
Chaitar Vasava VS Mansukh Vasava : નર્મદા જિલ્લામાં રાઈટ ટુ એજ્યુકેશન (RTE) યોજના હેઠળ મફત શિક્ષણ મેળવવા માટે બનાવટી આવકના દાખલાઓ બનાવવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં ભાજપનો કાર્યકર એવો દર્પણ પટેલ સરપંચ અને તલાટીના ખોટા સિક્કા બનાવીને આખું કૌભાંડ આચરતો હોવાનો ખુલાસો થયો છે. આ સમગ્ર મામલે 5 આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. મુખ્ય સૂત્રધાર દર્પણ પટેલ સહિત પાંચેય આરોપીઓ ફરાર છે.આ ઘટનાએ સ્થાનિક વહીવટ અને શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચાવી દીધો છે. ત્યારે આ મામલે હવે ભાજપ સાંસદ મનસુખ વસાવા પણ સામે આવ્યા છે તેમણે આ મામલે પોતાની જ પાર્ટી ભાજપ, કોંગ્રેસ , આપ પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા.
નર્મદામાં RTE કૌભાંડ મામલે સાંસદ મનસુખ વસાવાના આક્ષેપ
સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પરપ્રહાર કરતા કહ્યું કે, આ કૌભાંડ તો છેલ્લા 3-4 વર્ષથી ચાલતું હતું તો ચૈતર વસાવા આટલા દિવસ સુધી કેમ મૌન રહ્યા ? આ કૌભાંડમા ત્રણેય પાર્ટીના લોકો સામેલ હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે અને વધુમાં તેમણે આ મામલે તપાસ કરવામા આવી રહી છે જેથી વધુ નામ ખુલવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.
દૂધમાં ને દહીમાં હાથ રાખવાની વૃત્તિવાળા કોણ ?
સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પર આરોપ લગાવ્યો છે કે, નિરંજન વસાવા મુખ્ય આરોપી દર્પણ પટેલના મિત્ર છે અને તેઓ માત્ર 1 કિલોમીટરના અંતરે રહે છે. જેથી તેમને આ કૌભાંડની જાણ નહીં હોય તેવી શંકા વ્યક્ત કરી હતી.તેમણે કહ્યું કે, આ લોકો દૂધમાં ને દહીમાં હાથ રાખવાની વૃત્તિવાળા છે. બધાના તાર એકબીજા સાથે અડેલા હોવાથી કોઈ બોલતું ન હોવાનું મનસુખ વસાવાએ જણાવ્યું હતું.આ મામલે તેમણે કહ્યું કે, ભાજપના નેતાઓ કે કોંગ્રેસના નેતાઓ આ મામલે કશું બોલતા નથી તેમણે કહ્યું કે તેઓએ જિલ્લા સંકલન મિટિંગમાં આખા કૌભાંડની તપાસની માંગણી કરી હતી.આ કૌભાંડમાં હજુ સુધી કોઈ પકડાયું ન હોવાથી તેમાં પોલીસ પણ કૌભાંડીઓને છાવરતી હોવાના આક્ષેપ કર્યા છે.
મનસુખ વસાવાના આક્ષેપ પર ચૈતર વસાવાના પ્રતિઆક્ષેપ
મનસુખ વસાવાના આક્ષેપ પર ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ પ્રતિઆક્ષેપ કર્યો છે. તેમણે ભાજપના અનેક નેતાઓ આરોપીઓને બચાવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ સાથે તેમણે પોલીસ પણ આરોપીને બચવવા માટે ધીમીગતિએ તપાસ કરી રહી હોવાના આક્ષેપ લગાવ્યા છે.
આમ આ કૌભાંડ મામલે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા આમને સામને આવ્યા છે. અને બંન્ને એક બીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. પરંતુ અહીં સવાલ તે થાય છે કે મનસુખ વસાવા હાલના સાંસદ છે આટલા મોટા કૌભાંડ વિશે તેમણે જાણ હતી તો તેમણે કેમ કંઈ ન કર્યું ? સાંસદ થઈને માત્ર તપાસની માંગ કરી રહ્યા છે શું સરકારમાં મનસુખ વસાવાનું કશું નથી ચાલતુું ? માત્ર બોલવાથી અને રજૂઆત કરવાથી શું થાય ? તમારી પાર્ટીની સરકાર છે થતા પણ સાંસદથી કંઈ ઉપજતું કેમ નથી ?
આ પણ વાંચોઃ
Chhattisgarh માં સુરક્ષા દળોને મોટી સફળતા, એન્કાઉન્ટરમાં 26 થી વધુ નક્સલીઓ ઠાર
હિંમતનગર પાલિકાએ લગાવેલા ટ્રાફિક સિંગ્નલો 5 વર્ષથી બંધ, ચાલુ કરવા માંગ | Traffic signal
Gujarat માં આજે 21 જિલ્લામાં ખાબકશે વરસાદ, જાણો હવામાન વિભાગની નવી આગાહી
Ahmedabad માં એક સાથે નોંધાયા 7 નવા કેસ, 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષીય વૃદ્ધા આવ્યા ઝપેટમાં
Ahmedabad: ચંડોળામાં બીજા તબ્બકાનું દબાણો હટાવવાનું કામ યથાવત, 8 હજારથી વધુ ઘરો તોડી પડાયા
Lion Census: ગુજરાતના સાવજોની સંખ્યા જાહેર, 891 વસ્તી
Ahmedabad માં એક સાથે નોંધાયા 7 નવા કેસ, 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષીય વૃદ્ધા આવ્યા ઝપેટમાં
Rajkot:કોંગ્રેસની રેલી યોજાય તે પહેલા જ કાર્યકરોની અટકાયત, કોંગ્રેસ 6 દિવસ કરશે આ કાર્યક્રમો
Jamnagar: 20 યુવકોએ હાઈવે પર લગાવી બાઈક રેસ, યુવક ટ્રક સાથે અથડાયો, પળવારમાં મોત
Dahod Mgnrega Scam: ભાજપ નેતાઓ બચુ ખાબડના બેટાઓના કૌભાંડ પર ચૂપ કેમ?
Rajkot:કોંગ્રેસની રેલી યોજાય તે પહેલા જ કાર્યકરોની અટકાયત, કોંગ્રેસ 6 દિવસ કરશે આ કાર્યક્ર






