JUNAGADH: તાંત્રિક વિધિના બહાને મહિલા પર દુષ્કર્મ

  • Gujarat
  • January 12, 2025
  • 0 Comments

ગુજરાતમાં વારંવાર દુષ્ટકૃત્યોની ઘટનાઓ સામે આવી રહી છે. નરાધમોને કાયદાનો ડર રહ્યો જ ન હોય તે રીતે કુકર્મો કરતાં જરાય ખચકતાં નથી. ત્યારે સરકારની મહિલા સુરક્ષાની વાત પર પાણી ફરી વળતું જોવા મળી રહ્યું છે. જૂનાગઢમાં એક શખ્સે મહિલાના જ ઘરમાં ઘૂસી બળાત્કાર ગુજારતાં ચકચાર મચી ગઈ છે.

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના એક ગામની મહિલા પર બળાત્કાર ગુજારાયો છે. ગામના જ રણજિત પરમાર નામના ઈસમે તાંત્રિક વિધિના બહાને મહિલા પર દુષ્કર્મ આચર્યું છે.  ફરિયાદ મુજબ મજૂરી કામ કરતી મહિલાની રણજિત પરમાર સાથે મુલાકાત થઈ હતી. મહિલાએ ઘરમાં સુખ-શાંતિ અને ધંધાની વૃદ્ધિ માટે તાંત્રિક વિધિ કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ગત શુક્રવારે રાત્રે 10 વાગ્યે આરોપી રણજિત પરમાર મહિલાના ઘરે પહોંચ્યો હતો. તેણે દીવો પ્રગટાવ્યા બાદ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો અને મહિલાને થપ્પડો મારી હતી.

બાદમાં આરોપીએ મહિલા પર બળજબરીથી દુષ્કર્મ આચર્યું અને જો કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દુષ્ટકૃત્ય આચર્યા બાદ આરોપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

ભોગ બનનાર મહિલાએ કેશોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પરિવાર સાથે જઈ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી રણજિત પરમાર વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચોઃ ગુજરાતના લોકોને સરકાર ફ્રીમાં કુંભમેળાની યાત્રા કરાવે: ઈસુદાન ગઢવી

Related Posts

Shaktisinh Gohil Valsad GIDC: સરીગામ GIDC જમીન ફાળવણી વિવાદ, શક્તિસિંહ ગોહિલે CBI, ED અને ઇન્કમ ટેક્સ તપાસની કરી માંગ
  • August 6, 2026

Shaktisinh Gohil Valsad GIDC: કોંગ્રેસના પૂર્વ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ (GIDC)માં જમીન ફાળવણી અને વહીવટી પ્રક્રિયાને લઈને ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે આરોપ…

Continue reading
Gujarat Farmers Protest: દોઢ વર્ષથી લડતું ગામ ચોરડી, સૌરાષ્ટ્રના 100 ગામોની વીજ કંપની સામે લડાઈ, જામનગરની 3 ગીગા વોટ વીજળી, ખેતી બરબાદ
  • August 5, 2026

Gujarat Farmers Protest: દોઢ વર્ષથી લડતું ગામ ચોરડી, સૌરાષ્ટ્રના 100 ગામોની વીજ કંપની સામે લડાઈ, જામનગરની 3 ગીગા વોટ વીજળી, ખેતી બરબાદ અમદાવાદ દિલીપ પટેલ ગોંડલના ચોરડીયા ગામે ગૌચરની જમીન…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rahul Gandhi: ‘લોકશાહીમાં પ્રશ્ન પૂછવો ગુનો નથી’ — યુવા પ્રદર્શનકારીઓ સાથે રાહુલ ગાંધીનો સરકાર પર હુમલો

  • August 6, 2026
  • 3 views
Rahul Gandhi: ‘લોકશાહીમાં પ્રશ્ન પૂછવો ગુનો નથી’ — યુવા પ્રદર્શનકારીઓ સાથે રાહુલ ગાંધીનો સરકાર પર હુમલો

CAG Report UC Pending: ₹54,282 કરોડનો હિસાબ ક્યાં? CAG રિપોર્ટમાં કેન્દ્રના 15 મંત્રાલયો પર ગંભીર સવાલ

  • August 6, 2026
  • 6 views
CAG Report UC Pending: ₹54,282 કરોડનો હિસાબ ક્યાં? CAG રિપોર્ટમાં કેન્દ્રના 15 મંત્રાલયો પર ગંભીર સવાલ

Gurugram OC Fraud: ગુરુગ્રામમાં OCના નામે મોટો ખેલ? અધૂરી ઇમારતોને પ્રમાણપત્ર આપી ફ્લેટ ખરીદદારો સાથે છેતરપિંડી

  • August 6, 2026
  • 8 views
Gurugram OC Fraud: ગુરુગ્રામમાં OCના નામે મોટો ખેલ? અધૂરી ઇમારતોને પ્રમાણપત્ર આપી ફ્લેટ ખરીદદારો સાથે છેતરપિંડી

Rahul Gandhi Prayagraj: પ્રયાગરાજમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પર વિવાદ, ગ્રાઉન્ડ બુકિંગ રદ થતાં રાજકીય ઘમાસાણ

  • August 6, 2026
  • 4 views
Rahul Gandhi Prayagraj: પ્રયાગરાજમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પર વિવાદ, ગ્રાઉન્ડ બુકિંગ રદ થતાં રાજકીય ઘમાસાણ

UP Advertisement Budget: UP સરકારનો જાહેરાત ખર્ચ 8 વર્ષમાં ₹6,811.94 કરોડ, કેન્દ્રની મોદી સરકારને પાછળ છોડી

  • August 6, 2026
  • 7 views
UP Advertisement Budget: UP સરકારનો જાહેરાત ખર્ચ 8 વર્ષમાં ₹6,811.94 કરોડ, કેન્દ્રની મોદી સરકારને પાછળ છોડી

Tarun Tejpal Case: તેહેલકાના પૂર્વ એડિટર તરુણ તેજપાલ કેસમાં મોટો ચુકાદો, બળાત્કાર કેસમાં દોષિત

  • August 6, 2026
  • 7 views
Tarun Tejpal Case: તેહેલકાના પૂર્વ એડિટર તરુણ તેજપાલ કેસમાં મોટો ચુકાદો, બળાત્કાર કેસમાં દોષિત