
Madhya Pradesh funeral: બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટમાં 21 લોકોનો જીવ ગયો છે. જેમાં 10 વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. 1 એપ્રિલે બનેલી આ ઘટનામાં ગુજરાતની સંવેદનશીલ સરકારે પરિવારને પોતાના સ્વજનોના મૃતદેહ જોવા પમ દીધા નથી, અને મધ્ય પ્રદેશ મોકલી દીધા. ગુજરાત સરકાર અને અધિકારીઓના ભાવ જાણે એવો હતો કે આ મૃતદેહનો ક્યારે નિકાલ થાય!. ગુજરાત સરકારની આ હરકતના ચોરેકોરથી વિરોધ થઈ રહ્યો છે. પરિવારો રડતાં રડતાં પોતાના સ્વજનોના મૃતદેહોને લઈને ગયા દેવાસ અને હરદાના 18 મજૂરોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે આજે આ મજૂરોના મૃતદેહને નેમાવરના નર્મદા ઘાટ પર અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશ સરકારે મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપી છે.
21 લોકોએ જીવ ગુમાવ્યા
આ અકસ્માતમાં કુલ21 લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃત્યુ પામેલા લોકોમાં 5 થી 8 વર્ષના બાળકો પણ શામેલ છે. જે વધુ બળી ગયા છે, તેમની લાશને ડીએનએ ટેસ્ટ માટે ગુજરાતમાં જ રાખવામાં આવી છે. મૃતકોમાં એક માતા અને તેના ત્રણ પુત્રોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત કાકા-ભત્રીજાની જોડી પણ આ અકસ્માતનો ભોગ બની હતી.
10 મજૂરના મૃતદેહોને ગામમાં લઈ જવાયા, જ્યારે 8 મૃતદેહો સીધા અંતિમ સંસ્કાર માટે
દેવાસના 10 મજૂરોના મૃતદેહને પહેલા તેમના ગામ સંદલપુર લઈ જવામાં આવ્યા. ત્યાં છેલ્લા દર્શન કર્યા પછી, તેમને નેમાવર ઘાટ પર લાવવામાં આવ્યા. હરદાના 8 લોકોના મૃતદેહ ગુજરાતથી સીધા નેમાવર ઘાટ પર લાવવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કાર દરમિયાન સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છે અને લોકોની આંખો ભીની છે.
સીએમ મોહન યાદવે શોક વ્યક્ત કર્યો
મધ્યપ્રદેશ સરકારે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. સરકારે મૃતકોના પરિવારજનોને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ‘આ ખૂબ જ દુઃખદ ઘટના છે. અમે મૃતકોના પરિવારો સાથે છીએ અને તેમને શક્ય તેટલી મદદ કરીશું.