Mahesana: ચેરમેન અશોક ચૌધરીએ વાઇસ ચેરમેન યોગેશ પટેલને લાફો માર્યો, મામલો પોલીસ મથકે પહોંચ્યો

Mahesana: મહેસાણા જિલ્લાની દૂધસાગર ડેરીની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગમાં ભારે હોબાળો મચ્યો હતો. મીટિંગ દરમિયાન ભ્રષ્ટાચારના મુદ્દે પ્રશ્નો ઉઠાવનાર વાઇસ ચેરમેન યોગેશ પટેલ પર ચેરમેન અશોક ચૌધરી અને ડિરેક્ટર દિલી ચૌધરી દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ લાગ્યો છે. આ ઘટનામાં યોગેશ પટેલની સોનાની ચેન અને ચશ્મા તૂટી ગયા હોવાનું જણાવવામાં આવ્યું છે.આ મામલો હવે બી ડિવિઝન પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે, જ્યાં યોગેશભાઈ પટેલે ચેરમેન અશોક ચૌધરી અને દિલીપ ચૌધરી સામે ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરી છે.

ચેરમેન અશોક ચૌધરીએ વાઇસ ચેરમેન યોગેશ પટેલને લાફો માર્યો

મળતી માહિતી મુજબ દૂધસાગર ડેરીની બોર્ડ મીટિંગ દરમિયાન યોગેશ પટેલે ડેરીના વહીવટ અને નાણાકીય બાબતો અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. ખાસ કરીને, ડેરીના દેવા અંગેના આંકડા પર સવાલ ઉઠ્યા હતા. યોગેશભાઈ પટેલનો દાવો હતો કે ડેરીનું વાસ્તવિક દેવું ₹17 કરોડ છે, જ્યારે ડેરી દ્વારા પ્રકાશિત પત્રિકામાં તેને ₹14 કરોડ દર્શાવવામાં આવ્યું હતું. આ મુદ્દે ચર્ચા દરમિયાન બોલાચાલી ઉગ્ર બની, અને યોગેશભાઈનો આરોપ છે કે ચેરમેન અશોક ચૌધરીએ તેમના પર હુમલો કર્યો અને લાફો માર્યો. આ ઉપરાંત, ચેરમેનના નજીકના ગણાતા ડિરેક્ટર દિલીપ ચૌધરીએ પણ ધક્કામુક્કી કરી હોવાનો આરોપ છે.

ચેરમેન અશોક ચૌધરી તેમજ દિલીપ ચૌધરી સામે ફરિયાદ માટે અરજી 

ઘટના બાદ યોગેશભાઈ પટેલ, ડિરેક્ટર કનુભાઈ ચૌધરી અને ડિરેક્ટર એલ. કે. પટેલ સહિતનું જૂથ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યું અને ચેરમેન અશોક ચૌધરી તેમજ દિલીપ ચૌધરી સામે ફરિયાદ નોંધાવવા માટે અરજી કરી હતી.


ચેરમેન અશોક ચૌધરીએ શું કહ્યું ?

બીજી તરફ, ચેરમેન અશોક ચૌધરીએ આ આરોપોને નકારતા જણાવ્યું હતું કે મીટિંગ દરમિયાન શાંતિપૂર્ણ રીતે ચર્ચા થઈ હતી અને યોગેશપટેલે ઉઠાવેલા પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે આ ઘટના ચૂંટણીના વર્ષમાં ડેરીના વહીવટને બદનામ કરવાનું કાવતરું છે. તેમણે એમ પણ જણાવ્યું કે ડેરીનો વહીવટ પારદર્શક છે અને પશુપાલકોને સારા ભાવ મળે તે માટે કામગીરી ચાલી રહી છે.

ભાજપના મેન્ડેટ પર ચૂંટાયેલા બંને જૂથો વચ્ચે બબાલ

આ ઘટનાએ દૂધસાગર ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને બે જૂથોમાં વહેંચી દીધા છે. એક જૂથ અશોક ચૌધરીની પેનલ સાથે જોડાયેલું છે, જ્યારે બીજું જૂથ કનુભાઈ ચૌધરીની પેનલ સાથે સંકળાયેલું છે. બંને જૂથો ભાજપના મેન્ડેટ પર ચૂંટાયેલા છે, જેના કારણે આ ઘટનાએ રાજકીય રંગ પણ લીધો છે. ખાસ કરીને, ચૂંટણીના વર્ષમાં આ ઘટના ડેરીના વહીવટ અને રાજકીય ગતિવિધિઓ પર અસર કરી શકે છે.

દૂધસાગર ડેરીના વહીવટ અને આંતરિક રાજકારણ પર પ્રશ્નો

બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં યોગેશ પટેલ દ્વારા ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે, અને આગામી દિવસોમાં વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.
આ ઘટનાએ મહેસાણા દૂધસાગર ડેરીના વહીવટ અને આંતરિક રાજકારણ પર પ્રશ્નો ઉભા કર્યા છે. આગામી દિવસોમાં આ મામલે શું વળાંક આવે છે, તે જોવું રહ્યું…

આ પણ વાંચો:

Punjab માં ગેંગ વોર, ગેંગસ્ટર જગ્ગુની માતા અને ASI ના પુત્રની હત્યા

CM Mohan Yadav: મુખ્યમંત્રી પણ પેટ્રોલ પંપ પર છેતરાયા , 19 ગાડીઓમાં ડીઝલની જગ્યાએ પાણી

Gujarat Weather Update: ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ, આજે આ જિલ્લામાં ભુક્કા કાઢશે

Ahmedabad: રથયાત્રામાં ગજરાજ થયા બેકાબૂ, લોકોના જીવ તાળવે ચોંટ્યા

Ahmedabad: પ્લેન ક્રેશને પગલે સાદગીથી નિકળનારી રથયાત્રામાં ‘સિંદૂરીયો ઉત્સાહ’!

Ahmedabad: 148મી જગન્નાથ રથયાત્રાનો ભવ્ય શુભારંભ, પહેલીવાર ભગવાન જગન્નાથને અપાયું ગાર્ડ ઓફ ઓનર

  • Related Posts

    Surat: માતાએ પુત્રને 13મા માળેથી ફેંકી દીધો પછી પોતે લગાવી છલાંગ, હચમચાવી નાખતો કિસ્સો
    • September 4, 2025

    Surat Son Mother Suicide: સુરતમાં સતત આપઘાતની ઘટના વધી રહી છે. ત્યારે હાલ વધુ એક ઘટનાએ સૌ કોઈને હચમચાવ્યા છે. અલથાણ વિસ્તારની માર્તન્ડ હિલ્સ બિલ્ડિંગમાં બુધવારે સાંજે 30 વર્ષીય પૂજા…

    Continue reading
    Bhavnagar: ‘મમ્મી પપ્પા, તમે મને ડોકટર બનાવવા માટે બહુ મહેનત કરી’ તબીબી સ્ટુડન્ટે હોટલમાં ઝેરી દવા ગટગટાવી
    • September 4, 2025

    Bhavnagar:ભાવનગરની સરકારી મેડીકલ કોલેજમાં આંખના વિભાગમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોકટર તરીકે કાર્યરત એક તબીબી સ્ટુડન્ટે પાલિતાણાની એક હોટલમાં ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જે બાદ તબીબ સ્ટુડન્ટને…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Surat: માતાએ પુત્રને 13મા માળેથી ફેંકી દીધો પછી પોતે લગાવી છલાંગ, હચમચાવી નાખતો કિસ્સો

    • September 4, 2025
    • 12 views
    Surat: માતાએ પુત્રને 13મા માળેથી ફેંકી દીધો પછી પોતે લગાવી છલાંગ, હચમચાવી નાખતો કિસ્સો

    Bihar Bandh: બિહાર બંધનો સૌથી ખતરનાક વીડિયો, જોઈને તમે પણ ચોંકી જશો!

    • September 4, 2025
    • 16 views
    Bihar Bandh: બિહાર બંધનો સૌથી ખતરનાક વીડિયો, જોઈને તમે પણ ચોંકી જશો!

    બંગાળના લોકોએ સ્વતંત્રતા માટે લોહી વહેવડાવ્યું, ત્યારે ભાજપનો જન્મ પણ થયો ન હતો: Mamata Banerjee

    • September 4, 2025
    • 15 views
    બંગાળના લોકોએ સ્વતંત્રતા માટે લોહી વહેવડાવ્યું, ત્યારે ભાજપનો જન્મ પણ થયો ન હતો: Mamata Banerjee

    Bhavnagar: ‘મમ્મી પપ્પા, તમે મને ડોકટર બનાવવા માટે બહુ મહેનત કરી’ તબીબી સ્ટુડન્ટે હોટલમાં ઝેરી દવા ગટગટાવી

    • September 4, 2025
    • 23 views
    Bhavnagar: ‘મમ્મી પપ્પા, તમે મને ડોકટર બનાવવા માટે બહુ મહેનત કરી’ તબીબી સ્ટુડન્ટે હોટલમાં ઝેરી દવા ગટગટાવી

    Vantara: વનતારામાં પ્રાણીઓ 4,600થી વધીને 75,000 થયા!, ઝડપથી વધતાં પ્રાણીઓ અંગે સવાલ?

    • September 4, 2025
    • 23 views
    Vantara: વનતારામાં પ્રાણીઓ 4,600થી વધીને 75,000 થયા!, ઝડપથી વધતાં પ્રાણીઓ અંગે સવાલ?

    Bihar Bandh: ભાજપનું બિહાર બંધ ફ્લોપ, ભાજપ નેતાઓએ દાદાગીરી કરી લોકો પર કાઢયો ગુસ્સો!

    • September 4, 2025
    • 16 views
    Bihar Bandh: ભાજપનું બિહાર બંધ ફ્લોપ, ભાજપ નેતાઓએ દાદાગીરી કરી લોકો પર કાઢયો ગુસ્સો!