
- મિલ્કીપુર પેટાચૂંટણી: ઉત્તર પ્રદેશની મિલ્કીપુર સીટ પર કોણ આગળ અને કોણ પાછળ?
દિલ્હી વિધાનસભા ચૂંટણીની શરૂઆતના વલણો વચ્ચે ઉત્તર પ્રદેશની એક સીટ પર પેટાચૂંટણીનો નિર્ણય આજે આવવાનો છે.
મિલ્કીપુર સીટ પર મતગણતરી ચાલી રહી છે અને અહીં ત્રણ રાઉન્ડની ગણતરી થઈ ચૂકી છે.
સવારે દસ વાગ્યા સુધી આ સીટ પર ભાજપાના ચંદ્રભૂષણ પાસવાન 17 હજારથી વધારે વોટથી આગળ ચાલી રહ્યાં છે.
અહીં તેમનો મુખ્ય હરિફ સમાજવાદી પાર્ટીના અજીત પ્રસાદ છે. અજીત પ્રસાદ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ફેઝાબાદ સીટથી સાંસદ અવધેશ પ્રસાદના પુત્ર છે.
આ સીટ પર આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)ના સંતોષ કુમાર હાલમાં ત્રીજા નંબર પર ચાલી રહ્યાં છે.
આ પણ વાંચો- દિલ્હી ચૂંટણી પરિણામ: દિલ્હીમાં બીજેપી જીત તરફ AAP બનશે સત્તાવિહોણી