
MahaKumbh Updates: યુપીના પ્રયાગરાજમાં મહાકુંભ 2025નો મેળો ચાલી રહ્યો છે. જોકે કુંભમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. જેથી લાખો લોકો અટવાયા છે. દેશના ખૂણે ખૂણેથી મોટી સંખ્યામાં ભક્તો ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે અહીં પહોંચી રહ્યા છે. માઘ પૂર્ણિમા પહેલા મહાકુંભમાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા હોવાથી આ પરિસ્થિતિ ઊભી થઈ છે.
સીએમ યોગીના નિર્દેશ પર આ નિયમો લાગુ
આવતીકાલે મહાકુંભમાં માઘ પૂર્ણિમાની ઉજવણી થવાની છે. જેથી કુંભ મેળામાં વધુ ભીડ ઉમટી પડી છે. જેને લઈ મુખ્યમંત્રીએ બેઠક કરી કેટલાંક નિયમો બનાવ્યા છે.
પ્રયાગરાજ શહેરમાં મહાકુંભ સ્નાન માટે બહારથી આવતા શ્રદ્ધાળુઓના વાહનોને 11 ફેબ્રુઆરીના સવારે 4:00 વાગ્યા પછી સંબંધિત રૂટની પાર્કિંગમાં પાર્કી શરુ કરાયા છે. વ્યવસ્થામાં જરૂરી અને આકસ્મિક સેવાઓના વાહનોને છૂટછાટ રહેશે. શ્રદ્ધાળુઓના પ્રયાગરાજ શહેર અને મેળા વિસ્તારમાં સરળ અવરજવર અને સ્નાન માટે 11 ફેબ્રુઆરીના સાંજે 5:00 વાગ્યા પછી No Vehicle Zone લાગુ રહેશે. આ વ્યવસ્થામાં જરૂરી અને આકસ્મિક સેવાઓના વાહનોને છૂટછાટ રહેશે. આ ટ્રાફિક વ્યવસ્થા 12 ફેબ્રુઆરીના મેળા વિસ્તારમાંથી શ્રદ્ધાળુઓની સરળતાથી નીકળવા સુધી લાગુ રહેશે. પ્રયાગરાજ શહેર અને મેળા વિસ્તારમાં વાહનોના પ્રવેશ અને નીકળવા પર આ પ્રતિબંધ કલ્પવાસીઓના વાહનો પર પણ લાગુ રહેશે.
પ્રયાગરાજ સંગમ સ્ટેશન 9-14 ફેબ્રુઆરી સુધી અવરજવર માટે બંધ
એક સત્તાવાર નિવેદન અનુસાર, પ્રયાગરાજ સ્ટેશનની બહાર ભારે ભીડને કારણે સ્ટેશનની બહાર આવતા શ્રદ્ધાળુઓને થઈ રહેલી અસુવિધાને કારણે, ઉત્તર રેલવે લખનઉ ડિવિઝનના પ્રયાગરાજ સંગમ સ્ટેશનને 9મી ફેબ્રુઆરીના રોજ બપોરે 1:30 વાગ્યાથી 14મી ફેબ્રુઆરીના રોજ સવારે 12:00 વાગ્યા સુધી મુસાફરોની અવરજવર માટે અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યું છે. જો કે, મહાકુંભ વિસ્તારમાં આવતા અન્ય 8 સ્ટેશનો પરથી નિયમિત અને વિશેષ ટ્રેનો સામાન્ય રીતે ચાલે છે.
આ પણ વાંચોઃRajkot માં ડબલ મર્ડર: બે ભાઈઓની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા