
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યનું શહેર લોસ એન્જલસ સળગી રહ્યું છે, અત્યાર સુધીમાં 16 લોકોના ભડથું થઈ ગયા છે. કેલિફોર્નિયામાં લાગેલી આગને કારણે લાખો લોકોને પોતાના ઘર છોડવાની ફરજ પડી છે.
લોસ એન્જલસમાં જંગલની આગથી ભારે તબાહી
કેલિફોર્નિયામાં લાગેલી આગને કારણે લાખો લોકોને પોતાના ઘર છોડવાની ફરજ પડી છે, જેમાં અમેરિકન ફિલ્મ ઉદ્યોગની ઘણી હસ્તીઓનો પણ સમાવેશ થાય છે. કારણ કે આગ હોલીવુડ હિલ્સને પણ પોતાની ઝપેટમાં આવી ગઈ છે. આ આગ હજુ સુધી કાબુમાં આવી નથી.
16 લોકોના મોત
અમેરિકાના કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી ભીષણ આગને કારણે 16 લોકોના મોત થયા છે. જ્યારે હજારો ઘરો, ઇમારતો અને અન્ય બાંધકામો બળીને રાખ થઈ ગયા છે. લોસ એન્જલસ કાઉન્ટી મેડિકલ એક્ઝામિનર્સ ઓફિસે તાજેતરના મૃત્યુની પુષ્ટિ કરી છે. સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આ સંખ્યા વધી શકે છે.
આગથી 12,000થી વધુ ઘરોનો વિનાશ
લોસ એન્જલસના ડાઉનટાઉનની ઉત્તરે આવેલા 25 માઈલ (40 કિમી) ગીચ વસ્તીવાળા વિસ્તારમાં આગ 12,000 થી વધુ ઘરો અને ઇમારતોને પોતાની ઝપેટમાં લઈ લીધા છે. લગભગ 180,000 લોકોને તેમના ઘર છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. આગની જ્વાળાઓ હોલીવુડની હિલ્સ સુધી પહોંચી ગઈ હોવાથી ઘણા અમેરિકન ફિલ્મ સેલિબ્રિટીઓના ઘરો પણ વિનાશક આગમાં લપેટાઈ ગયા છે.
ભારે નુકસાન
આ ભીષણ આગને કારણે લગભગ $150 બિલિયનની મિલકતને નુકસાન થયું. પવન એટલો જોરદાર છે કે આગને કાબુમાં લેવા માટે ફાયર ફાઇટર્સને ઘણી જહેમત ઉઠાવવી પડી.
તપાસની માંગ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેલિફોર્નિયાના ગવર્નરે લોસ એન્જલસ વિસ્તારમાં આગ સામેની લડાઈમાં પાણીની અછતને કેવી રીતે ‘નુકસાન’ પહોંચાડ્યું તેની સ્વતંત્ર તપાસની માંગ કરી છે. ગવર્નર ગેવિન ન્યુસોમે જણાવ્યું હતું કે તેમણે કેટલાક ફાયર હાઇડ્રેન્ટ્સમાં પાણીની અછત અને સાન્ટા યનેઝ જળાશયમાંથી પાણીની કથિત અપ્રાપ્યતાના દાવાઓની સ્વતંત્ર તપાસની હાકલ કરી છે.
આ આગનું કારણ
અધિકારીઓએ દક્ષિણ કેલિફોર્નિયામાં ખતરનાક જંગલી આગની સ્થિતિ માટે ભારે પવન અને સૂકા વનસ્પતિને જવાબદાર ઠેરવ્યા છે. ખરેખર આ વર્ષે દક્ષિણ કેલિફોર્નિયામાં ખૂબ જ શુષ્ક સ્થિતિ છે. છેલ્લા ઘણા મહિનાઓથી ભેજનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. આ સંજોગોમાં આગ ઓલવવી ખૂબ જ મુશ્કેલ છે.
આ સમાચાર પણ વાંચોઃ ગુજરાતના લોકોને સરકાર ફ્રીમાં કુંભમેળાની યાત્રા કરાવે: ઈસુદાન ગઢવી
સાન્ટા એના પવનો આગ ફેલાવે છે
સાન્ટા એના પવનો સૂકા, શક્તિશાળી પવનો છે જે પર્વતો પરથી દક્ષિણ કેલિફોર્નિયા કિનારા તરફ ફૂંકાય છે. આ પ્રદેશમાં દર વર્ષે સરેરાશ 10 સાન્ટા એના પવન ફૂંકાય છે. જ્યારે પરિસ્થિતિ શુષ્ક હોય છે, જેમ કે હાલ છે, ત્યારે આ પવનો ભયંકર આગનું જોખમ ઊભું કરે છે. જ્યારે પૂર્વમાં ગ્રેટ બેસિનમાં ઉચ્ચ દબાણ હોય અને દરિયાકિનારાની બહાર નીચા દબાણવાળી સિસ્ટમ હોય ત્યારે સાન્ટા એના પવન ફૂંકાય છે.
લોસ એન્જલસમાં જંગલમાં લાગેલી ભયાનક આગ વચ્ચે, આ વિસ્તારમાં લૂંટફાટના કિસ્સાઓ નોંધાઈ રહ્યા છે. મંગળવારે પહેલી આગ લાગી ત્યારથી આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં લગભગ 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આગ ક્યારે કાબુમાં આવશે
અગ્નિશામક ટીમને આગામી અઠવાડિયા સુધી પવન અને શુષ્ક હવામાન ચાલુ રહેવાની અપેક્ષા છે, જેના કારણે આગ ઓલવવાનું વધુ મુશ્કેલ બની શકે છે. જો પવન ખૂબ જ જોરદાર હોય, તો અગ્નિશામક વિમાન ઉડી શકશે નહીં.
બાઈડનો વિદેશ પ્રવાસ રદ
રાષ્ટ્રપતિ જો બાઈડનનો કડકડતી ઠંડીને કારણે પોતાનો વિદેશ પ્રવાસ રદ કર્યો. આ દરમિયાન, ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કેલિફોર્નિયાના ગવર્નર પર પ્રહાર કરતા જોવા મળ્યા.
ઓસ્કાર નોમિનેશનમાં વિલંબ
દક્ષિણ કેલિફોર્નિયા ક્ષેત્રમાં જંગલમાં લાગેલી વિનાશક આગને કારણે 97મા એકેડેમી એવોર્ડ્સ માટે નોમિનેશનની જાહેરાત 19 જાન્યુઆરી સુધી મુલતવી રાખવામાં આવી છે. ઓસ્કાર નોમિનેશનની જાહેરાત મૂળ 17 જાન્યુઆરીએ થવાની હતી.
આ સમાચાર પણ વાંચોઃ JUNAGADH: તાંત્રિક વિધિના બહાને મહિલા પર દુષ્કર્મ