
Ladakh Landslide: લશ્કરી પ્રવૃત્તિઓ ધરાવતા ભારતીય પ્રદેશ લદ્દાખમાં એક મોટી કુદરતી આફત આવી છે. આ દુર્ઘટનામાં ભારતીય સેનાના બે જવાનો શહીદ થયા છે. શહીદોમાં સેનાના લેફ્ટનન્ટ કર્નલ ભાનુ પ્રતાપ સિંહ અને લાન્સ નાયક દફાદર દલજીત સિંહનો સમાવેશ થાય છે.
અકસ્માત કેવી રીતે થયો?
મળતી માહિતી મુજબ, સેનાના સ્કોર્પિયો વાહનમાં સેનાના અધિકારીઓ અને સૈનિકો મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન પર્વતનો મોટો ભાગ તેમના પર પડ્યો. આ ઘટનામાં વાહનની અંદર મુસાફરી કરી રહેલા લેફ્ટનન્ટ કર્નલ ભાનુ પ્રતાપ સિંહ અને લાન્સ નાયક દફાદાર દલજીત સિંહ શહીદ થયા.
लद्दाख के गलवान में सेना की स्कॉर्पियो पर पहाड़ से पत्थर गिरा। सेना के लेफ्टिनेंट कर्नल भानुप्रताप सिंह और लांसनायक दफादार दलजीत सिंह वीरगति को प्राप्त हुए। pic.twitter.com/buB0uhAt2d
— Sachin Gupta (@SachinGuptaUP) July 31, 2025
ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા
કાફલામાં રહેલા અન્ય સૈનિકોએ તાત્કાલિક જવાબદારી સંભાળી અને અન્ય ઘાયલોને વાહનમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં મોકલ્યા. બંને શહીદોના મૃતદેહ મળી આવ્યા છે.
આ પણ વાંચો:
Gujarat ATS: ગુજરાત ATS ને મળી મોટી સફળતા, અલકાયદાના માસ્ટર માઈન્ડ શમા પરવીની ધરપકડ
Russia Earthquack: રશિયા નજીક 8.8 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, ભયાનક વીડિયો આવ્યા સામે









