
Madhya Pradesh: મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં 12 વર્ષના બાળકે ઓનલાઈન ગેમ રમતી વખતે માતાના ખાતામાંથી 3000 રૂપિયા ખર્ચાઈ જતાં, ઠપકાના ડરથી ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. આ ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે અને ઓનલાઈન ગેમિંગની લતના જોખમો વિશે ગંભીર ચિંતા ઉભી કરી છે.
કયારે બન્યો આ દર્દનાક બનાવ ?
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના 31 જુલાઈ, 2025ના રોજ ઇન્દોરના એમઆઈજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની. બાળક, જે છઠ્ઠી ધોરણમાં અભ્યાસ કરતો હતો, તેની માતાના મોબાઈલ પર ફ્રી ફાયર નામની ઓનલાઈન ગેમ રમી રહ્યો હતો. આ દરમિયાન, તેણે અજાણતાં માતાના ખાતામાંથી 3000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી દીધું. જ્યારે આ વાત તેની માતાને ખબર પડી, તેમણે બાળકને ઠપકો આપ્યો. આ ઠપકા અને પરિવારના ગુસ્સાના ડરથી બાળક એટલો ડરી ગયો કે તેણે પોતાના રૂમમાં જઈને દરવાજો બંધ કરી દીધો છે. ત્યારે તેમણે તેને બહાર કાઢવાના પ્રયત્ન શરુ કર્યા.
કેવી રીતે જાગી પરિવારને શંકા
ઘણા કલાકો સુધી બાળકે દરવાજો ન ખોલતાં પરિવારજનોને શંકા થવા લાગી ત્યારે તેમણે દરવાજો તોડીને જોયું તો બાળક ફાંસી પર લટકતો જોવા મળ્યો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પોલીસે ઘટનાની સૂચના મળતાં જ તપાસ શરૂ કરી અને પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપ્યો.
ઓનલાઈન ગેમની લતના ગંભીર પરિણામો
ઓનલાઈન ગેમના કારણે બાળકોના મગજ પર ગંભીર અસરો થતી હોય છે. બાળક ખાવા પીવામાં ધ્યાન નથી આપતુ તેનું ભણતર બગડે છે. વાંચવા લખવામાં ધ્યાન નથી આપતું બસ ગેમ જ રમ્યા કરે અને રોકે તો ગુસ્સે થઈ જાય છે એક રીતે જોવા જઈએ તો તેના મગજને ગેમ કન્ટ્રોલ કરે એવું લાગે છે.
આ ઘટના ઓનલાઈન ગેમિંગની લતના ગંભીર પરિણામોને ઉજાગર કરે છે. નિષ્ણાતોનું માનવું છે કે બાળકોમાં ભાવનાત્મક પરિપક્વતા અને આત્મસન્માનની કમી હોય તેમજ પરિવાર સાથે ખુલ્લા સંવાદનો અભાવ જેવા કારણો જ આવા દુખદ પરિણામોનું કારણ બની શકે છે. બાળકને પોતાની વાત રાખવાની આઝાદી મળવી જોઈએ એટલી છૂટ તો મળવી જોઈએ કે તેનાથી કોઈ ભૂલ અથવા નુકસાન થાય તો તે ભય રાખ્યા વગર માતાપિતાને કહી શકે.
સમાજને સંદેશ
આ ઘટનાએ સમાજને એક મહત્વનો સંદેશ આપ્યો છે કે બાળકોની ઓનલાઈન પ્રવૃત્તિઓ પર નજર રાખવી અને તેમની સાથે સંવેદનશીલ સંવાદ જાળવવો કેટલો જરૂરી છે. સરકાર અને સમાજે ઓનલાઈન ગેમિંગના નિયમન માટે નક્કર પગલાં લેવાની જરૂર છે, જેથી આવી ઘટનાઓ ભવિષ્યમાં ટાળી શકાય.
આ પણ વાંચો:
Kheda: દારુ કેસમાંથી બચાવવા ખેડા LCBનો પોલીસકર્મી 25 હજારની લાંચ લેતાં ઝડપાયો, જુઓ પછી શું થયા હાલ?
Lumpy virus in Gujarat: ગુજરાતના પશુપાલકો માટે માઠાં સમાચાર, ફરી આવ્યો આ ખતરનાક વાયરસ