Vande Mataram controversy: લોકસભામાં વંદે માતરમ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જબરદસ્ત ચર્ચા છેડી દેતાં ભારે હોબાળો મચ્યો છે અને તેઓના મતે છેલ્લી સદીમાં વંદે માતરમ ગીત સાથે અન્યાય થયો હોવાની વાત કરી સવાલ ઉઠાવ્યો કે “જો વંદે માતરમ આટલું મહાન હતુ તો શા માટે આ ગીત સાથે વિશ્વાસઘાત થયો? મહાત્મા ગાંધીની ભાવનાઓ ઉપર કઈ તાકાતોનો દબદ બો હતો?”
■વંદે માતરમના વિરોધની રાજનીતિ વધુ તીવ્ર બની
પીએમ મોદીએ કહ્યું કે વંદે માતરમના વિરોધની રાજનીતિ 1937 માં વધુ તીવ્ર બની જ્યારે મોહમ્મદ અલી ઝીણા અને મુસ્લિમ લીગે તેના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું.વડા પ્રધાનના મતે, ઝીણાના નિવેદનોની ટીકા કરવાને બદલે, તત્કાલીન કોંગ્રેસ પ્રમુખ જવાહરલાલ નેહરુએ ઝીણાના વિરોધને સરેન્ડર થઈ પાંચ દિવસ પછી વંદે માતરમની તપાસ શરૂ કરી હતી.
■નહેરુ મુસ્લિમ લીગ સમક્ષ ઝૂકી ગયા
વડા પ્રધાને એમ પણ કહ્યું કે નહેરુએ તે સમયે સુભાષ ચંદ્ર બોઝને પત્ર લખીને કહ્યું હતું કે તેમણે વંદે માતરમનો ઇતિહાસ વાંચ્યો છે અને તેમને લાગ્યું કે આ ગીત મુસ્લિમોને “દુઃખ” પહોંચાડી શકે છે અથવા “ઉશ્કેરી” શકે છે. તેથી, તેમણે તેના ઉપયોગ પર પુનર્વિચાર કરવા જણાવ્યું હતુ ખાસ કરીને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના પોતાના બંગાળમાં.
મોદીએ આરોપ લગાવ્યો કે તે સમયે કોંગ્રેસ નેતૃત્વએ વંદે માતરમ પર પોતાનું વલણ સ્પષ્ટ કરવાને બદલે, મુસ્લિમ લીગના દબાણ હેઠળ કામ કર્યું હતું.હવે,પીએમ નરેન્દ્ર મોદીની માત્ર વંદે માતરમ ઉપર કલાકો સુધીની ચર્ચા જ હવે ચર્ચાનો વિષય બન્યો છે.
દેશ હાલ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે,છતાં મોદી સરકારે સંસદમાં વંદે માતરમ પર 10 કલાકની ચર્ચા યોજવાનો નિર્ણય લીધો તે મુદ્દો ચર્ચા જગાવી રહ્યો છે.જ્યારે મોદીએ વંદે માતરમ પર પોતાના વિચારો જે રીતે રજૂ કર્યા, ત્યારે પ્રિયંકા ગાંધીએ તેમની નિંદા કરી.
આ વિષય પર સિનિયર પત્રકાર મયુર ભાઈ જાનીએ વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરે સાથે કરેલી ચર્ચા અહીં પ્રસ્તુત છે,જુઓ વિડીયો.
આ પણ વાંચો:
Cylinder blast in Goa: ગોવાની નાઈટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 25 લોકોના મોત!







