
Morabi: મોરબીમાં વ્યાજખોરીના વધતા દૂષણ અટકવવા, વ્યાજખોરોની દાદાગીરીથી કંટાળીને જીવન હારી જવા માટે મજબુર થતા હતભાગીઓ માટે મોરબીમાં આંદોલન શરુ કરાયું છે. આ આંદોલન છેલ્લા 6 મહિનાથી ચાલી રહ્યું છે.
મોરબીમાં સામાજિક જૂથે વ્યાજખોરો સામે 6 મહિનામાં 167 અરજી પોલીસને આપી હતી. 150 અરજીઓમાં સમાધાન થતાં મોરબીમાં 18 પોલીસ ફરિયાદ થઈ હતી.
સામાજિક જૂથે રૂપિયા 200 કરોડ વ્યાજખોરોનીથી મોરબીમાં બચાવ્યા છે.
પોલીસ મથકમાં જ સમાધાન માટે મોરબીમાં નવી પહેલ
સામાજિક જૂથ 17 હજાર કાર્યકરો વ્યાજખોરો અને ભોગ બનેલાને શોધી કાઢવા ઝૂંબેશ ચલાવે છે. રાજયમાં 21 જુન 2024માં 10 દિવસમાં 134 ફરીયાદમાં 226 લોકો પકડાયા હતા. એક મહિનામાં રાજ્યભરમાં યોજાયેલા 568 લોકદરબારમાં 32 હજારથી વધુ નાગરિકો જોડાયા હતા. બીજી બાજુ વ્યાજખોરોની ફરિયાદમાં પોલીસ મથકમાં જ સમાધાન કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે મોરબીમાં વ્યાજના બનાવોને લઈ જાહેર સભાઓ પણ કરવામાં આવે છે.
વ્યાજખોર વિરુદ્ધની રાજ્યવ્યાપી ડ્રાઇવ દરમિયાન 87 એફ.આઇ.આર દાખલ કરી છે. ગુજરાતમાં 1481 આરોપીઓની સામે ગુના દાખલ કરીને 1039 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યના માથાભારે વ્યાજખોરો સામે 27 પાસાની દરખાસ્ત કરવામાં આવી છે. ત્યારે આ વીડિયો જુઓ.. મોરબીમાં વ્યાજખોરોને ડામવાનું આંદોલન કેવી રીતે ચાલે છે?
આ પણ વાંચોઃ નેતાઓના આ સવલા-જવાબથી ભાજપ સરકારની પોલ ખુલી? | Government
આ પણ વાંચોઃ ખંભાતનો દરિયો વધી રહ્યો છે આગળ, માટીની ભેખડો ધસી, કેમ આવું થઈ રહ્યું છે અને શું અસર થશે? |Gulf of Khambhat
આ પણ વાંચોઃ Anand: પાલિકા કારોબારી ચેરમેનની પત્ની અને સોશિલય મિડિયા ઈન્ફ્લુએન્સર રિદ્ધિ પટેલનું મોત
આ પણ વાંચોઃ Rajkot Crime: આરોપી ભૂવાએ મહિલાના મોતનો દોષ માતાપિતા પર નાખ્યો, વાંચો વધુ