
લોકો પરેશાન
જૂનાગઢ શહેરમાં વિકાસના નામે અનેક વિસ્તારોમાં ખોદકામ કરવામાં આવ્યું છે, રસ્તાઓ તોડી નાખવામાં આવ્યા છે, પરંતુ રસ્તા બનાવવાનું નામ જ આ તંત્ર લેતું નથી. ત્યારે જૂનાગઢ શહેરના પોલીસ હેડ ક્વાર્ટર લાઈન નાગરવાડાથી જુના ભોંયવાળા સહિતના વિસ્તારોમાં રસ્તાઓ તોડી નખાતા સ્થાનિક લોકો હેરાન પરેશાન થયા છે.
આ પણ વાંચોઃ દેશમાં સચ્ચાઈ દરેક જગ્યાએ છૂપાવવના પ્રયાસ: દિલ્હીની ચૂંટણી હોય કે મહાકુંભમાં થયેલી ભાગદોડ!
મહિનાઓથી તોડી નાખવામાં આવ્યા છે રોડ
છેલ્લા બે ત્રણ મહિનાથી આ પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે, ત્યારે એપાર્ટમેન્ટ માંથી લોકોને નીકળવામાં પણ બરાબર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા તોડી નખાતા ગટરના પાણી પણ ઉભરાઈ રહ્યું છે, અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. જ્યારે લોકોને ચાલવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રસ્તાઓનું વહેલી તકે કામ પૂર્ણ કરવા માંગ
અનેકવાર મહાનગરપાલિકાને અને કોર્પોરેટરોને રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનો હલ આવ્યો નથી. બીસ્માર રસ્તામાં પડી જવાથી અકસ્માત થઈ રહ્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. જેને લઇ વહેલી તકે આ વિસ્તારના રસ્તાઓ બનાવવામાં આવે તેવી માંગ કરી છે.ૉ