
અહેવાલ : દિલીપ પટેલ, વરિષ્ઠ પત્રકાર
Modi Gas Scam:ક્રિષ્ણા-ગોદાવરી બેઝીનમાં 20 ટ્રિલિયન ક્યુબિક ફીટ (TcF) ગેસ અને તેલના જથ્થાની અફવા ફેલાવીને તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાને છેતર્યું હોવાનો આરોપ લાગ્યો છે. 17 જુલાઈ 2008ના દિવસે, મોદીએ દક્ષિણ ભારતની દિરા નજીકના દરીયામાં GSPCના કેજી-22 તેલ કુવા પરથી રાષ્ટ્રીય પ્રચાર માધ્યમોને સંબોધન કરીને આવો મોટો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતે દેશનો સૌથી વિશાળ પેટ્રોલિયમ ભંડાર શોધી કાઢ્યો છે, જે 20 TcF ગેસ અને તેલનો જથ્થો છે, જે 600 હજાર અબજ લિટરના બરાબર છે.પરંતુ, આ દાવો ખોટો સાબિત થયો.
ગુજરાતની પ્રજાના રૂ. 20 હજાર કરોડ વેડફી નાંખ્યા
20 TcF હિસાબે, ગુજરાતના 6 કરોડ લોકોને 1 કરોડ લીટર ગેસ અને તેલ મળવાની વાત કરવામાં આવી હતી, પરંતુ 20 વર્ષ પછી પણ 1 લિટર પેટ્રોલ અથવા ગેસ પણ જનતાને મળ્યું નથી. મોદીએ ગુજરાતની પ્રજાના રૂ. 20 હજાર કરોડના ટેક્સના પૈસા પેટ્રોલ મેળવવા વેડફી નાંખ્યા, પરંતુ પરિણામ શૂન્ય રહ્યું.જીએસપીસીને કેજી બ્લોક (1859 ચો.કિ.મી.) ફાળવાયો હતો, જેમાં ગુજરાતનો ભાગ 80 ટકા હતો. જુલાઈ 2004માં 3-ડી સેસ્મિક ડેટા મેળવ્યા બાદ કુવાના શારકામની શરૂઆત કરવામાં આવી, અને કેજી-8 (દીનદયાળ વેસ્ટ) કુવામાંથી પ્રતિદિન 10 એમએમસીએફ ગેસ મળી આવ્યો હતો. પરંતુ, કેજી-22 કુવાનું શારકામ 6 કિલોમીટર ઉંડે સફળ રહ્યું, જ્યાંથી સાડા ચાર કિલોમીટર ઉંડેથી રોજના 27 MCFT ગેસ મળી આવ્યો. દીનદયાળ ઇસ્ટ બ્લોકમાં વધુ ગેસની ક્ષમતા હોવાની આશા હતી, પરંતુ તે પણ પૂરી ન પડી.
પ્રજાને તેલ કે ગેસ ન મળ્યો
મોદીએ કહ્યું હતું કે, 2010થી પ્રતિદિન 10 મિલીયન ક્યુબિક મીટર ગેસ ઉત્પાદન થશે, અને ગુજરાત સુધી ગેસ પહોંચાડવા રિલાયન્સની પાઈપલાઈન નાંખવામાં આવશે. પરંતુ, આ વાયદા પણ હવામાં ગુમ થઈ ગયા. જીએસપીસીએ દેશ અને વિદેશમાં 61 બ્લોક્સના કરારો કર્યા, પરંતુ પરિણામો નજરે પડ્યા નહીં. ગુજરાતમાં 1200 કિમીની ગેસ ગ્રીડ અને 110 સીએનજી સ્ટેશનો સ્થાપવામાં આવ્યા, પરંતુ જનતાને ગેસ અથવા તેલનો લાભ મળ્યો નથી.મોદીનો આ “ગુબ્બારો” જનતાના ટેક્સના પૈસાનો દુરુપયોગ દર્શાવે છે, અને આજે પણ ગુજરાતની જનતા પેટ્રોલની વધતી કિમતોનો સામનો કરી રહી છે. આ મુદ્દે જનતાનો રોષ વધી રહ્યો છે, અને સરકાર પરના કટાક્ષો વધુ તીવ્ર બની રહ્યા છે.
આ પણ વાંચો:










