
MLA Ramanlal Vora: શિસ્ત બદ્ધ કહેવાતી ભારતીય જનતા પાર્ટીમાં હાલમાં અંદરખાને નેતાઓ હાંડલા કુસ્તી કરી રહ્યા છે. ત્યારે ભાજપના વધુ એક નેતાએ પક્ષ વિરોધી ઉશ્કેરણી કરી હોવાનું સામે આવ્યું છે.
ધારાસભ્ય રમણલાલ વોરાની વોટ્સએપ ચેટ વાયરલ
હાલમાં ઈટરના ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાની વોટ્સએપ ચેટ વાયરલ થઈ છે જેના કારણે રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. રમણલાલ વોરાએ જાદર તાલુકાની રચના ન થતાં કાર્યકરોની પક્ષ વિરોધી ઉશ્કેરી કરતા મેસેજ કર્યા છે જેમાં તેમણે કહ્યું છે કે, તમે તૈયારી શરુ કરો, જાદર તાલુકો જાહેર ન થાય તો ઈટરમાં વિસાવદરવાળી કરવી પડશે. આ ઉપરાંત તેમણે પોતાના કાર્યકરોને ગાંધીનગર સુધી જાદર તાલુકાની રચનાનો મુદ્દો ગુંજવવા પણ કહ્યું છે.
સ્થાનિક સંગઠન મુદ્દે શું કહ્યું?
વધુમાં તેમણે કહ્યું કે, ભાજપનું સ્થાનિક સંગઠન પણ આ મુદ્દે કંઈ કરતું નથી. કારણ કે તેમનું પક્ષમાં કંઈ ઉપજતું નથી, ઈટરના લોકો જાદર તાલુકાની રચના થવા દેતા નથી. હાલમાં આપણી પ્રાથમિકતા જાદર તાલુકાની રચના છે. સરકારે કરવું હોત તો ત્રણ વર્ષમાં કરી દીધો હોત, ‘ઇડરવાળા તાલુકો નહીં થવા દે,વિસાવદરવાળી કરવાનું છે તૈયારી ચાલુ કરો ભાઇઓ.’
મહત્વનું છે કે, ગુજરાત સરકારના તાજા નિર્ણયમાં 17 નવા તાલુકાઓની રચના મંજૂર થઈ છે, જેમાં બનાસકાંઠા જિલ્લાને વાવ-થરાદ જેવા નવા જિલ્લા સાથે મળીને વધુ શક્તિ મળી છે. પરંતુ સાબરકાંઠા જિલ્લાના જાદર વિસ્તારના લોકો માટે આ ખુશીનો પળ નથી થયો. વર્ષોથી ચાલી આવતી જાદર તાલુકાની માંગને અવગણવાથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે, અને આખરે ઇડર વિધાનસભા બેઠકના ભાજપ ધારાસભ્ય રમણલાલ વોરાએ વોટ્સએપ દ્વારા ખુલ્લું વિદ્રોહ જાહેર કર્યો છે.આ ચેટ જાદર ભાજપના કાર્યકર્તાઓના ગ્રુપમાં મોકલાયા પછી વાયરલ થઈ ગયા છે.
રમણલાલ વોરાએ કરી સ્પષ્ટતા
“આ ચેટ વાયરલ થતા હોબાળો થયો હતો અને રમણલાલ વોરાએ સ્પષ્ટતા કરી છે, હું ભારતીય જનતા પાર્ટીનો એક નિષ્ઠાવાન કાર્યકર્તા છું, મેં ક્યારેય ભાજપ અંગે કોઈ નકારાત્મક (નેગેટિવ) વાત કરી નથી, મારી પાસે બે મોબાઈલ છે. મારા નામે આ વિસાવદરવાળી કૉમેન્ટ કરવામાં આવી છે. આ મેં નથી કરી”
રમણલાલ વોરાએ પોતાના વિસ્તારના લોકો માટે શું કર્યું ?
રમણલાલ વોરા ભાજપના ધારાસભ્ય છે ત્યારે અહીંના સ્થાનિક લોકો માટે તેમણે શું કર્યું ? પોતાના વિસ્તારમાં તેમણે કેટલો વિકાસ કર્યો છે ? રમણલાલ વોરાએ પોતાના વિસ્તારમાં કશું કર્યું નથી જો કર્યું હોત તો તેમને આ ના કહેવું પડત. તેમણે આ મેસેજ સ્પષ્ટ સંદેશ આપે છે કે, તેઓ કાર્યકર્તાઓને ઉશ્કેરી રહ્યા છે. શું આ વિસાવદરવાળીની ધમકીથી સરકારનો વિચાર બદલાશે, તે જોવાનું રહેશે.
રમણલાલ વોરાના વિવાદો
પૂર્વ ભાજપ ધારાસભ્ય પૂનમ મકવાણાએ ગાંધીનગર કલેક્ટરને લખિત ફરિયાદ કરી, જેમાં વોરા પર કરોડોની જમીન વ્યવહારમાં કર ચોરી કરવાના આરોપ લગાવ્યા છે.
વોરા પર આરોપ છે કે તેઓએ ખોટા નામ ‘રમણલાલ ઈશ્વરલાલ’ હેઠળ ખેડૂત પ્રમાણપત્ર મેળવીને 2004 માં ગાંધીનગરના પલાજ ગામ અને ઈડરના દાવડ ગામમાં કૃષિ જમીન ખરીદી હતી, જે ખેડૂતો સિવાયના વ્યક્તિઓ માટે પ્રતિબંધિત છે.
આ પણ વાંચો:
Gujarat Politics: મોદીના ગઢ ગુજરાતની કમાન શું ફરી આનંદીબેન પટેલ સંભાળશે?, જુઓ વીડિયો
UP: પુત્રએ દરવાજો ખોલતાં જ માતાને લોહીના ખાબોચીયામાં જોઈ, 20 વર્ષનો ભાઈ ગુમ, આખરે લખનૌમાં શું થયું?
UP: મુસ્લિમ છોકરીઓની સેના બનાવીને મોહમ્મદ રઝા શું કરવા માંગતો હતો?








