
PM MODI NEWS: PM મોદી “લક્ષકંઠ ગીતા પારાયણ” માં ભાગ લેવા માટે કર્ણાટકના ઉડુપી ખાતે પહોંચ્યા હતા જ્યાં શ્રી કૃષ્ણ મઠમાં જગદગુરુએ પીએમ મોદીની પ્રશંસા કરી હતી તેઓએ એટલે સુધી કહ્યું કે શાસ્ત્રો કહે છે ધર્મો રક્ષાતિ રક્ષિતઃ પણ અમે કહીએ છીએ કે ‘મોદી રક્ષાતિ રક્ષિતઃ જો મોદી સુરક્ષિત છે તો ધર્મ અને દેશ સુરક્ષિત છે.
અહીં એક લાખ લોકોએ ભગવદ ગીતાનું પાઠ કર્યું હતું.આ કાર્યક્રમ ઉડુપીમાં શ્રી કૃષ્ણ મઠ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.
આધ્યાત્મિક કાર્યક્રમ દરમિયાન, હાજર રહેલા પીએમ મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદ સામે લડવાના ભારતના મજબૂત સંકલ્પ વિશે પણ વાત કરી હતી તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની નીતિઓ ભગવાન કૃષ્ણના ઉપદેશોથી પ્રેરિત છે.
શ્રી કૃષ્ણ મઠમાં જગદગુરુએ પીએમ મોદીની પ્રશંસા કરી હતી અને ધર્મ રક્ષક ગણાવ્યા ત્યારબાદ PM મોદી ગોવા પહોંચ્યા ત્યાં તેઓને ધર્મપુત્ર ગણાવ્યા હતા.
હવે આ મામલે સોશ્યલ મીડિયામાં બબાલ મચી ગઇ છે અને મોદીને ધર્મથી ઉપર જણાવવા બદલ કોમેન્ટ શરૂ થઈ હતી ત્યારે પ્રસ્તુત છે વિડીયો,જેમાં સિનિયર પત્રકાર મેહુલ ભાઈ વ્યાસે પોતાના ખાસ અંદાજમાં વિસ્તૃત છણાવટ કરી હતી નીચે આપેલો આ વીડિયો જોવાનું ચૂકશો નહિ.
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!







