Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

Surat Fake Tobacco Factory: સમગ્ર દેશ સહિત ગુજરાતમાં વારંવાર નકલી વસ્તુઓ, અધિકારીઓ, કચેરીઓ ઝડપાઈ રહી છે. છતાં સરાકર ઊંઘતી ઝડપાઈ રહી છે. જેનો લાભ ગઠિયાઓ લઈ રહ્યા છે. સુરતમાં નકલી શેમ્પૂના રેકેટની ધરપકડ બાદ હવે નકલી પાન-મસાલાનું મોટું રેકેટ ઝડપાયું છે. લસકાણા ડાયમંડનગર વિસ્તારમાં ધમધમતા એક ગેરકાયદે કારખાનામાં જાણીતી બ્રાન્ડ્સ ‘રજનીગંધા’ અને ‘તુલસી’ના ડુપ્લિકેટ પાન-મસાલા બનાવીને બજારમાં વેચવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે. લસકાણા પોલીસે રાત્રે ચાલતા આ કારખાના પર રેડ પાડી 10 લાખ રૂપિયાની કિંમતનો કાચો માલ, ઉત્પાદન મશીનો અને એક શખ્સની ધરપકડ કરી છે. આ રેકેટનો મુખ્ય સૂત્રધાર જયેશ પડસાળા હાલ ફરાર છે અને તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

રાત્રે ચાલતું ગેરકાયદે કારખાનું

લસકાણા પોલીસ અને નોઈડા સ્થિત ધર્મપાલ સત્યપાલ લિમિટેડના સિનિયર મેનેજર વિનય મલિકે સંયુક્ત ઓપરેશન હેઠળ ડાયમંડનગરના કળથિયા કોર્પોરેશન-3માં આવેલા આ કારખાના પર દરોડો પાડ્યો હતો. ધર્મપાલ સત્યપાલ લિમિટેડને ‘રજનીગંધા’ અને ‘તુલસી’ બ્રાન્ડના ડુપ્લિકેટ ઉત્પાદનોને શોધી કાઢવા માટે ઇન્વેસ્ટિગેશન એજન્સી તરીકે હાયર કરવામાં આવી હતી. આ એજન્સીની ચોકસાઈથી ખબર પડી હતી કે સુરતના આ વિસ્તારમાં નકલી પાન-મસાલાનું ઉત્પાદન થઈ રહ્યું છે. પોલીસે દરોડા દરમિયાન કારખાનામાંથી 5.4 કિલો લૂઝ તમાકુ, 63 કિલો લૂઝ કાથો, 69 કિલો મેગ્નેશિયમ કાર્બોનેટ પાઉડર, 215 કિલો ટુકડા સોપારી, ઓટોમેટિક પાઉચ પેકિંગ મશીન, સોપારી ઓવન મશીન અને ‘રજનીગંધા’ તથા ‘તુલસી’ના સ્ટિકરવાળા ડુપ્લિકેટ પાઉચનો જંગી જથ્થો જપ્ત કર્યો હતો. આ ઉપરાંત, 6 કિલોથી વધુ ફ્લેવર એસેન્સ પણ મળી આવ્યું, જેનો ઉપયોગ નકલી પાન-મસાલાને અસલી જેવી ગંધ આપવા માટે કરવામાં આવતો હતો.

ઓનલાઈન વેચાણનું રેકેટ

ધર્મપાલ સત્યપાલ લિમિટેડને ખબર પડી હતી કે તેમની બ્રાન્ડના નકલી ઉત્પાદનો ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર વેચાઈ રહ્યા છે. આ રેકેટને ઝડપવા માટે કંપનીએ મોટા પાયે ઓનલાઈન ઓર્ડર્સ આપી, પેમેન્ટ ગેટવે અને અન્ય વિગતોના આધારે સુરતનું આ સરનામું શોધી કાઢ્યું હતું. પોલીસે જણાવ્યું કે આ કારખાનું રાત્રે જ ચાલતું હતું, જેથી કોઈને શંકા ન જાય. આ કારખાનામાં કામ કરતા રમેશ હરિ ભેસરફાલ (રહે. રાજહંસ વિંગ, પાલનપોર કેનાલ રોડ, મૂળ રહે. ઘરાણાગામ, ભચાઉ)ની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછમાં રમેશે જણાવ્યું કે આ કારખાનું જયેશ પડસાળા (રહે. મોટા વરાછા)નું છે, જેના માટે તે માલની સપ્લાયનું કામ કરે છે. જયેશ પડસાળાએ પોતાની બ્રાન્ડ ‘નાઈન્થ રોક’ રજિસ્ટર્ડ કરાવી હતી અને છ મહિના પહેલાં આ દુકાન ભાડે લઈને ગેરકાયદે ડુપ્લિકેટ પાન-મસાલાનું ઉત્પાદન શરૂ કર્યું હતું.

ચાર દિવસ પહેલાં નકલી શેમ્પૂ ઝડપાયું હતુ

આ ઘટનાના માત્ર ચાર દિવસ પહેલાં સુરતના કામરેજ તાલુકાના નવાગામ ખાતે નવકાર ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં નકલી ‘હેડ એન્ડ શોલ્ડર’ શેમ્પૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. કામરેજ પોલીસે દરોડા દરમિયાન મુકંદ હસમુખભાઈ માવાણીની ધરપકડ કરી હતી, જેની પાસે શેમ્પૂ ઉત્પાદનનો કોઈ પરવાનો મળ્યો ન હતો.

લસકાણા પોલીસે જયેશ પડસાળાને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે. આ રેકેટની તપાસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે, કારણ કે ઓનલાઈન વેચાણના નેટવર્કમાં અન્ય શખ્સો પણ સામેલ હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચો:

Dabba Trading: સુરતમાં 1000 કરોડનું મેગા કૌભાંડ: ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગનો 24 કલાક ચાલતો સટ્ટો

Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?

Russia Ukraine war: રશિયા ચીન-પાકિસ્તાનના ભાડૂતી સૈનિકો લાવ્યું, ઝેલેન્સકીના દાવાનો પાકિસ્તાને શું આપ્યો જવાબ?

રશિયા પર યુક્રેનનો સૌથી મોટો હુમલો, 40 રશિયન વિમાનોને તોડી પાડ્યા! | Russia-Ukraine War

યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો દાવો, ‘રશિયાએ 150 ડ્રોનથી હુમલો કર્યો’

મોદીએ સાથી અમિત શાહ સાથેના સંબંધો કાપી નાંખ્યા હતા, શાહ સાથે ફોટો ન આવે તેની કાળજી લેતાં | Amit shah

UP: મહિલાના પ્રાઈવેટ પાર્ટને દબાવીને ભાગી જનારને પોલીસે ગોળી મારી દીધી, જાણો કોણ છે આ લંપટ?

Moradabad Burqa Women: બુરખો પહેરેલી મહિલાના પ્રાઇવેટ પાર્ટને દબાવીને ભાગી ગયો યુવક, યોગીના રાજમાં રસ્તાઓ પર પણ મહિલાઓ નથી સલામત

Related Posts

Yuvrajsinh Jadeja AMC Recruitment: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ‘સગાવાલા યોજના’નો આરોપ, 150થી વધુ ભરતી સામે યુવરાજસિંહ જાડેજાના સવાલ
  • November 20, 2026

Yuvrajsinh Jadeja AMC Recruitment: ગુજરાતમાં સરકારી અને મ્યુનિસિપલ સંસ્થાઓમાં લાગવગના આધારે ભરતી થતી હોવાના આક્ષેપો વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ભરતી પ્રક્રિયા સામે ગંભીર…

Continue reading
SD Pay–Apna Pay Scam: ફ્લેટ વેચીને અને લોન લઈને રોકાણ કરનારા લોકોના પૈસા ડૂબ્યા, SD Pay કૌભાંડમાં કોંગ્રેસના ગંભીર આક્ષેપ
  • November 20, 2026

SD Pay–Apna Pay Scam: ગુજરાતમાં SD Pay અને Apna Pay મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી ₹1,211 કરોડની ડિજિટલ પેમેન્ટ છેતરપિંડી થઈ હોવાનો ગંભીર આક્ષેપ ગુજરાત કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, આ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP SIR Form 7 Controversy: UPમાં મતદાર યાદી વિવાદ વચ્ચે BJPનો મોટો નિર્ણય, હવે BLAને નહીં આપે Form-7

  • November 22, 2026
  • 3 views
UP SIR Form 7 Controversy: UPમાં મતદાર યાદી વિવાદ વચ્ચે BJPનો મોટો નિર્ણય, હવે BLAને નહીં આપે Form-7

Rahul Gandhi Israel Statement: ઇઝરાયેલ સાથે મજબૂત સંબંધોના સમર્થનથી રાહુલ ગાંધી ઘેરાયા, ડાબેરી સાથી પક્ષોએ ઉઠાવ્યા સવાલ

  • November 22, 2026
  • 6 views
Rahul Gandhi Israel Statement: ઇઝરાયેલ સાથે મજબૂત સંબંધોના સમર્થનથી રાહુલ ગાંધી ઘેરાયા, ડાબેરી સાથી પક્ષોએ ઉઠાવ્યા સવાલ

Azam Khan vs Owaisi: UP Election 2027 પહેલાં આઝમ ખાનની વાપસીથી સપાને નવી તાકાત? ઓવૈસી સામે શરૂ થઈ મુસ્લિમ રાજકારણની લડાઈ

  • November 22, 2026
  • 6 views
Azam Khan vs Owaisi: UP Election 2027 પહેલાં આઝમ ખાનની વાપસીથી સપાને નવી તાકાત? ઓવૈસી સામે શરૂ થઈ મુસ્લિમ રાજકારણની લડાઈ

PM Modi Gold Buying Appeal: સોનાના ભાવમાં ઘટાડાનો શ્રેય મોદીએ લીધો, લખનૌથી UP ચૂંટણી 2027 માટે આપ્યો સંદેશ

  • November 22, 2026
  • 15 views
PM Modi Gold Buying Appeal: સોનાના ભાવમાં ઘટાડાનો શ્રેય મોદીએ લીધો, લખનૌથી UP ચૂંટણી 2027 માટે આપ્યો સંદેશ

AI Fake Court Judgment MP HC: AIની મદદથી મધ્યપ્રદેશ સરકારે રજૂ કર્યો સુપ્રીમ કોર્ટનો બનાવટી ચુકાદો, હાઈકોર્ટે લગાવી ફટકાર

  • November 21, 2026
  • 3 views
AI Fake Court Judgment MP HC: AIની મદદથી મધ્યપ્રદેશ સરકારે રજૂ કર્યો સુપ્રીમ કોર્ટનો બનાવટી ચુકાદો, હાઈકોર્ટે લગાવી ફટકાર

BJP Strategy in South India: દક્ષિણ ભારતમાં BJPની નવી રાજકીય રણનીતિ? મુખ્યમંત્રીઓ સાથે વધતા સહકાર પાછળનાં સંભવિત કારણો

  • November 21, 2026
  • 7 views
BJP Strategy in South India: દક્ષિણ ભારતમાં BJPની નવી રાજકીય રણનીતિ? મુખ્યમંત્રીઓ સાથે વધતા સહકાર પાછળનાં સંભવિત કારણો