
રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ફરી એક વખત ચર્ચામાં આવ્યાં છે.આખા બોલા નીતિન પટેલે ફરી એક વાર જાહેરમાં વિરોધીઓ પર શબ્દ બાણ છોડ્યા છે.કડી તાલુકાના ડરણ ગામે દામોદર જીવરામ પટેલ નૂતન વિદ્યાલયના અમૃત મહોત્સવ અને નવા મકાનના લોકાર્પણ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિરોધીઓને આડે હાથ લીધા હતા.