
Viral video: મુંબઈના કલ્યાણ સ્ટેશન પર એક દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક રિક્ષાચાલકે નાની બાબતે ગુસ્સામાં આવીને એક કિશોરને જાહેરમાં થપ્પડ મારીને અપમાનિત કર્યો હતો. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં રોષ અને નારાજગી ફેલાવી છે, અને સમાજમાં માનવતા અને સંવેદનશીલતાના અભાવનો મુદ્દો ઉજાગર કર્યો છે.
વાયરલ વીડિયો અનુસાર એક કિશોરે રિક્ષામાં બેસતા પહેલાં રિક્ષાચાલક પાસેથી ભાડુ પૂછ્યું હતુ. રિક્ષાચાલકે તેને 30 રૂપિયા કિરાયું હોવાનું જણાવ્યું હતું. કિશોરે આ શરતે રિક્ષામાં બેઠો અને કલ્યાણ રેલવે સ્ટેશન નજીક પહોંચ્યો. જ્યારે તે રિક્ષામાંથી ઉતર્યો અને ભાડું આપવા માટે ખિસ્સામાં હાથ નાખ્યો, ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તેના પૈસા ક્યાંક ખોવાઈ ગયા છે. ગભરાયેલા કિશોરે રિક્ષાચાલકને વિનમ્રતાથી કહ્યું, “અંકલ, મારી પાસે ભાડા માટે પૈસા નથી, મારા પૈસા ક્યાંક પડી ગયા છે.”
View this post on Instagram
આ સાંભળીને રિક્ષાચાલકે શાંતિથી પરિસ્થિતિને સમજવાને બદલે ગુસ્સામાં આવી ગયો. તેણે કિશોરની મુશ્કેલી પર દયા દાખવવાને બદલે, તેને સતત બે થપ્પડ મારી દીધી. આ અચાનક હુમલાથી કિશોર ગભરાઈ ગયો અને તેણે રિક્ષાચાલકના પગે લાગીને માફી માંગવાનો પ્રયાસ કર્યો. પરંતુ રિક્ષાચાલકનો ગુસ્સો શાંત ન થયો. તેણે કિશોરને વધુ એક થપ્પડ મારી અને પછી જવા દીધો. આ સમગ્ર ઘટના દરમિયાન કિશોરનું અપમાન થયું અને તેના મન પર ઊંડી અસર પડી હોવાની શક્યતા છે.
આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ભારે ચર્ચા જન્માવી છે. લોકોનું કહેવું છે કે, આવી નાની બાબતોમાં હિંસાનો સહારો લેવો એ સમાજ માટે ખતરનાક સંદેશ આપે છે. એક કિશોર, જે પોતાની મુશ્કેલી સ્પષ્ટ રીતે જણાવી ચૂક્યો હતો, તેની સાથે આવું અમાનવીય વર્તન નિંદનીય છે. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે, રિક્ષાચાલકે શાંતિથી વાતચીત દ્વારા અથવા કોઈ બીજા ઉકેલ દ્વારા આ મામલો હલ કરી શક્યો હોત.
આ ઘટના અંગે હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ સ્થાનિક વિસ્તારમાં આ વાત ઝડપથી ફેલાઈ રહી છે. લોકો માંગ કરી રહ્યા છે કે આવા વર્તન સામે કડક પગલાં લેવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે.
આ પણ વાંચો:
Navsari: લિફ્ટમાં ફસાઈ જતાં 5 વર્ષિય માસૂમનો જીવ ગયો, કઈ રીતે બની ઘટના?
Nikki Murder Case: પતિ બાદ સાસુ અને હવે જેઠ રોહિત ભાટીની ધરપકડ, મોટી બહેનના મોટા ખૂલાસા
MP: મોદી સરકારને ખેડૂત સાથે મજાક ભારે પડશે!, ‘સહાયને સરકારના મોં પર મારશે’, આ ખેડૂત તૈયાર!