
Anand: આણંદ જીલ્લાના તારાપુરના જીચકા ગામમાંથી પાડોશીઓ પર ભરોસો ન કરાય તેવો કેસ્સો સામે આવ્યો છે. અહીં એક પાડોશી મહિલાએ માત્ર 7 વર્ષના બાળકને ઝેર આપી મારી નાખવાનો પ્રાયસ કર્યો હતો. જો કે બાળકને સારવાર મળતાં તે બચી ગયું છે. બે દિવસે ભાનમાં આવ્યુ હતુ.
પ્રાપ્ત માહિતી અનુસાર જીચકા ગામમા કોકિલાબેન પટેલના પતિના અવસાનના બારમાના દિવસે તેમના ઘરમાંથી સોનાની બંગડી ખોવાઈ ગઈ હતી. આ ઘરની ચાવી હેતલબેનને આપી મૂકી હતી. જોકે બંગડીની ચોરી માટે હેતલબેન પટેલે જૈમિનીબેનના પતિ મનિષ પર આક્ષેપ કર્યો હતો. કારણ કે આ હેતલબેન અને જૈમિનીબેન વચ્ચે પહેલેથી ઝઘડો ચાલતો હતો. બારમાની વિધિ બાદ જ્યારે કોકિલાબેને બંગડી અંગે બાધા રાખી હતી, ત્યારે ચોરીના આક્ષેપ પોતાના પર ન આવે તે માટે હેતલબેને બાળકને ઝેર પીડાવવાનું સડયંત્ર રચ્યું હતુ.
16 માર્ચના રોજ હેતલબેને જૈમિનીબેનના 7 વર્ષીય પુત્ર આયુષને તેમના ઘરે બોલાવી ફ્રિજમાંથી બોટલ કાઢીને પાણીના ગ્લાસમાં સફેદ સોડા જેવું પ્રવાહી નાખ્યું હતુ. ત્યારબાદ બાળકે પીવાની ના પાડી દીધી હતી. જો કે આરોપી મહિલા હેતલે તેને જબરદસ્તીથી પીવડાવ્યું હતું.
થોડા સમય બાદ આયુષની તબિયત બગડી હતી અને તે બેભાન થઈ ગયો હતો. તેને કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં કરાયો હતો. ડૉક્ટરોએ જણાવ્યું હતુ કે બાળકને ઝેરી દવા પીવડાવવામાં આવી હતી. બે દિવસ બાદ આયુષ ભાનમાં આવ્યો હતો. તારીખ 16થી18 માર્ચ સુધી 7 વર્ષિય આયુષ આઈ.સી.યુમાં બેભાન અવસ્થામાં રહ્યો હતો. તા.18 માર્ચના રોજ ભાનમાં આવ્યા બાદ માતા પિતાએ હકીકત પૂછતા બાળકે જણાવ્યું કે, બાજુમાં રહેતા હેતલબેન પટેલે જબરજસ્તીથી પાણીના ગ્લાસમાં નાખી કંઈક પીવડાવ્યું હતું, અને 21 માર્ચે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
તારાપુર પોલીસે આ મામલે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને આરોપી હેતલબેનની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ વિક્રમ ઠાકોરની વાત સાથે સુપર સ્ટાર હિતેનકુમાર સહમત નથી, જાણો શું કર્યા ગંભીર આક્ષેપ? | Hiten kumar:
આ પણ વાંચોઃ Ahmedabad: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી વખતે ક્રેન તૂટી, બેને ઈજાઓ, ટ્રેન વ્યવહાર ઠપ
આ પણ વાંચોઃ Kunal Kamra: ‘ગદ્દાર નજર વો આયે’… કોમેડિયને એકનાથ શિંદે પર ગીત બનાવતાં શિવસેના ગુસ્સે, સ્ટુડિયોમાં તોડફોડ
આ પણ વાંચોઃ Gujarat: ગાજવીજ સાથે કમોસમી વરસાદની સંભાવના