kheda: ખેડૂતો માટે આફત બન્યો વરસાદ, તૈયાર પાક પર પાણી ફરી વળતા ખેડૂતો મુશ્કેલીમાં

kheda: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી સિસ્ટમ સક્રિય થતા કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે જેના કારણે રાજ્યમાં ખેડૂતોની ચિંતા પણ વધી છે. તાજેતરમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વાવાઝોડા સાથે માવઠું આવ્યું હતુ. આ માવઠાને  કારણે ખેડૂતોના ઉનાળુ પાકને  મોટુ નુકસાન પહોંચ્યું છે.

કમોસમી વરસાદથી ખેડાના કઠલાલ તાલુકામાં પાક નુકસાન 

મળતી માહિતી મુજબ ખેડા જિલ્લામાં પણ તાજેતરમાં વરસેલા વરસાદથી ખેતી પાકને મોટુ નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. કઠલાલ તાલુકામાં બાજરી, જુવાર જેવા તૈયાર થયેલા પાકોના લણની સમયે વરસાદ વરસતા ખેડૂતોના મોંએ આવેલો કોળીયો છીનવાયો છે.

 ખેડૂતોના માથે આભ ફાટ્યા જેવી સ્થિતિ

ગુજરાતમાં હાલ પડી રહેલા માવઠાએ ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો ઝુંટવી લીધો છે. ખેડૂતોના તૈયાર પાક પર વરસાદી પાણી ફરી વળતા ખેડૂતને મોટું નુકસાન પહોંચ્યું છે. 3 માસ સુધી ખેત મજૂરી કરીને તેમાં ખાતર પાણી બિયારણ સહિતનું ખર્ચ કરીને તૈયાર કરેલો પાક કમોસમી વરસાદમાં ધોવાઈ જતા ખેડૂતોના માથે આભ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

 ખેડૂતોને મળશે પાક નુકસાનીનું વળતર ? 

જ્યારે પણ વરસાદથી ખેડૂતોને નુકસાન થાય ત્યારે ખેતીવાડી વિભાગ તેમજ રાજ્ય સરકાર દ્વારા પાક નુકસાનીનું સર્વે કરી વળતર ચૂકવવાની વાતો પણ કરવામાં આવતી હોય છે પરંતુ ખરેખરમાં ખેડૂતોને તેનું વળતર મળતું નથી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદ તેમજ વાવાઝોડાથી ખેતીમાં થયેલા નુકસાનીનું સર્વે કરી ઝડપીથી વળતર ચૂકવવામાં આવે તેવી માગ પણ કરવામાં આવી રહી છે.

આજે આ જિલ્લામાં વરસાદની આગાહી

હવામાન વિભાગે 30 મેના રોજ વાવાઝોડા અને વીજળીના ચમકારાની શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, રાજપુર, સુરેન્દ્રનગર, વડોદરામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છ જિલ્લાઓ. 30 મે, 2025 ના રોજ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર સહિતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો:

રાજકોટમાંથી હીરા ચોરી કરનાર શખ્સ ઝડપાયો, આ રીતે પોલીસે દબચ્યો? | Diamond theft

Punjab: ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, 4 લોકોના મોત, 25 ઘાયલ

Gujarat Weather Update: આજે ગુજરાતના 10 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાન વિભાગની નવી આગાહી

Trump Tarrif: ટ્રમ્પને ટેરિફ લાદવાનું ચાલુ રાખવાની મંજૂરી, જાણો શું દલીલ કરવામાં આવી?

Gram Panchayat Elections: કડી-વિસાવદર મતવિસ્તારની ગ્રામ પંચાયતની ચૂંટણી મોકૂફ, જાણો શું છે કારણ

અફઘાનિસ્તાને પાકિસ્તાન પર હુમલો કર્યો, BLA નો દાવો | Afghanistan | Pakistan | attack

Sabarkantha: તલોદ માર્કેટયાર્ડમાં બાજરીના ભાવ ઓછા બોલાતા ખેડૂતો વિફર્યા

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ

  • March 20, 2026
  • 3 views
Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી  કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં  PIL દાખલ

BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

  • March 20, 2026
  • 10 views
BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

  • March 20, 2026
  • 8 views
Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

Thunderstorm: જગતના તાતને માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

  • March 20, 2026
  • 9 views
Thunderstorm: જગતના તાતને  માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

  • March 20, 2026
  • 12 views
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

  • March 20, 2026
  • 13 views
Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!