Narendramodi: વડાપ્રધાન મોદી એક સમયે જ્યારે ગુજરાતના CM હતા ત્યારે કેન્દ્રમાં મન મોહનની સરકાર હતી ત્યારે સતત ડોલર સામે રૂપિયાનું મૂલ્ય કેમ ઘટી રહ્યું છે? તેવા જાહેરમાં સવાલો ઉઠાવતા હતા અને ભાષણોમાં તેને મુદ્દો બનાવતા હતા પણ આજે મોદી પોતે જ્યારે વડાપ્રધાનની ખુરશી ઉપર બિરાજમાન છે ત્યારે તેઓના શાસનમાં પણ ડોલર સામે રૂપિયો હવે તળિયે પહોંચ્યો છે પણ હવે ભેદી રીતે મોદી ચૂપ થઈ ગયા છે અને કઈ બોલતા જ નથી.
હવે, ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે અને 91નું તળિયું તોડી છેક 91.08 સુધી ગગડયો છે.બીજી તરફ આરબીઆઈ દ્વારા રૂપિયાને બચાવવા માટે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં લગભગ $40-$42 બિલિયન (આશરે ₹3.7 લાખ કરોડ) સુધીનો ખર્ચ કરાયો છે, છતાંપણ તેનાથી કોઈ ફેર પડ્યો નથી.
નબળો પડેલો રૂપિયો લોકોને અસર કરવાનો છે, દેશ વિદેશથી આયાત કરેલી ચીજવસ્તુઓ વધુ કિંમતે ખરીદશે.જે પણ વધુ કિંમતે આવશે તે સ્વાભાવિક રીતે વધુ કિંમતે વેચાવાની છે.ક્રૂડ ઓઇલ મોંઘુ થશે તો તેની અસર શાકભાજી, ફળો અને અન્ય વસ્તુઓ પર પડશે જેથી તે મોંઘી થશે.
જો ફુગાવો વધશે તો RBI તેને નિયંત્રિત કરવા માટે વ્યાજ દરમાં વધારો કરશે પરિણામે લોનના હપ્તા/EMI વધશે. વિદેશમાં અભ્યાસ, મુસાફરી, રહેવાનું અને ખાવાનું બધું વધુ મોંઘુ થશે.આમ,રૂપિયો નબળો પડવાથી જનતાના ખિસ્સા ઉપર સીધી અસર થવાની છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી અગાઉની સરકારને દોષ દેતા હતા તે જુના ભાષણો હવે સોશ્યલ મીડિયા ઉપર રિપીટ થઈ રહયા છે અને જનતા તેનો જવાબ માંગી રહી છે.
સિનિયર પત્રકાર દિલીપ પટેલે આ અંગે કરેલી વિસ્તૃત છણાવટ અહીં પ્રસ્તુત છે.
આ પણ વાંચો:
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?









