
FENKU: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂરનો જશ પોતાના માથે લઈ ભારતભરમાં પ્રચાર શરુ કરી દીધો છે. લોકોને મન જીતવા અને ચૂંટણી જીતવા તેઓ કોઈ પણ હદે જઈ શકે છે, જે અત્યારના વર્તમાન તેમના ભાષણોથી સમયથી ખબર પડી શકે છે.
તાજેતરમાં જ તેમણે ભૂજની જાહેર સભામાં કહ્યું હતુ કે “શાંતિ સે રોટી ખાઓ, નહીં તો મેરી ગોલી હૈ”, આ નિવેદન આપી મોદી શું કહેવા માગે છે. શું તેઓ પાકિસ્તાનને ગોળી મારવાનું કહે છે, શું મોદીએ કોઈ દિવસ ગોળી ચલાવી છે ખરી?, મોદી માત્ર લોકોને ખોટા ભ્રમમાં નાખી રહ્યા છે. દેશની સેનાના નામે ચરી ખાય છે.
વડોદરામાં તેમનું સોફિયા કુરેશીની બહેનના હાથે સ્વાગત અને પુષ્પાવર્ષા કરાવી હતી. ત્યારે સવાલ થાય છે કે સોફિયા કુરેશીનો પરિવાર ભાજપા નેતા વીજય શાહે સોફિયા અંગે કરેલી અભદ્ર ટીપ્પણી પછી PM નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા કેમ તૈયાર થયો હશે?, કુરેશીના પરિવારને મોદીના તંત્રએ શું ગોળી ગરાવી હશે કે ભાજપા મંત્રી કરેલા દિકરીના અપમાન બાદ મોદીનું સ્વાગત કરવા તૈયાર થઈ ગયા!. એવું પણ હોઈ શકે જ્યારે હરણી બોટકાંડ પિડિતો મુખ્યમંત્રી સામે બોલ્યા તો તેમને હેરાન કરવામાં આવ્યા. ઘરો તોડી પાડવા નોટીસો અપાઈ. જો કે સોફિયાના પરિવારે આવું કર્યું હોત…તો તમે સમજી શકો છો શું થયું હોત! મોદી સરકાર કોઈ પણ ભોગે લોકોને દબાવા માગે છે. તેમના ભક્ત બનાવવા માગે છે.
બીજી વાત મોદી સરકારે 9 જૂનથી તારીખથી દેશની મહિલાઓને સિંદૂર વહેંચવાનું આયોજન કર્યું છે. ત્યારે સવાલ થાય છે કે મોદી બાજાની પત્નીને સિંદૂર લગાવવા કેવી રીતે આપી શકે. સિંદૂર મહિલા પોતાના પતિના લાંબા આયુષ્ય માટે જાતે લગાવે છે. ત્યારે મોદીને આ સિંદૂર આપવાનું કેમ સૂજ્યું. મહિલાઓ જાતે પણ સિંદૂર ખરીદી શકે છે અને લગાવી શકે છે. સવાલ એ પણ છે કે મોદીએ આપેલું સિંદૂર મહિલાથી લગાવી શકાય ખરુ?, શું મહિલાઓને પતિ સિંદૂર ન ખરીદી આપી શકે. મોદી સરકાર મહિલાઓના પતિને રોજગાર આપે તો તેઓ પણ સિંદૂર ખરીદી આપે. તેમાં મોદીએ આપવાનું શું જરુર છે.
સિંદૂરની જગ્યાએ મોદી રોજગારી લોકોને ક્યારે આપશે. દેશમાં મહિલાઓ અને તેમના પતિઓ બેરોજગારીને કારણે પીડાઈ રહ્યા છે. આર્થિક તંગીમાં આવી આપઘાત કરી રહ્યા છે. ત્યારે મોદી સરકાર લોકોને રોજગારી આપવાને બદલે મહિલાને સિંદૂર આપવાની કામના રાખે તે કેટલું યોગ્ય કહેવાય!
PM મોદીએ અત્યાર સુધી ઘણા વાયદાઓ કર્યા તે પણ પૂર્ણ કર્યા નથી. વર્ષ 2016 નોટબંધીથી આતંકવાદ ખતમ થશે. તેવું કહી પાંચસો અને એક હજારની નોટ બંધ કરી. તેમ છતાં ક્યા આંતકવાદ ખતમ થયો?, મોદીએ આતંકીવાદીઓની કમર ભાંગવાની વાત કરી હતી પણ શું થયું? વર્ષ 2019 સેનનાના જવાનો પર હુમલો થયો. જેમાં 40 જવાનો મોતનો શિકાર બન્યા. વર્ષ 2025માં પહેલગામમાં આતંકી હુમલો થયો. જેમાં 26 નાગરિકોના મોત થયા. જેથી મોદીના આંતકવાદ ખતમનો દાવો કેટલો સાબિત થઈ રહ્યો છે, તે તમે પણ અંદાજો લાવી શકો છે.
2014ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદીએ વિદેશી બેંકોમાં જમા થયેલા ભારતીય કાળા નાણાંને પાછું લાવવાની વાત કરી હતી. તેમણે 7 નવેમ્બર, 2013ના રોજ છત્તીસગઢના કાંકેરમાં એક રેલીમાં જણાવ્યું હતું કે, “વિદેશી બેંકોમાં જમા થયેલું કાળું ધન એટલું બધું છે કે જો તે પાછું આવે તો દરેક ગરીબ ભારતીયના ખાતામાં 15-20 લાખ રૂપિયા મળી શકે.” જો કે એવું થયું નહીં. મોદી માત્રા જુમલો આપી ચૂંટણી જીતી.
આ જ મુદ્દે વધુ ચર્ચા જુઓ આ વીડિયોમાં
આ પણ વાંચો:
UP: ગૌમાંસના નામે મુસ્લીમ યુવકોને માર મારતાં ફસાયા, તપાસમાં ભેંસનું માસ નીકળ્યું
રાજકોટમાંથી હીરા ચોરી કરનાર શખ્સ ઝડપાયો, આ રીતે પોલીસે દબચ્યો? | Diamond theft
અફઘાનિસ્તાને પાકિસ્તાન પર હુમલો કર્યો, BLA નો દાવો | Afghanistan | Pakistan | attack
Sabarkantha: તલોદ માર્કેટયાર્ડમાં બાજરીના ભાવ ઓછા બોલાતા ખેડૂતો વિફર્યા
‘કાજોલ દિકરી માટે રાક્ષસ સામે લડી’, Maa ફિલ્મનું ટ્રેલર રિલીઝ, શું છે કહાની?
Surat: મનપાની કચરા ગાડીએ બાળકને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત, બહેનોનો બચાવ
Prayagraj: રોજગાર મેળવવા યુવાનોનો રાત્રે જોરદાર વિરોધ, ભાજપા સરકાર સામે આક્રોશ
ડીંગુચા પરિવાર મોત મામલો: US કોર્ટે એક ગુજરાતી માસ્ટરમાઈન્ડને 10 વર્ષની સજા ફટકારી
‘ટ્રમ્પને ટેરિફમાં ફેરફારો કરવાનો કોઈ હક નથી’, US કોર્ટની લાલ આંખ
રાજસ્થાનમાં યલો એલર્ટ, હજુ 5 જિલ્લામાં આંધી સાથે વરસાદ પડશે | Rajasthan | Weather
ટ્રમ્પથી એલન મસ્કે મોં મચકોડ્યું, સંબંધોમાં કેમ પડી તિરાડ? | America
Ahmedabad: હવે બાપુનગરમાં દબાણો હટાવવાનું કામ ચાલુ
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને અકાલી દળના વરિષ્ઠ નેતા સુખદેવ સિંહ ઢીંડસાનું નિધન | Sukhdev Singh Dhindsa
MNREGA Scam: બચુ ખાબડની મુશ્કેલીમાં વધારો, ગણતરી કલાકોમાં જ જામીન પર સ્ટે