહ્યું કે આ રુપિયા મારા ન હતા. જુદી જુદી પાર્ટીઓના હતા. વેપારીએ મેયર પાસે આવી આજીજી કરી હતી કે, સાહેબ કંઈપણ કરો મને અંદર જવા દો મારી દુકાનમાં રોકડા રૂ. 20 કરોડ છે. જો કે આગને લીધે તેને અંદર જવા દીધો ન હતો.

 

આ પણ વાંચોઃ Ambaji: અંબાજીમાં રોપ વે 6 દિવસ બંધ, પગથિયા ચઢીને જવું પડશે

આ પણ વાંચોઃ Anand: સરકારે સ્વામિનારાયણ ગુરુકુળ માટે જમીન બારોબાર આપી દેતાં અમિત ચાવડાએ શું કહ્યું?

આ પણ વાંચોઃ Gujarat bicycle scam: રાજસ્થાનમાં 3857માં મળતી સાયકલ ગુજરાતમાં રુ. 4444માં, હજુ વિદ્યાર્થિનીઓને નથી મળી સાયકલ

આ પણ વાંચોઃ Chhaava Film: મહાશિવરાત્રીના દિવસે ‘છાવા’ છવાઈ, પુષ્પા 2 નો તોડ્યો રેકોર્ડ, લક્ષ્ય 500 કરોડ

 

 

 

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

  • September 18, 2026
  • 3 views
Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

  • September 18, 2026
  • 4 views
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

  • September 18, 2026
  • 6 views
Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

  • September 18, 2026
  • 8 views
Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

  • September 18, 2026
  • 11 views
Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

  • September 18, 2026
  • 7 views
TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે