
Nepal Violence: નેપાળમાં લાંબા સમથી ચાલતાં ભ્રષ્ટાચાર, સરમુખત્યાર સામે લોકોએ ઉગ્ર વિરોધ કર્યો છે. આ વચ્ચે એક હચમચાવી નાખતાં સમાચાર આવ્યા છે. પ્રદર્શનકારીઓના ટોળાએ દેશના પૂર્વ વડા પ્રધાન ઝાલનાથ ખનાલના ઘર પર હુમલો કર્યો અને તેને આગ લગાવી દીધી. આ ઘટનામાં ખનાલના પત્ની રાજ્યલક્ષ્મી ચિત્રકરને પણ નિશાન બનાવ્યા હતા. તેઓ ખરાબ રીતે દાઝી ગયા હતા અને તેમનું મૃત્યુ થયું છે. આ ઘટના દલ્લુ સ્થિત તેમના નિવાસસ્થાને બની હતી, જ્યાં વિરોધીઓએ તેમને ઘરની અંદર ઘેરી લીધા હતા અને આગ લગાવી દીધી હતી. ઘણા નેતાઓને દોડાવી દોડાવીને માર મારવામાં આવ્યો છે.
नेपाल के वित्तमंत्री को सड़क पर दौड़ा-दौड़कर पीटा गया
◆ नेपाल में उग्र हुआ प्रदर्शन, संसद में लगाई आग #Nepal #NepalProtest #KPSharmaOli #GenZProtest pic.twitter.com/DIrTtyTUkm
— News24 (@news24tvchannel) September 9, 2025
સારવાર દરમિયાન મોત
પરિવારના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને ગંભીર હાલતમાં કીર્તિપુર બર્ન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. આ ઘટનાથી મૃતકોની સંખ્યામાં વધારો થયો છે. સોમવારથી શરૂ થયેલ જનરલ-જી વિરોધ હવે વધુ હિંસક બન્યો છે. અધિકારીઓએ હજુ સુધી આ હુમલા અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી.
સેના દ્વારા ખાનલને બચાવી લેવામાં આવ્યા
સીપીએન (યુનિફાઇડ સોશિયાલિસ્ટ) ના નેતા નરેશ શાહીના જણાવ્યા અનુસાર પ્રદર્શનકારીઓએ ઘરની અંદર આગ લગાવી દીધી હતી જેના કારણે તેણી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેમના જણાવ્યા મુજબ જ્યારે પ્રદર્શનકારીઓએ ઘરને આગ લગાવી ત્યારે તે તેના પુત્ર નિર્ભિક ખાનલ સાથે ઘરે હતી. આગમાં લપેટાયા બાદ તેણે છાવણીમાં આવેલી નેપાળ આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. શાહીના જણાવ્યા મુજબ તે આઈસીયુમાં સારવાર આપવામાં આવી હતી પરંતુ તે ખરાબ રીતે દાઝી ગઈ હતી. આ કારણે, તેને કીર્તિપુર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જો કે મોત થઈ ગયુ. જ્યારે ઘરમાં આગ લાગે તે પહેલાં જ નેપાળ આર્મી દ્વારા પૂર્વ PM ઝાલનાથ ખાનલને બચાવી લેવામાં આવ્યા હતા.
ઝાલાનાથ ખાનાલ નેપાળના 35મા વડા પ્રધાન રહ્યા છે અને ફેબ્રુઆરી 2011 થી ઓગસ્ટ 2011 સુધી આ પદ સંભાળ્યું હતું. તેઓ નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટીના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને CPNના બંધારણ સભા સંસદીય પક્ષના નેતા તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
નેપાળમાં ભારે હિંસા કેમ?
નેપાળમાં થઈ રહેલી હિંસા માત્ર સોશિયલ મિડિયા પરનો પ્રતિબંધ એકલો નથી. નેપાળમાં લાંબા સમયથી લોકો ભ્રષ્ટાચાર, બેરોજગારી અને સરકારની તાનાશાહી સહન કરી રહ્યા હતા. ત્યારે હવે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. આ રોષ ત્યારે વધુ ઉગ્ર બન્યો જ્યારે કેટલાંક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ (જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ) પર 3 સપ્ટેમ્બર, 2025થી લાદવામાં આવ્યો. આ પ્રતિબંધ નેપાળ સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને સ્થાનિક કચેરી સ્થાપવા અને ટેક્સપેયર તરીકે નોંધણી કરાવવાના નવા કાયદાનું પાલન ન કરવાને કારણે લગાવ્યો હતો. આ નિર્ણયનો Gen-Z યુવાનોએ ઉગ્ર વિરોધ કર્યો, જેને તેઓએ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો ગણાવ્યો.
ઉપરાંત યુવાનોએ સરકાર પર ભ્રષ્ટાચાર, ખરાબ પ્રશાસન અને સત્તાના દુરુપયોગના આરોપો લગાવ્યા, જેના કારણે વિરોધ વધુ તીવ્ર બન્યો. ગૃહમંત્રી રમેશ લેખક, કૃષિ મંત્રી રામનાથ અધિકારી અને આરોગ્ય મંત્રી પ્રદીપ પૌડેલે રાજીનામું આપ્યું, અને વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ પણ 9 સપ્ટેમ્બર, 2025ના રોજ રાજીનામું આપ્યું. વિરોધની તીવ્રતાને જોતાં સરકારે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવ્યો અને તપાસ માટે સમિતિની રચના કરવાની જાહેરાત કરી.
રાજાશાહીની માંગ
બીજી તરફ, માર્ચ 2025માં રાજાશાહીની માંગ સાથે રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી (RPP) દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનોમાં પણ હિંસા થઈ, જેમાં 2 લોકોના મોત થયા અને 105 લોકોની ધરપકડ કરવામાં આવી. આ પ્રદર્શનોમાં રાજાશાહી સમર્થકોએ ભ્રષ્ટાચાર અને ખરાબ શાસનનો વિરોધ કરતાં સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા.
આ પણ વાંચો:
Nepal Protests: 18 લોકોના મોત બાદ નેપાળ સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી શરુ કર્યા
MP: બે પોલીસકર્મીઓ બાર ગર્લ્સ સાથે અશ્લીલ ડાન્સ કરતાં કેમેરામાં કેદ, વીડિયો જોશો તો…
UP News: પરિણીત મહિલાને પ્રેમી સાથે રંગરેલિયા મનાવતા જોઈ ગઈ 6 વર્ષની બાળકી, અને પછી જે થયું…
MP News: દહેજ ભૂખ્યા સાસરિયાઓએ હદ વટાવી, પતિ, સાસુ, સસરા અને નણંદ સામે ફરિયાદ
Viral Video: બે મુસ્લીમ દુકાનદારો મીઠાઈમાં વીર્ય ભેળવતાં ઝડપાયા!, પછી થયા આવા હાલ!
Viral video: ટ્રેનમાં પૈસા માંગતી કિન્નરને જોઈ લોકો પીગળી ગયા, કહ્યું: ભગવાને કરી મોટી ભૂલ





