
- ગુજરાતમાં 9 વર્ષમાં 17 હજાર કેસ મહિલા પર ત્રાસના
રાજસ્થાનમાં 6 મહિનામાં અત્યાચારના 20 હજાર કેસ - સરકાર નક્કર પગલાં લઈ શકતી નથી
- PM મોદીના દીકરી સુરક્ષાના વચનો પોકળ
Mahila Congress President Alka Lamba: મહિલા કોંગ્રેસ અધ્યક્ષ અલકા લાંબાએ મંગળવારે પોતાને ડબલ એન્જીન ગણાવતી ભાજપ સરકારને હાડે હાથ લીધી હતી. લાંબાએ કહ્યુ હતુ કે વડા પ્રધાન મોદી મોટા દાવા કરે છે, પરંતુ સત્ય સમગ્ર દેશની સામે છે. દેશમાં જ્યાં પણ ભાજપની ડબલ એન્જિન સરકાર છે, તે રાજ્ય દીકરીઓ માટે અભિશાપ સાબિત થઈ રહ્યું છે. ગુજરાત, હરિયાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, રાજસ્થાન, જ્યાં પણ તમે જુઓ, દીકરીઓ સામે ઘણા જઘન્ય કૃત્યો આચરવામાં આવ્યા છે અને પોલીસ આ કિસ્સાઓમાં મૌન સેવીને બેઠી છે.
હાલ મહારાષ્ટ્રમાં કેન્દ્રીય મંત્રીની પુત્રી અને તેના મિત્રો સાથે છેડતીનો મામલો સામે આવ્યો છે. ફરિયાદમાં જણાવાયું છે કે છેડતી કરનાર વ્યક્તિ ભાજપનો પૂર્વ કાઉન્સિલર છે. તેના ફોટા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને ભાજપના ટોચના નેતાઓ સાથે છે. પ્રશ્ન એ છે કે જો કેન્દ્રીય મંત્રીને પોતે ન્યાય ન મળે તો તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપીને પોતાની દીકરી તેમજ અન્ય દીકરીઓ માટે લડવું જોઈએ. લાબાંએ વધુમાં કહ્યું 8 માર્ચ એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, પણ દીકરીઓ પર થઈ રહેલા ગુનાઓનું શું થશે? પુણેમાં 19 વર્ષની છોકરી પર છરીની અણીએ સામૂહિક બળાત્કાર થયો હતો, આ ઘટનાનો વીડિયો બનાવવામાં આવ્યો હતો પરંતુ આ કેસમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
આ પણ વાંચોઃ Maharashtra: કેન્દ્રીય મંત્રીની પુત્રીની છેડતી કરનાર 4 શખ્સો ઝડપાયા, હજુ 3 ફરાર
ગુજરાતમાં 9 વર્ષમાં 17 હજાર દિકરીઓના કેસ
देश में BJP की ‘डबल इंजन’ की सरकारें बेटियों के लिए अभिशाप साबित हो रही हैं।
महाराष्ट्र में केंद्रीय मंत्री की बेटी और उनके दोस्तों के साथ छेड़छाड़ का मामला सामने आया है। FIR के बाद पता चलता है कि छेड़छाड़ करने वाला BJP का पूर्व पार्षद- पीयूष मोरे है।
उसकी तस्वीरें महाराष्ट्र… pic.twitter.com/wzg7fNmdG3
— Congress (@INCIndia) March 4, 2025
મહિલા કોંગ્રેસ અધ્યક્ષ અલકા લાંબાએ ગુજરાતનો ઉલ્લેખ કરતાં કહ્યું હતુ કે છેલ્લા 9 વર્ષમાં ગુજરાતમાં દીકરીઓ વિરુદ્ધ ગુનાના લગભગ 17 હજાર કેસ નોંધાયા છે. દર મહિને લગભગ 200 દીકરીઓ ન્યાય માટે પોલીસ સ્ટેશન પહોંચે છે. ગુજરાતમાં દલિત મહિલા પર બળાત્કારના કેસમાં હાઈકોર્ટના આદેશ પર ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. આ દર્શાવે છે કે પોલીસ દીકરીઓ સાથે નહીં પણ ગુનેગારોની સાથે ઉભી છે.
‘હરિયાણામાં એક છોકરી પર 5 વર્ષ સુધી બળાત્કાર, પણ ભાજપ ચૂપ’
લાંબાએ વધુમાં કહ્યું કે હરિયાણામાં એક યુનિવર્સિટીની છોકરી પર 5 વર્ષ સુધી બળાત્કાર થયો. આપણી દીકરીઓ પર બળાત્કાર થઈ રહ્યો છે, ફરિયાદો થઈ રહી છે, પરંતુ ભાજપ સરકાર મૂક પ્રેક્ષક બનીને ગુનાઓને અંજામ આપી રહી છે. શું તેના તાર હરિયાણાના ભાજપ નેતાઓ સાથે જોડાયેલા છે? મધ્યપ્રદેશની વાત કરીએ તો, અહીં ટીકમગઢમાં ત્રણ સગીર દીકરીઓ પર બળાત્કાર થયો અને 14 વર્ષની છોકરીએ આત્મહત્યા કરી. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ છે કે શું છોકરીને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવી હતી, કારણ કે અહીં જે ગુનો થયો છે તે પણ ભાજપના લોકો સાથે જોડાયેલો છે. મધ્યપ્રદેશના ભોપાલમાં, એક ભાજપના નેતાએ એક સગીર છોકરી પર બળાત્કાર કર્યો પરંતુ કોઈ FIR નોંધાઈ નહીં. મધ્યપ્રદેશના ટીકમગઢમાં એક ભાજપ નેતા સગીરા પર બળાત્કારના કેસમાં પકડાયો હતો. આ ભાજપ નેતાએ ગુનેગારોને આશ્રય આપ્યો હતો જેમણે તેની હોટલમાં એક સગીરનું અપહરણ કરીને બળાત્કાર કર્યો હતો.
ઉત્તરાખંડમાં અંકિતા ભંડારીને ભાજપના નેતાના રિસોર્ટમાં ખરાબ કામ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે અંકિતાએ ના પાડી ત્યારે તેની હત્યા કરવામાં આવી. રાજધાની દિલ્હીમાં એક મહિનામાં ક્રૂરતાની લગભગ 101 ઘટનાઓ બની. દરરોજ ત્રણ કિશોરીઓ અને મહિલાઓ પર બળાત્કાર થાય છે, પરંતુ સરકાર મૌન છે. આ દીકરીઓ માટે કોઈ ઊભું રહે કે ન રહે, કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ ચોક્કસપણે તેમની સાથે મજબૂતીથી ઊભા રહેશે.
6 મહિનામાં રાજસ્થાનમાં મહિલાઓ પર અત્યાચારના 20 હજાર કેસ
મહિલા કોંગ્રેસ અધ્યક્ષે રાજસ્થાનનું નામ લેતાં કહ્યું, “છેલ્લા 6 મહિનામાં રાજસ્થાનમાં મહિલાઓ પર અત્યાચારના 20 હજાર કેસ નોંધાયા છે. ભાજપ સરકારની નિષ્ફળતા છે કે 20 હજાર દીકરીઓનું અત્યાચાર કરવામાં આવ્યો અને સરકાર ગુનેગારોમાં ડર પણ પેદા કરી શકી નહીં. અહીં ચાર વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો અને તેના પર બ્લેડ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ પછી પણ, સરકાર આવા આરોપીને સજા અપાવવામાં નિષ્ફળ રહી છે. જો જવાબદાર લોકો ગુનેગારોને સજા આપી શકતા નથી, તો તેમને પોતાનું પદ છોડી દેવું જોઈએ. અમે નિર્ણય લીધો છે કે અમે સરકારને મહિલા સુરક્ષાના મામલાને હળવાશથી નહીં લેવા દઈએ. અમે આ મામલે સરકારોની જવાબદારી નક્કી કરીશું.”
આ પણ વાંચોઃ UP વિધાનસભામાં કોણ થૂકી ગયું? અધ્યક્ષ મગનું નામ મરી પડવા તૈયાર નથી, શું નામ આપતાં ડરે છે? |UP Assembly Spit
આ પણ વાંચોઃ ‘કુંભમાં 33 કરોડ મહિલાઓ આવી પણ ગુનાની એકપણ ઘટના નહીં’, આખરે યોગી કહેવા શું માગે છે? |Mahakumbh
આ પણ વાંચોઃ ગુજરાતમાં જન્મ-મરણના દાખલા પર મોંઘવારી સવાર, રુ. 10ને બદલે 50 કર્યા |Birth-death certificate fees