Ahmedabad: 148મી જગન્નાથ રથયાત્રાનો ભવ્ય શુભારંભ, પહેલીવાર ભગવાન જગન્નાથને અપાયું ગાર્ડ ઓફ ઓનર

Ahmedabad: આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ગુજરાત સહિત દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ઉમંગભેર આરંભ થયો છે. ત્યારે અમદાવાદમાં 148મી રથયાત્રા ભક્તિ અને ઉત્સાહના અદ્ભુત સમન્વય સાથે શરૂ થઈ છે. મહત્વનું છે કે, ઇતિહાસમાં પહેલીવાર ભગવાન જગન્નાથને ગાર્ડ ઓફ ઓનર અપાયું છે તેમજ આ રથયાત્રામાં ઓપરેશન સિંદૂરની ઝલક પણ જોવા મળી હતી. રથયાત્રામાં ઓપરેશન સિંદૂરની થીમથી ટ્રકનો શણગાર કરવામાં આવ્યો હતો. પરંપરા મુજબ, ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સવારે 7 વાગ્યે રથમાં બિરાજી નગરચર્યા માટે નીકળ્યા છે. લાખો ભક્તોની ભીડે શહેરને ભક્તિમય માહોલથી રંગી દીધું છે.

148મી જગન્નાથ રથયાત્રાનો ભવ્ય શુભારંભ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વહેલી સવારે જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરી અને ભક્તિભાવથી દર્શન કર્યાં. તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહ્યા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત પહિંદ વિધિ સંપન્ન કરી અને ગુજરાતના નાગરિકો, ખાસ કરીને કચ્છી સમુદાયને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.

દિલીપદાસજી મહારાજને જગતગુરૂનું સન્માન

જગન્નાથ મંદિરના મહંત 1008 મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજને વૈષ્ણવ સંપ્રદાય દ્વારા ‘જગતગુરૂ’ની ઉચ્ચ પદવી એનાયત કરવામાં આવી. હવે તેઓ ‘જગતગુરૂ દિલીપદાસજી મહારાજ’ તરીકે ઓળખાશે.

અદ્ભુત શણગાર

ભગવાન જગન્નાથે સોનાનો મુગટ અને આભૂષણો ધારણ કર્યા છે, ત્યારે ભગવાન જગન્નાથના દર્શન માટે ભક્તોનો ધસારો જોવા મળ્યો છે.

રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થા

અમદાવાદ પોલીસે ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે કડક અને વ્યવસ્થિત બંદોબસ્ત ગોઠવ્યો છે, 20,000થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ રથયાત્રાના માર્ગ પર ડ્રોન કેમેરાથી મોનીટરીંગ, CCTV દેખરેખ રાખવામાં આવી રહી છે જેથી યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થાય.

રથયાત્રાનું મહત્વ

મહત્વનું છે કે, અષાઢ સુદ બીજે ભગવાન જગન્નાથ સરસપુરમાં મોસાળ જાય છે, જ્યાં બલરામ અને સુભદ્રા સાથે મામેરાની પરંપરા નિભાવવામાં આવે છે. સરસપુરની પોળમાં લાખો ભક્તો જમણવારમાં સહભાગી થાય છે. હાથી, ટેબ્લો, અખાડા, રંગબેરંગી વેશભૂષા અને ભજન મંડળીઓ રથયાત્રાને અનોખું આકર્ષણ આપે છે. આ યાત્રા ભક્તિ, આનંદ અને ઉલ્લાસનો અદ્ભુત પર્વ બની રહે છે, જે અમદાવાદની શાન વધારે છે.

આ પણ વાંચો:

Ahmedabad plane crash: અમદાવાદ પ્લેન દુર્ઘટનાનું રહસ્ય ખૂલશે, બ્લેક બોક્સની મેમરી એક્સેસ થઈ 

AAP Gujarat: ઉમેશ મકવાણા પક્ષની સામે પડ્યા, AAP એ ધારાસભ્યને તગેડી મુક્યા

Ahmedabad: ડ્રેનેજલાઈનમાં વહી ગયેલા વ્યક્તિનો મૃતદેહ 9 કલાકની જહેમત બાદ મળ્યો, મનીષ દોષીએ કહ્યું ‘ગુનાહિત બેદરકારી’

Surat Rain: સુરતને સ્માર્ટ સિટી બનાવવામાં કરોડોનો ખર્ચ, છતાં કટોકટીની સુવિધાઓ કેમ નહીં ?

Agra Lucknow Expressway accident: બિહારથી દિલ્હી જતી બસનો ભયંકર અકસ્માત, 2ના મોત, 50 ઘાયલ

  • Related Posts

    Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
    • September 13, 2026

    Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

    Continue reading
    Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
    • September 13, 2026

    Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

    • September 16, 2026
    • 3 views
    Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

    Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

    • September 16, 2026
    • 4 views
    Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

    UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

    • September 16, 2026
    • 5 views
    UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

    Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

    • September 16, 2026
    • 10 views
    Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

    ‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

    • September 16, 2026
    • 9 views
    ‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

    Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

    • September 16, 2026
    • 12 views
    Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત