
Maharashtra: ભારતમાં કોઈપણ નેતાને સવાલ કરો એટલે તે તપાસના આદેશ આપી દે છે. તેની દૂપતી નસ પકડવાનો પ્રયાસ કરે છે. ત્યારે હવે આવું જ અજિત પવાર કરી રહ્યા છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને મહિલા IPS અધિકારી અંજના કૃષ્ણા વચ્ચેની ચર્ચાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ IPS ના દસ્તાવેજોની તપાસની માગ કરાઈ છે. મહિલા IPS અધિકારીનો વાંક એટલો જ છે કે તેમણે ગેરકાયદેસર થતું ખનન રોક્યું.
અજિત પવારના નેતૃત્વ હેઠળના NCPના MLC અમોલ મિટકરીએ કેન્દ્રિય લોક સેવા આયોગ ( UPSC)ને IPS અધિકારી અંજના કૃષ્ણા દ્વારા રજૂ કરાયેલા શૈક્ષણિક અને જાતિના દસ્તાવેજોની તપાસ કરવા માટે પત્ર લખ્યો છે. ઉલ્લેખનીય છે કે મહિલા IPS અંજના કિષ્ણાના નાયબ મુખ્યમંત્રી અજિત પવરની સામે પડી એટલી તેના દસ્તાવેજની તપાસ થઈ રહી છે. કારણે મોટા નેતાઓને કોઈ સામે બોલે તે ગમતુ નથી.
Ajit Pawar led NCP’s MLC, Amol Mitkari, has written to the UPSC to enquire into the educational and caste documents submitted by the IPS Officer, Anjana Krishna.
This comes immediately after the Officer caught some persons MINING THE SAND ILLEGALLY, when one of the culprits… pic.twitter.com/1H5j6SebRN
— Raju Parulekar (@rajuparulekar) September 5, 2025
શું છે આખો વિવાદ?
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને મહિલા IPS અધિકારી અંજના કૃષ્ણા વચ્ચેની ચર્ચાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અજિત પવાર આઈપીએસ અધિકારી સામે કાર્યવાહી કરવાની ધમકી આપતા સાંભળી શકાય છે. અજિત પવારે મહિલા IPS અધિકારીને કહ્યું હતું કે હું નાયબ મુખ્યમંત્રી છું, કાર્યવાહી બંધ કરો, શું હું તમારી સામે કાર્યવાહી કરું? શું તમારામાં આટલી હિંમત છે? આ વીડિયો મહારાષ્ટ્રના સોલાપુરનો છે.
આ ચર્ચાનું મુખ્ય કારણ ફોન પર અજિત પવારને આઈપીએસ અધિકારીએ ઓળખતા ન હતા. અજિત પવાર આના પર ગુસ્સે થયા અને મહિલા અધિકારીને ઠપકો આપ્યો. જોકે, હવે આ મહારાષ્ટ્રમાં રાજકીય મુદ્દો બનતો જાય છે.
સોલપુરમાં રેતી ખનનની ફરિયાદ પર કાર્યવાહી કરવા પહોંચ્યા હતા
રસ્તાના બાંધકામ માટે મુરુમ (કાંકરી-કાંકરા) ના ગેરકાયદેસર રેતી ખનનની ફરિયાદ પર કાર્યવાહી કરવા માટે IPS અંજલી કૃષ્ણા સોલાપુરના કુર્દુ ગામમાં પહોંચ્યા હતા. તે વખતે સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ. ત્યારબાદ NCPના એક કાર્યકર બાબા જગતાપે સીધો નાયબ મુખ્યમંત્રી અજિત પવારને ફોન કર્યો અને ફોન અંજલી કૃષ્ણાને આપ્યો. તે સમયે અંજલી કૃષ્ણા નાયબ મુખ્યમંત્રી અજિત પવારનો અવાજ ઓળખી શક્યા નહીં. જોકે અજિત પવારે કાર્યવાહી રોકવા કહ્યું, નાયબ મુખ્યમંત્રી કારણ આપ્યું કે મુંબઈમાં મરાઠા આંદોલન ચાલી રહ્યું છે, વાતાવરણ તંગ છે, અત્યારે આ કાર્યવાહી કરવાની કોઈ જરૂર નથી.
શું તમારી સામે પગલાં લઉં, તમારી પાસે કેટલી હિંમત છે: CM ની ધમકી
‘मैं डिप्टी चीफ मिनिस्टर बोल रहा हूं, एक्शन रोको, तुम पर एक्शन लूं क्या?, इतनी डेरिंग है तुम में?’
महाराष्ट्र के सोलापुर में करमाला की पुलिस उपाधीक्षक अंजलि कृष्णा और उपमुख्यमंत्री अजित पवार के बीच फोन और वीडियो कॉल वायरल#Maharashtra | #ViralVideo | #AjitPawar pic.twitter.com/qh7VSe55bC
— NDTV India (@ndtvindia) September 4, 2025
અજિત પવારની વાત ન સાંભળીને, IPS અધિકારીએ કહ્યું કે તમારે મારા નંબર પર ફોન કરવો જોઈએ! જેના પર અજિત પવાર ગુસ્સે થયા અને ગુસ્સામાં કહ્યું કે કામ બંધ કરો, શું હું તમારી સામે કાર્યવાહી કરું, તમારી પાસે આટલી હિંમત છે! મને તમારો નંબર આપો, હું વીડિયો કોલ કરી રહ્યો છું, તમે મને વીડિયો કોલ પર ઓળખી શકશો ને? આ પછી, અજિત પવારે અધિકારીનો નંબર લીધો અને વીડિયો કોલ દ્વારા સીધા તેમના ફોન પર વાત કરી. વીડિયો કોલ દરમિયાન અજિત પવારે અધિકારીને કાર્યવાહી બંધ કરવા અને તહસીલદાર સાથે વાત કરવા સૂચના આપી.
31 ઓગસ્ટના બપોરનો બનાવ
આ સમગ્ર ઘટના રવિવાર 31 ઓગસ્ટ બપોરે બની હતી, જેનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે અને અજિત પવારના બોલવાના સ્વરની ટીકા થઈ રહી છે. આ કેસમાં ઘટનાસ્થળે હંગામો મચાવનારા કેટલાક NCP કાર્યકરો સામે સરકારી કામમાં અવરોધ ઉભો કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. ગુરુવારે સોલાપુરના માધા તાલુકાના કુર્દુવાડી પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધવામાં આવ્યો છે. મહિલા અધિકારી કેરળની હોવાનું કહેવાય છે, જેમને તાજેતરમાં મહારાષ્ટ્રમાં પોસ્ટ કરવામાં આવી છે. જો કે હવે નાયબ મુખ્યમંત્રી સાથે વિવાદ થતાં IPS અધિકારી કેવી રીતે બન્યા તેના દસ્તાવેજ માગ્યા છે.
IPS અધિકારી અંજના કૃષ્ણા કોણ છે?
IPS અધિકારી અંજના કૃષ્ણાનું પૂરું નામ અંજના કૃષ્ણા વી.એસ છે. તે હાલમાં મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના કરમાલામાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DSP) તરીકે પોસ્ટેડ છે. અંજના કૃષ્ણાની ગણતરી હોશિયાર અને પ્રામાણિક IPS અધિકારીઓમાં થાય છે. તમને જણાવી દઈએ કે અંજના કૃષ્ણાએ UPSC CSE 2022-23 માં AIR-355 રેન્ક મેળવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અંજના કૃષ્ણાનો જન્મ તિરુવનંતપુરમમાં થયો હતો. તેના પિતાનો કપડાંનો વ્યવસાય છે અને તેની માતા કોર્ટમાં ટાઇપિસ્ટ તરીકે કામ કરે છે.
અંજનાએ પોતાનું પ્રાથમિક શિક્ષણ સેન્ટ મેરી સેન્ટ્રલ સ્કૂલ, પૂજાપુરામાંથી મેળવ્યું. તેણીએ નીરમંકારાની NSS કોલેજમાંથી BSc ગણિતમાં સ્નાતકની ડિગ્રી મેળવી. આ પછી, તેણીએ UPSC માટે તૈયારી કરી અને બાદમાં IPS માટે પસંદગી પામી.
આ પણ વાંચો:
નેપાળમાં ફેસબુક, ઇન્સ્ટા, યુટ્યુબ સહિત ઘણી એપ્સ બંધ, શું છે કારણ? | Social Media Platforms Ban
Bihar: ‘મુદિયા કે માઈ કો ગાલી દિયા હૈ, યહી ઝંડે સે મારેગે ભાજપાવાલો કો’, ભાજપનો પડ્યો ઉલટો દાવ
Bihar: ભાજપ-આરજેડીના સમર્થકો વચ્ચે “Graduation” ના સ્પેલિંગને લઈ બબાલ
Mahisagar: હાઇડ્રો પાવર પ્લાન્ટમાં ડૂબેલા 5 લોકોનો હજુ પત્તો નહીં, પરિવારો ચિંતામાં
PM Modi: મોદીની માતાના અપમાનનો બદલો લેવા માત્ર બિહાર ભાજપે ઠેકો લીધો!, શું છે ચાલ?
Anklav: પોલીસે કંઈક કાનમાં કહ્યું, સીધા ચાલતાં આરોપી અજય પઢિયારે લંગડાવાનું નાટક કર્યું!