MPમાં નકલી ડોક્ટરે 7 લોકોની હાર્ટ સર્જરી કરતાં મોત, આયુષ્માન યોજનાના દુર્પયોગની આશંકા

  • India
  • April 7, 2025
  • 0 Comments

Fake doctor Narendra Vikramaditya Yadav MP:  મધ્ય પ્રદેશમાં એક નકલી ડોક્ટરે 7 લોકોની હાર્ટ સર્જરી મારી નાખ્યા છે. નરેન્દ્ર વિક્રમાદિત્ય યાદવના ભાજપ સાથે તાર હોવાનું કહેવાઈ છે. આક્ષેપ છે કે  ભાજપના ઓથા હેઠળ તે નકલી ડોક્ટર બની ફૂલ્યો ફાલ્યો હતો.

પોતાને ઈગ્લેન્ડના ડોક્ટર ગણાવતાં નરેન્દ્ર વિક્રમાદિત્ય યાદવ વિરુધ્ધ મધ્યપ્રદેશના દમોહમાં પોલીસ મથકમાં FIR દાખલ થઈ છે. ઈગ્લેન્ડમાં ભણી પોતાનું નામ ‘જોન કેમ’ રાખી મધ્ય પ્રદેશમાં 7 લોકોની હાર્ટ સર્જરી કરી હતી. જે તમામના મોત થઈ ગયા છે.

તે દામોહ જિલ્લાની એક મિશનરી હોસ્પિટલનો કાર્ડિયોલોજિસ્ટ હતો. વિક્રમાદિત્ય પર નકલી ડિગ્રીની મદદથી ડોક્ટર બનીને લોકો પર ઓપરેશન કરવાનો આરોપ છે. તેને આપરેશન કરેલા 7 દર્દીઓના મોત થયા છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) એ પણ આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

પોલીસે જણાવ્યું છે કે નકલી દસ્તાવેજોની મદદથી ડોક્ટર બનીને દર્દીઓ સાથે છેતરપિંડી અને સારવાર કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આરોગ્ય વિભાગના CMHO એ ફરિયાદ કરી હતી કે ડૉ. નરેન્દ્ર જોન કામ એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી છેતરપિંડીથી કરી રહ્યો છે. ડૉ. જોન કેમના દસ્તાવેજો શંકાસ્પદ જણાયા છે.

જ્યારે NHRC સભ્ય પ્રિયાંક કાનુન્ગોએ જણાવ્યું છે કે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની એક ટીમ આ મામલાની તપાસ માટે 7 થી 9 એપ્રિલ સુધી દામોહમાં રહેશે. NHRCમાં એક સ્થાનિક રહેવાસી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ, હોસ્પિટલમાં કામ કરતા ડૉ. એન. જોન કામે વિદેશમાં શિક્ષિત અને તાલીમ પામેલા હોવાનો દાવો કર્યો હતો.

ફરિયાદીએ દાવો કર્યો હતો કે તે વ્યક્તિનું સાચું નામ નરેન્દ્ર વિક્રમાદિત્ય યાદવ છે. ફરિયાદમાં એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે બ્રિટનના પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ પ્રોફેસર જોન કેમના નામનો દુરુપયોગ કરીને દર્દીઓને ગેરમાર્ગે દોર્યા અને તેમની ખોટી સારવારને કારણે દર્દીઓના મૃત્યુ થયા.

શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કાનુન્ગોએ લખ્યું હતું કે દમોહની એક મિશનરી હોસ્પિટલમાં 7 લોકોના અકાળ મૃત્યુનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક નકલી ડૉક્ટર હૃદય રોગની સારવાર કરી રહ્યો હતો. ફરિયાદ મુજબ, ઉપરોક્ત મિશનરી હોસ્પિટલ પ્રધાનમંત્રી આયુષ્માન યોજના હેઠળ આવે છે, તેથી સરકારી ભંડોળનો પણ દુરુપયોગ થયો છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે તપાસનો આદેશ આપ્યો છે.

ભાજપની તરફેણમાં પોસ્ટ કરતો હતો

નકલી વિદેશી ડો. નરેન્દ્ર વિક્રમાદિત્ય યાદવ તેના પૂર્વ હેન્ડલ પર ભાજપની તરફેણમાં પોસ્ટ કરતો હતો. આ સાથે તે કોંગ્રેસ અને રાહુલ ગાંધીને સતત ટ્રોલ કરતો હોવાના આરોપ છે. આ કારણે તેઓ ભાજપના નેતાઓના પ્રિય રહ્યા છે. હવે જ્યારે સત્ય બહાર આવ્યું છે, ત્યારે કોંગ્રેસ સતત શાબ્દિક હુમલા કરી રહી છે. તે જ સમયે, ભાજપના નેતાઓએ સમગ્ર મુદ્દા પર મૌન પાળી લીધું છે.

આ પણ વાંચોઃ  Ahmedabad: જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે મકાનમાં આગ, માતા અને બાળકનું મોત

આ પણ વાંચોઃ  Share Market: રુ. 19 લાખ કરોડનું નુકસાન, સેન્સેક્સ ખુલતાની સાથે જ 3000 પોઈન્ટથી વધુ ઘટ્યો

આ પણ વાંચોઃ  Share Market: રુ. 19 લાખ કરોડનું નુકસાન, સેન્સેક્સ ખુલતાની સાથે જ 3000 પોઈન્ટથી વધુ ઘટ્યો

આ પણ વાંચોઃ ડીસા અગ્નિકાંડમાં વધુ એક ઈજાગ્રસ્તે દમ તોડ્યો મૃત્યુઆંક 22 પર પહોંચ્યો |DEESA |

Related Posts

Russia:  રશિયાએ અમર્યાદિત રેન્જ સાથે અદ્રશ્ય રહેતી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરતા ખળભળાટ,વિશ્વભરમાં ચિંતા
  • October 27, 2025

Russia: રશિયાએ અમર્યાદિત રેન્જ ધરાવતી ‘બુરેવેસ્તનિક’નામની પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરતા દુનિયાભરમાં ખળભળાટ મચ્યો છે,સાથેજ ચિંતા પ્રસરી છે,આ મિસાઈલ મહિનાઓ સુધી આકાશમાં રહી શકે છે અને વિશ્વના કોઈપણ રડારમાં પકડાયા વગર…

Continue reading
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ 100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…
  • October 26, 2025

UP News: ઉત્તર પ્રદેશના ઉન્નાવથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે . અહીં, એક પતિને તેની પત્નીએ માર માર્યો હતો. મારથી પતિ એટલો ઘાયલ થયો કે તેણે 100 ફૂટ ઊંડા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

England: ઈંગ્લેન્ડમાં ઘરનો દરવાજો તોડ્યો, ‘ગોરો’ ઘરમાં ઘૂસ્યો અને 20 વર્ષીય ભારતીય યુવતી પીંખી નાખી

  • October 27, 2025
  • 6 views
England: ઈંગ્લેન્ડમાં ઘરનો દરવાજો તોડ્યો,  ‘ગોરો’ ઘરમાં ઘૂસ્યો અને 20 વર્ષીય ભારતીય યુવતી પીંખી નાખી

Ahmedabad Accident: કણભા પાસે ટ્રિપલ અકસ્માત, 15થી વધુ ઈજાગ્રસ્ત,ત્રણના મોત

  • October 27, 2025
  • 6 views
Ahmedabad Accident: કણભા પાસે ટ્રિપલ અકસ્માત,  15થી વધુ ઈજાગ્રસ્ત,ત્રણના મોત

Russia:  રશિયાએ અમર્યાદિત રેન્જ સાથે અદ્રશ્ય રહેતી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરતા ખળભળાટ,વિશ્વભરમાં ચિંતા

  • October 27, 2025
  • 1 views
Russia:  રશિયાએ અમર્યાદિત રેન્જ સાથે અદ્રશ્ય રહેતી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરતા ખળભળાટ,વિશ્વભરમાં ચિંતા

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ 100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 7 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ 100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 10 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 8 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!