
MP Politics: મધ્યપ્રદેશ વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. પહેલા જ દિવસે, કોંગ્રેસે બજેટ સત્રના ટૂંકા ગાળામાં ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. વિપક્ષી નેતા ઉમંગ સિંઘરના નેતૃત્વમાં કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં ગાંધી પ્રતિમા સામે ચહેરા પર કાળા કપડા પહેરીને અને પ્લેકાર્ડ લઈને વિરોધ પ્રદર્શન કર્યું અને સૂત્રોચ્ચાર કર્યા હતા. તે વચ્ચે ભોપાલમાં વિરોધ કરી રહેલા કોંગ્રેસના નેતાઓનો સ્ટેજ તૂટી પડ્યો છે. જેથી એક મહિલા સહિત ત્રણ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
રંગમહેલ ચોક ખાતે કિસાન કોંગ્રેસનું પ્રદર્શન
#WATCH | Madhya Pradesh: Several Congress leaders and workers got injured after the stage collapsed during their protest in Bhopal pic.twitter.com/DvtFEMRyOS
— ANI (@ANI) March 10, 2025
ભોપાલના રંગમહેલ સ્ક્વેર પર ટેકાના ભાવ ન મળતાં કિસાન કોંગ્રેસ પણ વિરોધ કરી રહી છે. કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય જયવર્ધન સિંહ સહિત ઘણા કોંગ્રેસ નેતાઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. કોંગ્રેસ પ્રમુખ જીતુ પટવારી પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે.
આ વિરોધ પ્રદર્શનની સભા દરમિયાન બાંધેલો સ્ટેજ તૂટી ગયો હતો. જેથી કોંગ્રેસના કેટલાંક નેતાઓ નીચે પડ્યા હતા. કોંગ્રેસ નેતા અને જીતુ પટવારીના સલાહકાર રાજીવ સિંહ, ભૂતપૂર્વ ધારાસભ્ય રવિ જોશી અને કોંગ્રેસ મહિલા નેતા રોશની સિંહ ઈજાગ્રસ્ત થયા હતા. ત્રણેયને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ UP Accident: હોળીની ઉજવણી કરે તે પહેલા જ 5 લોકોના મોત, વતને જતાં નડ્યો અકસ્માત,
આ પણ વાંચોઃ બનાસકાંઠા: રમઝાન માસમાં શુક્રવારે સવારની શાળાની વર્ષો જૂની પરંપરા વિનુ પટેલે કેમ તોડી?
આ પણ વાંચોઃ Dhandhuka: બાળકને નિરવસ્ત્ર કરી પ્રાઈવેટ પાર્ટમાં લાકડી ધકેલવાનો પ્રયાસ, ચીસો તંત્રને ન સંભળાઈ
આ પણ વાંચોઃ RAJKOT: પૂર્વ MLAના બંગલે ગયેલો પુત્ર પાછો ન આવ્યો? મૃતદેહ મળતાં પરિવારે શું કરી માંગ!