
ગુજરાતમાં વારંવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. નરાધમો માનસિક અસ્વસ્થ મહિલાને પણ છોડતાં નથી. ત્યારે આવી જ એક ક્રૂર ઘટના મહેસાણામાંથી બહાર આવી છે. મહેસાણા જિલ્લામાં એક માનસિક અસ્વસ્થ વૃધ્ધ મહિલા પર બળાત્કારના પ્રયાસ બાદ મોત થયું છે.
પરપ્રાંતીય યુવકનું દુષ્ટકૃત્ય
મહેસાણા-અમદાવાદ હાઇવે ઉપર મંડાલી નજીક માનસિક અસ્વસ્થ આધેડ મહિલા સાથે દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ થયો હતો. જો કે લોકોએ મહિલાની ચીસો સાંભળી જતાં લોકોનું ટોળું એકઠું થઈ જતાં આરોપી ફરાર થઈ હતો. આ ઘટના ગઈકાલે સાંજના સમયે બની હતી.
લાંઘણજ પોલીસની પ્રાથમિક તપાસમાં માનસિક અસ્વસ્થ આધેડ મહિલા ગામ નજીક ફેક્ટરીમાં કામ કરતા પરપ્રાંતીય બિહારી યુવકે પોતાની હવસનો શિકાર બનાવવા પ્રયાસ કર્યો હતો. ચંદન નામના બિહારી યુવકે આધેડ મહિલાને હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કરતા મહિલા લથડી હતી. દુષ્કર્મ પ્રયાસમાં અસ્વસ્થ બનેલી મહિલાનું લાંઘણજ પ્રા. આરોગ્ય કેન્દ્રમાં સારવાર દરમિયાન મોત નિપજયું છે. ત્યારે લાંઘણજ પોલીસે દુષ્કર્મ પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે વૃદ્ધ મહિલાનું મોત કયા સંજોગોમાં થયું છે. તે અંગે પીએમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે. આ ઘટના માલે લાંઘણજ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
ઘટના અંગે ડીવાયએસપી મિલાપ પટેલે શું કહ્યું સાંભળો?