
Norway Chess 2025: નોર્વે ચેસ 2025 ટુર્નામેન્ટના રાઉન્ડ 6 માં વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશે ભૂતપૂર્વ વર્લ્ડ નંબર 1 મેગ્નસ કાર્લસન સામે શાનદાર જીત નોંધાવી છે. મેગ્નસ કાર્લસન સામે ડી ગુકેશની જીત ઐતિહાસિક હતી કારણ કે તેણે હારની સ્થિતિમાંથી રમતને પલટી નાખી હતી. ગુકેશની આ દિગ્ગજ સામેની પહેલી ક્લાસિકલ જીત હતી. 19 વર્ષીય ગુકેશ રમેશબાબુ પ્રજ્ઞાનંધ પછી ટુર્નામેન્ટના ઇતિહાસમાં કાર્લસનને હરાવનાર બીજો ભારતીય ખેલાડી બન્યો છે. આ મેચમાં ગુકેશ સામે હાર્યા બાદ મેગ્નસ કાર્લસન ખુબ ગુસ્સે ભરાયો હતો. તે જ સમયે, ગુકેશ ખૂબ જ શાંત દેખાતો હતો.
ચેમ્પિયન ડી ગુકેશની શાનદાર જીત
નોર્વે ચેસ ટુર્નામેન્ટ 2025 માં વિશ્વ ચેમ્પિયન ડી ગુકેશે શાનદાર પ્રદર્શન કર્યું છે. ગુકેશે છઠ્ઠા રાઉન્ડમાં પાંચ વખતના વિશ્વ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને હરાવીને વિજય નોંધાવ્યો. ગુકેશે પોતાના ચેસ કરિયરમાં પહેલીવાર ક્લાસિકલ ટાઇમ કંટ્રોલમાં કાર્લસનને હરાવવામાં સફળતા મેળવી છે. આ પરિણામ સાથે, ટુર્નામેન્ટમાં ગુકેશ અને કાર્લસનનો હેડ ટુ હેડ સ્કોર 1-1થી બરાબર થઈ ગયો છે. આ સાથે, ગુકેશે તેની કારકિર્દીમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પણ હાંસલ કર્યું છે.
Proud Moment for #India! 🇮🇳
World Chess Champion @DGukesh defeats World No. 1 Magnus Carlsen in Round 6 of Norway #Chess! Your triumph has made the entire nation proud!
Congratulations🏆 pic.twitter.com/LPmVHibV9J
— Harsh Sanghavi (@sanghaviharsh) June 1, 2025
ગુકેશે કાર્લસનની ભૂલોનો લાભ લીધો
શરૂઆતમાં પાછળ રહ્યા બાદ ગુકેશે શાનદાર વાપસી કરી હતી. ગુકેશે દબાણની પરિસ્થિતિઓમાં પણ શાનદાર રમત રમી, સંયમ, શિસ્ત અને ધીરજ સાથે પોતાનો બચાવ કર્યો અને અંતિમ તબક્કામાં કાર્લસનની ભૂલોનો લાભ લીધો. જેમ કાર્લસને તે ભૂલ કરી હતી, તેમ ગુકેશે તેનો ફાયદો ઉઠાવીને ચોક્કસ વળતો પ્રહાર કર્યો, અને કાર્લસનને એવી હાર આપી જે તે હંમેશા યાદ રાખશે.
હાર બાદ કાર્લસને આ કર્યું
સ્વાભાવિક છે કે કાર્લસન આ હારથી ખૂબ જ નિરાશ દેખાતો હતો. હાર પછી તેણે ટેબલ પર મુક્કો માર્યો આ પછી તે ઝડપથી ત્યાંથી ચાલ્યો ગયો.
ગુકેશની આ જીતથી ટાઇટલની રેસમાં નવો ઉત્સાહ આવ્યો છે. હવે ટુર્નામેન્ટ તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ખેલાડીઓ છેલ્લી કેટલીક બાકી રહેલી મેચોમાં શાનદાર પ્રદર્શન કરીને આ ટુર્નામેન્ટ જીતવા માંગશે.
પહેલા રમેશબાબુ પ્રજ્ઞાનંધાએ કાર્લસનને હરાવ્યો હતો
બે વર્ષમાં આ બીજી વખત છે જ્યારે કોઈ યુવા ભારતીય ખેલાડીએ નોર્વે ચેસ ટુર્નામેન્ટમાં ક્લાસિકલ ફોર્મેટમાં કાર્લસનને હરાવ્યો છે. ગયા વર્ષે, આર. પ્રજ્ઞાનંદાએ તેને આ જ ટુર્નામેન્ટમાં હરાવ્યો હતો.
આ પણ વાંચો:
Ahmedabad: ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો, અમદવાદમાં સૌથી વધુ કેસ
‘ગપ્પુ ગપગોળા ફેકવાનું ક્યારે બંધ કરશે?’ | FENKU | FAKE
RBI Bank note: ફાટેલી નોટોનોમાંથી ફર્નિચર કેમ બનાવવામાં આવી રહ્યું છે?
Jay Vasavada ની જૂની ઓડિયો ક્લિપ અત્યારે કેમ વાઈરલ?, શું ગુજરાત સમાચાર રેઈડ કનેક્શન છે?
રાજકોટમાંથી હીરા ચોરી કરનાર શખ્સ ઝડપાયો, આ રીતે પોલીસે દબચ્યો? | Diamond theft
Punjab: ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, 4 લોકોના મોત, 25 ઘાયલ
Gujarat Weather Update: આજે ગુજરાતના 10 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાન વિભાગની નવી આગાહી
Trump Tarrif: ટ્રમ્પને ટેરિફ લાદવાનું ચાલુ રાખવાની મંજૂરી, જાણો શું દલીલ કરવામાં આવી?
Gram Panchayat Elections: કડી-વિસાવદર મતવિસ્તારની ગ્રામ પંચાયતની ચૂંટણી મોકૂફ, જાણો શું છે કારણ
અફઘાનિસ્તાને પાકિસ્તાન પર હુમલો કર્યો, BLA નો દાવો | Afghanistan | Pakistan | attack
Sabarkantha: તલોદ માર્કેટયાર્ડમાં બાજરીના ભાવ ઓછા બોલાતા ખેડૂતો વિફર્યા








