ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી ગુજરાતની નિર્ભયાએ તોડ્યો દમ

  • Gujarat
  • December 23, 2024
  • 0 Comments

આઠ દિવસ અગાઉ દુષ્કર્મનો ભોગ બનેલી બાળકી અંતે જીવન સાથેની જંગ હારી ગઈ છે. મળી રહેલી માહિતી અનુસાર, ભરૂચના ઝઘડિયામા હેવાનિયતનો ભોગ બનેલી બાળાનું મૃત્યું નિપજ્યું છે. 16 ડિસેમ્બરે ભરુચના ઝઘડિયામાં રહેતી 10 વર્ષિય બાળકી પર પાડોશી શખ્સે દુષ્કર્મ આચાર્યું હતુ. એટલું જ નહીં બળાત્કાર ગુજાર્યા બાદ નરાધમે બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી દેતાં બેવાર ઓપરેશન કરવા પડ્યા છે. બાળકીને અનેક 3 યુનિટ જેટલું લોહી ચઢાવવા છતાં બાળકીની તબિયતમાં સુધારો થયો નહતો.

180 કલાક સુધી બેભાન અવસ્થામાં રહ્યાં બાદ બાળકીએ અંતિમ શ્વાસ લીધા છે. તેને ભાનમાં લાવવા ડોક્ટરોની ટીમ પ્રયત્નો કર્યા હતા. ઉલ્લેખનીય છે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાયા બાદ બાળકીની સ્થિતિ વધુ કથળી જતાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં બાળકીની બેવાર સર્જરી કરવામાં આવી હતી. જોકે સઘન સારવાર થવા છતાં બાળકી જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી રહી હતી. અંતે તે જીવન સામેની જંગ હારી ગઈ છે.

રેપ પીડિત બાળાની સારવાર કરી રહેલા ડોક્ટરના જણાવ્યા અનુસાર, બાળકીને બપોરે 2 વાગે કાર્ડિયાક એરેસ્ટનો હુમલો આવ્યો હતો. તે પછી સાંજે સવા પાંચ વાગે બાળકીને ફરીથી કાર્ડિયાક એરેસ્ટનો હુમલો આવ્યા બાદ તેની તબિયત વધારે બગડી હતી. ત્યાર બાદ 6.15 વાગે બાળકીએ દમ તોડી દીધો હતો.

ડોક્ટરના જણાવ્યા અનુસાર, કાર્ડિયાક એરેસ્ટ આવ્યા પછી બાળકીના ઓર્ગન ફેલ થઈ ગયા હતા. તે પછી બાળકીની તબિયત સતત બગડતી ગઈ હતી. અંતે સાંજે સવા છ વાગ્યાની આસપાસ ગુજરાતની નિર્ભયાએ અંતિમ શ્વાસ છોડ્યા હતા.

Related Posts

Vijapur Mid-day Meal Scam: બાળકોના કોળિયામાં ભ્રષ્ટાચાર, વિજાપુરની સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનામાં ગેરરીતિનો પર્દાફાશ
  • May 7, 2026

Vijapur Mid-day Meal Scam: મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાંથી માનવતાને લજવતી એક ઘટના સામે આવી છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના પોષણ માટે ચલાવવામાં આવતી ‘મધ્યાહન…

Continue reading
Surat SBI Bank Robbery: સુરત SBI બેંક લૂંટકાંડનો ભેદ ઉકેલાયો, બિહારની કુખ્યાત કુંદન ભગત ગેંગનો પર્દાફાશ
  • May 6, 2026

Surat SBI Bank Robbery: સુરત જેવા સુરક્ષિત ગણાતા શહેરમાં 27 એપ્રિલ 2026ના રોજ ધોળા દિવસે થયેલી હાઈપ્રોફાઈલ SBI બેંક લૂંટની ઘટનાએ સમગ્ર પોલીસ તંત્રને દોડતું કરી દીધું હતું. પોલીસ કમિશનર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sambit Patra: રાહુલ ગાંધી અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ, ‘વોટ ચોરી’ ના આરોપ સામે સંબિત પાત્રાનો આકરો પ્રહાર

  • May 7, 2026
  • 2 views
Sambit Patra: રાહુલ ગાંધી અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ, ‘વોટ ચોરી’ ના આરોપ સામે સંબિત પાત્રાનો આકરો પ્રહાર

DMK Congress Alliance Break: DMK-કોંગ્રેસ ગઠબંધન તૂટતા ભાજપનો કટાક્ષ, શહઝાદ પૂનાવાલાએ રાહુલ ગાંધીનો જૂનો વીડિયો કર્યો વાયરલ

  • May 7, 2026
  • 4 views
DMK Congress Alliance Break: DMK-કોંગ્રેસ ગઠબંધન તૂટતા ભાજપનો કટાક્ષ, શહઝાદ પૂનાવાલાએ રાહુલ ગાંધીનો જૂનો વીડિયો કર્યો વાયરલ

Gosabara RDX case: 1993માં પોરબંદરના ગોસાબારમાં RDX નું લેન્ડિગ અને મુંબઈમાં થયેલો વિનાશક બોમ્બ બ્લાસ્ટ

  • May 7, 2026
  • 5 views
Gosabara RDX case: 1993માં પોરબંદરના ગોસાબારમાં RDX નું લેન્ડિગ અને મુંબઈમાં થયેલો વિનાશક બોમ્બ બ્લાસ્ટ

Democratic Republic Crisis: ‘આઈડિયા ઓફ ઈન્ડિયા જોખમમાં’, પરાકલા પ્રભાકરે ચૂંટણી, અદાલતો અને વિપક્ષની ભૂમિકા પર ઉઠાવ્યા ગંભીર સવાલ

  • May 7, 2026
  • 12 views
Democratic Republic Crisis: ‘આઈડિયા ઓફ ઈન્ડિયા જોખમમાં’, પરાકલા પ્રભાકરે ચૂંટણી, અદાલતો અને વિપક્ષની ભૂમિકા પર ઉઠાવ્યા ગંભીર સવાલ

Vijapur Mid-day Meal Scam: બાળકોના કોળિયામાં ભ્રષ્ટાચાર, વિજાપુરની સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનામાં ગેરરીતિનો પર્દાફાશ

  • May 7, 2026
  • 5 views
Vijapur Mid-day Meal Scam: બાળકોના કોળિયામાં ભ્રષ્ટાચાર, વિજાપુરની સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનામાં ગેરરીતિનો પર્દાફાશ

Punjab Bomb Blast: પંજાબ બોમ્બ બ્લાસ્ટ બાદ રાઘવ ચઢ્ઢાનો ભગવંત માન પર હુમલો, ‘ISI નો નેરેટિવ બોલી રહી છે સરકાર’

  • May 6, 2026
  • 19 views
Punjab Bomb Blast: પંજાબ બોમ્બ બ્લાસ્ટ બાદ રાઘવ ચઢ્ઢાનો ભગવંત માન પર હુમલો, ‘ISI નો નેરેટિવ બોલી રહી છે સરકાર’