
Gandhinagar: ગાંધીનગરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ગાંધીનગરની નભોઈ કેનાલમાં કાર ખાબકતા 5 લોકોના ડુબવાના સમાચાર સામે આવ્યા છે. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ફાયરબ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું. ફાયરબ્રિગેડની ટીમે એક યુવતી સહિત 2ની લાશ બહાર કઢાઈ છે.
કેનાલમાં કાર ખાબકતા 5 લોકો ડૂબ્યા
મળતી માહિતી મુજબ ગાંધીનગરના નભોઈ કેનાલમાં એક કાર ખાબકવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં કારમાં સવાર તમામ લોકો ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામા આવી છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી અને ફાયરની ટીમે એક યુવતી સહિત 2 લોકોની લાશ બહાર કાઢી છે. પ્રાથમિક માહિતી મુજબ, કારમાં પાંચ લોકો સવાર હતા. ફાયરબ્રિગેડ દ્વારા હજુ બાકીના લોકોની શોધખોળ શરુ કરવામા આવી છે.
બચાવ કામગીરી ચાલુ
જો કે, કાર કેનાલમાં કેવી રીતે ખાબકી તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. પોલીસ અને સ્થાનિક પ્રશાસને ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. હાલ તો ફાયરબ્રિગેડ અને સ્થાનિક પ્રશાસન દ્વારા બચાવ કામગીરી ચાલુ છે.










