
નડિયાદ-ડાકોર રોડ પર આવેલા સલુણ ગામે ભયંકર અકસ્માતની ઘટના ઘટી છે. આ અકસ્માતમાં સાડા ત્રણ મહિનાની પરપ્રાંતીય માસૂમ બાળકીનું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ સ્થળે પહોંચી હતી અને બાળકીનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આઈસર ટ્રકમાંથી ઉછલી વ્હીલ પડ્યુ
મળતી માહિતી અનુસાર ગઈકાલે ખેડા જિલ્લાનાં નડિયાદ-ડાકોર હાઈવે પર સલુણ પાસે ગોઝારા અકસ્માતની ઘટના બની હતી. હાઇવે નજીક મૂળ મધ્યપ્રદેશનો એક શ્રમિક પરિવાર રહે છે. દરમિયાન પરિવારની 4 મહિનાની ખુશી નામની માસૂમ બાળકી હાઇવેની સાઇડમાં રમી રહી હતી. ત્યારે એક આઇશર ત્યાંથી પસાર થઈ રહી હતી. આઇશરમાં પાછળ ટ્રોલીમાં ટાયર રાખેલું હતું. દરમિયાન, ઉછળીને ટાયર તે બાળકી પર પડ્યું અને મોત થઈ ગયું. હાલ પરિવામાં દુઃખનો માહોલ છવાયો છે. બીજી તરફ આ મામલે ટ્રક ચાલક વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:
SURAT: વીર નર્મદ યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ માણી દારૂ પાર્ટી, વિડિયો વાઈરલ







