
Mehsana: મહેસાણાના ખેરાલુની વૃંદાવન ચોકડી નજીક રિક્ષાને બસે અડફેટે લેતાં બાજુમાં ઉભેલી 65 વર્ષિય વધ્ધાને ગંભીર ઈજાઓ પહોંચી છે. તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસે ઢસડતાં રિક્ષા વીજપોલ વચ્ચે ભીચેડાઈ ગઈ હતી.
ગઈકાલે(25 માર્ચે) પાલનપુરથી આવતી બસ ( GJ-18-Z-3692)ના ચાલકે બેફામ ઝડપે બસ ચલાવી રોડ સાઈડ ઉભેલી રિક્ષાને અડફેટે લીધી હતી. બસના દરવાજાનું મજાગરો રિક્ષાના આગળના ભાગમાં ભરાઈ ગયું હતુ. જેથી બસ સાથે રિક્ષા ઢસડાઈ હતી. તે દરમિયાન વીજ થાંભલાની બાજુમાં ઉભેલા 65 વર્ષિય વૃધ્ધા વર્ષીય જડીબેન દેવીપૂજક અડફેટે આવી ગયા હતા. જેથી તેમને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતાં ખેરાલું હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે ઈજાઓ વધુ હોવાથી તેમને તાત્કાલિક વડનગરની હોસ્પિટલની સિવિલ રિફર કરવામાં આવ્યા છે.
બીજી બાજુ રિક્ષાચાલક અને બસચાલકે એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા હોવાનું જાણવા હતુ. સ્થાનિકો કહે છે કે રોડ નજીક આડેધડ વાહનો ઉભા રાખી દેવામાં આવે છે. જેથી આવા અકસ્માત સર્જાય છે.