Gujarat bicycle scam: રાજસ્થાનમાં 3857માં મળતી સાયકલ ગુજરાતમાં રુ. 4444માં, હજુ વિદ્યાર્થિનીઓને નથી મળી સાયકલ

  • Gujarat
  • February 28, 2025
  • 0 Comments

 

Gujarat bicycle scam: ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના હેઠળ કન્યાઓ માટે ખરીદવામાં આવેલી સાયકલમાં ભ્રષ્ટાચાર થયાનો કોંગ્રેસે આરોપ મૂક્યો છે. રાજસ્થાન અને ગુજરાતમાં એક જ કંપનીએ સપ્લાય કરી હોવા છતાં ગુજરાતે સાયકલ દીઠ 500 રૂપિયા વધુ ચૂકવ્યા છે છતાં સરકાર તરફથી આ કેસમાં કોઈ તપાસ થઈ નથી. રાજસ્થાનમાં એક સાયકલ 3857 રૂપિયામાં આપે છે, એ જ સાયકલ એ જ કંપની ગુજરાતમાં 4444 રૂપિયામાં સપ્લાય કરે છે. એક સાયકલે 500 રૂપિયા વધારે ગુજરાતની પ્રજા  ચૂકવી રહી છે.

ગુજરાતે સાયકલો ખરીદવા વધુ નાણાં ખર્ચ્યા

પ્રજાના પરસેવાના, ટેક્ષના પૈસા કંપનીને સરકાર દ્વારા ચૂકવાય છે. આમ 1 લાખ 70 હજાર સાયકલો એટલે કે સાડા 8 કરોડ રૂપિયા વધારે ચુકવવામાં આવ્યા છે. તેમ કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ આરોપ લગાવ્યો છે.

અમિત ચાવડા આરોપો લગાવતાં કહ્યું વર્ષ 2023-24માં 1 લાખ 70 હજાર સાયકલો ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. જો કે CM ઓફીસના સીધા હસ્તક્ષેપને કારણે ખરીદીના સ્પેશીફીકેશન SPCને બદલે સીધો વિભાગ નક્કી કરે છે. સાયકલની ખરીદી પ્રક્રિયા મે- 2023 માં થવી જોઈએ એને બદલે આખી પ્રક્રિયામાં 10 મહિનાનો વિલંબ થાય છે.

સાયકલો ગ્રીમ્કોના વેરહાઉસમાં પહોંચે છે, ગ્રીમ્કો દ્વારા ટેન્ડરની પ્રક્રિયા રાજસ્થાનમાં મળેલ ભાવ કરતા 587 રૂપિયા અને પશ્ચિમ બંગાળમાં મળેલ ભાવ કરતા 425 રૂપિયા વધુ એલ્વન કંપની સાયકલ એમાં 10 કરોડ જેટલા ભ્રષ્ટાચારમાં CM ઓફિસની સીધી સંડોવણી  છે અને સુચનાથી આ કંપનીને ઓર્ડર અપાયો અને મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.

સાયકલો ગુણવત્તાયુક્ત ન હતી

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે મિડિયામાં સમાચાર પ્રકાશિત થયા હતા કે વિદ્યાર્થિનોને સાયકલ ન આપતાં વરસાદી પાણીમાં કાટ ખાઈ રહી છે. છતાં સરકાર કન્યાઓને સાયકલો વતરણ  કરી રહી નથી. જોકે તેનું અસલી કારણ હવે સામે આવ્યું છે.  તેનું કારણ છે, કે સાયકલનો લેબ તપાસ કરતાં તેની ગુણવત્તા સારી ન (નેગેટિવ) નીકળી હતી. જેથી જ સરકારે સાયકલો વિતરણ કરી ન હતી. જો કે સરકાર આ વાત છૂપાવી રહી હતી. ત્યારે આ વાતનો અમિત ચાવડાએ ભેદ ઉકેલી નાખ્યો છે.

હાલ વર્ષ 2025 આવી ગયું છતાં સાયકલો કન્યાઓને સરકાર દ્વારા વિતરણ કરવામાં આવી નથી. જેથી વહેલી તકે સારી ગુણણવત્તા વાળી સાયકલો વિતરણ કરવામાં આવે તેવી માગ અમિત ચાવડાએ કરી છે.

આ પણ વાંચોઃ Pune Rape Case: બસમાં મહિલા પર બળાત્કાર ગુજારનાર શખ્સ ઝડપાયો

આ પણ વાંચોઃ DWARKA: શિવલિંગ ચોરો ઝડપાયા, યુવતીને સ્વપ્ન આવતાં 7 શખ્સો શિવલિંગને હિંમતનગર ઉઠાવી ગયા!

આ પણ વંચોઃ Chhaava Film: મહાશિવરાત્રીના દિવસે ‘છાવા’ છવાઈ, પુષ્પા 2 નો તોડ્યો રેકોર્ડ, લક્ષ્ય 500 કરોડ

 

Related Posts

Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ
  • October 31, 2026

Amit Chavda Rajkot Farmers Dharna: ગુજરાતમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસે રાજ્યના ચારેય ઝોનમાં ધરણાં યોજ્યાં હતાં. રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

Continue reading
Jamnagar Foreign Liquor Seizure: જામનગરમાં ₹53.78 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્ર સહિત 10 આરોપીઓ ફરાર
  • October 30, 2026

Jamnagar Foreign Liquor Seizure: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જામનગરમાં વિદેશી દારૂની મોટી હેરાફેરીનો મામલો સામે આવ્યો છે. જામનગર-રાજકોટ હાઈવે પર માનસી હોટલ પાછળ આવેલા એક ગોડાઉનમાં પોલીસે દરોડો પાડીને અલગ-અલગ બ્રાન્ડની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

West Bengal SIR: 16 લાખથી વધુ મતદારો સામે દાખલ અપીલોની જાણ નહોતી, સ્પેશિયલ ઑબ્ઝર્વર સુબ્રત ગુપ્તાનું નિવેદન

  • October 31, 2026
  • 4 views
West Bengal SIR: 16 લાખથી વધુ મતદારો સામે દાખલ અપીલોની જાણ નહોતી, સ્પેશિયલ ઑબ્ઝર્વર સુબ્રત ગુપ્તાનું નિવેદન

Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ

  • October 31, 2026
  • 5 views
Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ

Manipur Kangpokpi Shutdown: અપહરણની ઘટનાઓ વચ્ચે કાંગપોકપીમાં 48 કલાકનું બંધ, નાગા-કુકી તણાવથી રાજકીય સંકટ ઘેરું

  • October 31, 2026
  • 6 views
Manipur Kangpokpi Shutdown: અપહરણની ઘટનાઓ વચ્ચે કાંગપોકપીમાં 48 કલાકનું બંધ, નાગા-કુકી તણાવથી રાજકીય સંકટ ઘેરું

UP Government Jobs Rule: સત્તા પરિવર્તન માટે હિંસક પ્રયાસ કરનારાઓને સરકારી નોકરી નહીં, યોગી સરકારના નવા નિયમો

  • October 31, 2026
  • 6 views
UP Government Jobs Rule: સત્તા પરિવર્તન માટે હિંસક પ્રયાસ કરનારાઓને સરકારી નોકરી નહીં, યોગી સરકારના નવા નિયમો

UP SIR Form 7 Misuse: ઉત્તર પ્રદેશમાં કથિત ગેરરીતિઓ પર સુપ્રીમ કોર્ટની નજર, ચૂંટણી પંચ પાસે જવાબ માગ્યો

  • October 31, 2026
  • 13 views
UP SIR Form 7 Misuse: ઉત્તર પ્રદેશમાં કથિત ગેરરીતિઓ પર સુપ્રીમ કોર્ટની નજર, ચૂંટણી પંચ પાસે જવાબ માગ્યો

IDBI Bank Sale Controversy: IDBI બેંકના વેચાણ વચ્ચે ફેયરફેક્સ સાથે જોડાયેલી કંપનીઓમાં 17 પૂર્વ અધિકારીઓની નિમણૂક, હિતોના ટકરાવના સવાલો

  • October 31, 2026
  • 10 views
IDBI Bank Sale Controversy: IDBI બેંકના વેચાણ વચ્ચે ફેયરફેક્સ સાથે જોડાયેલી કંપનીઓમાં 17 પૂર્વ અધિકારીઓની નિમણૂક, હિતોના ટકરાવના સવાલો