MNREGA scam : AAP પાર્ટીએ કોંગ્રેસના હીરા જોટવાનો પ્રચાર કર્યો હવે કૌભાંડ જાહેર કર્યું

અહેવાલ : દિલીપ પટેલ

MNREGA scam : દાહોદ, ભરૂચ અને વેરાવળ મનરેગા કૌભાંડની પ્રયોગશાળા બની ગઈ છે. જ્યાં આર્થિક કૌભાંડ અને રાજકીય છળ થયા છે. કોંગ્રેસ, આમ આદમી પક્ષ અને ભાજપ આ કૌભાંડમાં એકબીજાના પૂરક બની ગયા છે. જેને જીતાડવા માટે મેદાને હતા તે હવે જોટવાના કૌભાંડ જાહેર કરી રહ્યાં છે.

હિરા જોટવાને જીતાડવા માટે આપએ પ્રચાર કર્યો

ઉલ્લેખનીય છેકે, હિરા જોટવાને જીતાડવા માટે આમ આદમી પાર્ટીએ જૂનાગઢમાં નેતાઓ મોકલ્યા હતા. જેમાં પ્રવિણ રામ, ધારાસભ્ય હેમંત ખવા અને આપના અનેક કાર્યકરો કૌભાંડી જોટવાને જીતાડવા લોકસભામાં કામ કરી રહ્યાં હતા. હવે આમ આદમીના ધારાસભ્ય ચૈતર વસાવા તેના કૌભાંડો જાહેર કરીને સીબીઆઈની તપાસની માગણી કરી રહ્યાં છે.

લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ

ભાજપના મંત્રી પર તપાસ ચાલતી હોય ત્યારે 56 વર્ષના કોંગ્રેસના ઉપપ્રમુખ જોટવાનું નામ બહાર આવ્યું છે. પોલીસે ભાજપના પ્રધાન પુત્રોની ધરપકડ થઈ ત્યારે જાતે પ્રસિદ્ધિ લીધી ન હતી. પણ જોટવામાં ટીવી કેમેરાને હાજર રહેવા પોલીસ દરેક જગ્યાએ સૂચના આપી રહી છે. ત્યારે દાહોદમાં ભાજપનો મોટો ભ્રષ્ટાચાર જાહેર થતાં હવે લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દાહોદ પછી ભરૂચ જિલ્લો મનરેગા યોજનાના કૌભાંડમાં જાહેર થયો છે. પક્ષ બદલાય છે ભ્રષ્ટાચાર એજ રહે છે.

હિરા જોટવા મુખ્યમંત્રીને મળ્યા

જોટવાએ ભરૂચ ભાજપના એક નેતાને રૂપિયા આપ્યા હોવાની પણ વાત સામે આવી છે. જોટવા કૌભાંડથી બચવા માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને મળવા ગયો હતો. પિતા-પુત્રએ મળીને સરકારનું 2500 કરોડ નાણાં ફેરવી લીધા હોવાનું માનવામાં આવે છે.

કૌભાંડમાં ભાજપ-કોંગ્રેસના અનેક નેતાઓ સામેલ

કૌભાંડમાં માત્ર બચુ ખાબડના દીકરાઓ જ નહીં, પણ ભાજપ-કોંગ્રેસના અનેક નેતાઓ સામેલ હતા. મનરેગાના કામ કર્યા સિવાય 71 કરોડનું કૌભાંડ કર્યું હતું. તેમના પુત્ર કિરણ અને બળવંત ખાબડે કૌભાંડ કર્યું હતું. રાજ ટ્રેડર્સ અને રાજ કન્સ્ટ્રક્શન એજન્સી મંત્રીના પુત્રોના નામે હતી. તમને જણાવી દઈએ કે, ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્યમંત્રી છે બચુભાઈ ખાબડ. બચુભાઈ ખાબડ દેવગઢ બારીયાથી ધારાસભ્ય છે.

પેમેન્ટ અટકતા હિરા જોટવાએ અધિકારીને જાનથી મારી નાખવાની આપી ધમકી

ભુતકાળમાં સુંદરપરામાં મનરેગાના કામમાં થયેલી ગેરરીતિમાં હીરા જોટવાનું નામ સામે આવ્યું હતુ. જેથી 4 કરોડ રૂપિયાનું પેમેન્ટ પણ અટકી પડ્યું હતું. આ 4 કરોડનું પેમેન્ટ અટકતા હિરા જોટવાએ અધિકારીને મર્ડરની ધમકી આપી હતી આ મામલે 2018માં પોલીસ ફરિયાદ પણ થઈ હતી. હીરા જોટવાથી ગામના લોકો નામ લેતા હજુ ધ્રૂજે છે.

કોને ફરિયાદ કરી ?

ભરૂચ ખાતે મદદનીશ પ્રાયોજના અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રતિક ઉદેસિંહ ચૌધરીએ મનરેગા યોજનામાં આમોદ, જંબુસર, હાંસોટમાં કરોડોનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સી (પિયુષભાઇ નુકાણી) , મુરલીધર એન્ટરપ્રાઈઝ (જોધાભાઇ સભાડ) અને કરાર આધારિત આઉટસોર્સ કર્મચારી સામે ફરિયાદ નોંધાઈ હતી.ભરૂચ જિલ્લાના 56 ગામોમાં મનરેગા કૌભાંડની ફરિયાદ હતી. જેમાં 470 કામોમાં ₹7.49 કરોડની ગેરરીતિ થઈ છે. કામ થયું નથી અને તેના રૂપિયા સીધા ચૂકવી દેવામાં આવ્યા હતા.આ મામલે પોલીસ દ્વારા 50થી વધુ લોકોના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે.

કૌભાંડનો સમયગાળો

20 જાન્યુઆરી 2023 થી 30 મે 2025, આ સમયગાળામાં સરકારી ખર્ચમાં ગેરરીતિ, બિલ, અને વધુ મટિરિયલ બતાવવાના માધ્યમથી ₹7.30 કરોડનો ખર્ચ ભ્રષ્ટ રીતે દાવો કરાયો હતો.

35 એજન્સીઓ સામે ગુનો દાખલ

ભરુચ જિલ્લા પંચાયતે તપાસ કરી હતી. બાદ પોલીસે ડીઆરડીએ નિયામકની ફરિયાદના આધારે દેવગઢ બારીયાની 28 તેમજ ધાનપુર તાલુકાની 7 મળી માલ સપ્લાય કરતી કુલ 35 એજન્સીઓ સામે રકમ સહિત નામજોગ ગુનો દાખલ કર્યો હતો. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છેકે, એજન્સી દ્વારા નિયત માનવશ્રમનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો અને જાતે જ યાંત્રિક મશીનરીથી રોડ રસ્તાના કામો કર્યા હતા, જેમાં શ્રમયોગીઓને રોજગારી મળી ન હતી.

કોની કોની ધરપકડ કરવામા આવી ?

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હિરા જોટવા અને તેનો પુત્ર દિગ્વિજય ગરીબોની યોજનામાં ભ્રષ્ટાચાર કરવા બદલ પકડાયા છે. આ સાથે હાંસોટ તાલુકા પંચાયતના ઓપરેટર હિરેન ટેલરની પણ ધરપકડ કરવામાં આવી છે. તેમજ જલારામ એન્ટરપ્રાઇઝના પિયુષ ઉકાળી અને મુરલીધર એન્ટરપ્રાઈઝના જોધા સભાડની ધરપકડ કરી છે. આ ઉપરાંત ગીર સોમનાથના શરમન સોલંકીની પણ પોલીસે ધરપકડ કરી છે.
6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

જલારામ – મુરલીધર એન્ટરપ્રાઈઝ

હિરા જોટવા માટે મનરેગાનું કામ કરનાર એજન્સીઓ જલારામ અને મુરલીધર એન્ટરપ્રાઈઝ હતી. તેઓએ માલસામાન આપ્યા વગર ખોટા જોબકાર્ડ બનાવી સરકારી રૂપિયા મેળવ્યા હતા.હિરા જોટવા અને તેના પરિવારજનોના બેંક ખાતામાં વ્યક્તિગત બેંક ખાતા અને કંપનીના ખાતામાં જમા કરવામાં આવ્યા હતા. કૌભાંડના 3 થી 4 કરોડ રૂપિયા હીરા જોટવાના દિગ્વિજય રોડવેઝ અને તેમના પુત્ર દિગ્વિયજના જોટવા એન્ટરપ્રાઇઝમાં જમા કરાયા હતા.

દિગ્વિજય જોટવા બે દિવસ પહેલા જ સરપંચ તરીકે ચૂંટાયા

મહત્વનુ છેકે, દિગ્વિજય જોટવા તાજેતરમાં જ સુપાસી ગ્રામ પંચાયતથી ચૂંટણી લડીને સરપંચ બન્યા હતા અને તેમણે તેની ઉજવણી પણ કરી હતી ત્યારે સરપંચ બન્યાના બે દિવસ બાદ તેમની ધરપકડ થતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

400 કરોડના કૌભાંડના આક્ષેપ 

ત્યારબાદ આ મામલે AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ કોંગ્રેસનાં નેતા હિરા જોટવા પર આદિવાસી વિસ્તારમાંથી ‘મનરેગા કૌભાંડ’ હેઠળ 400 કરોડ રૂપિયા ખંખેર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. ચૈતર વસાવાએ CBI તપાસની માંગ કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે કૌભાંડમાંથી એકઠા થયેલા નાણાં હવાલા મારફતે લંડન મોકલાયા અને ત્યાં મોટું રોકાણ કરવામાં આવ્યું. વસાવાએ દાવો કર્યો કે હીરા જોટવા આ રકમ લઈને લંડન ભાગવાની યોજના બનાવી રહ્યા હતા.

હિરા જોટવા કોણ છે?

કોંગ્રેસના ઉમેદવાર તરીકે હિરા જોટવાએ વર્ષ 2022માં જૂનાગઢલોકસભાની ચૂંટણી લડી.
1991થી 2004 સુધી સુપાસી ગામના સરપંચ.
1995થી વર્ષ 2000 સુધી વેરાવળ યુવક કોંગ્રેસ પ્રમુખ.
2000થી 2005 જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ.
2006થી વર્ષ 2013 સુધી વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ.
2019થી 2023 સુધી પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી.
2022માં કેશોદ વિધાનસભાની ચૂંટણી લડી.
2020થી 2025 અને આગળ પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ.

મનરેગા યોજના શું છે

ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર હેઠળ યોજનામાં 100થી 365 દિવસની વેતન રોજગારી પૂરી પાડવાનો અને ગ્રામીણ વિસ્તારમાં આજીવિકા આપવામાં આવે છે.

લંડન ભાગવાના હતા

આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ CBI તપાસની માગ કરી હતી. તેમણે કૌભાંડથી ભેગા કરાયેલા રૂપિયા હવાલાથી લંડનની કંપનીમાં મોકલ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. હિરા જોટવા કરોડો રૂપિયા ભેગા કરી લંડન નાસી જવાની યોજના હતી.

આ પણ વાંચો:

Shefali Jariwala Passed Away: કાંટા લગા ફેમ’ શેફાલી જરીવાલાનું નિધન, 42 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું

Jagannath RathYatra: પુરીમાં જગન્નાથ રથયાત્રા દરમિયાન 625 ભક્તોની તબિયત લથડી, જાણો શું છે કારણ?

Ahmedabad Plane Crash: ગુજરાત પોલીસે પ્લેનનો વીડિયો ઉતારનાર માસૂમ આર્યનને મનથી તોડી નાખ્યો?

MGNREGA Scam: કોંગ્રેસ નેતા હીરા જોટવા બાદ પૂત્રની ધરપકડ, શું હવે અમિત ચાવડા કંઈ બોલશે?

Pakistan માં મોટો આત્મઘાતી હુમલો, 13 સૈનિકોના મોત, 10 ઘાયલ

Shefali Jariwala Passed Away: કાંટા લગા ફેમ’ શેફાલી જરીવાલાનું નિધન, 42 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું

  • Related Posts

    BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!
    • October 28, 2025

    BOTAD: બોટાદ જિલ્લાના એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) યાર્ડમાં કપાસ અને અન્ય પાકની ખરીદી દરમિયાન ચાલતી ‘કડદા‘ (અથવા ‘કળદા‘) પ્રથા અંગે હાલમાં તીવ્ર વિવાદ ચાલી રહ્યો છે. આ પ્રથા એવી…

    Continue reading
    RTI અંગે હર્ષ સંઘવી જૂઠ્ઠુ બોલ્યા!, જુઓ
    • October 21, 2025

    તા. 06-10-2025ના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા એક પરિસંવાદનું આયોજન થયું હતું. ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હોલમાં. તેમાં માહિતી અધિકાર ( RTI ) માટે કામ કરતા નાગરિકો, તેમની સંસ્થાઓ, માહિતી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

    • October 28, 2025
    • 3 views
    UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

    Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

    • October 28, 2025
    • 1 views
    Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

    Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!

    • October 28, 2025
    • 4 views
    Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”,  આતંકી ઝહીર સપના જુએ છે!!

    રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

    • October 28, 2025
    • 7 views
    રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

    Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

    • October 28, 2025
    • 22 views
    Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

    Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

    • October 28, 2025
    • 9 views
    Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!