
Odisha: ઓડિશાના અંગુલ જિલ્લામાંથી ફરી એકવાર એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. હંડાપા પોલીસ સ્ટેશન વિસ્તારમાં, ગ્રામજનોએ ‘કાંગારુ કોર્ટ’ બનાવીને એક મહિલાનું અપમાન કર્યું એટલું જ નહીં, પરંતુ તેને ચંપલનો હાર પહેરાવ્યો અને ગામમાં ફરવા માટે પણ મજબૂર કરી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બધું ફક્ત 2,000 રૂપિયાના વિવાદને કારણે થયું હતું.
2 હજાર રુપિયા માટે મહિલાને તાલિબાની સજા
આ ઘટના અંગુલ જિલ્લાના હંડાપા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. મળતી માહિતી મુજબ, કોઈએ એક મહિલા પર 2,000 રૂપિયા ઉધાર લેવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી, ગામના કેટલાક લોકો ભેગા થયા અને પોતાનો ચુકાદો આપ્યો, જેને સામાન્ય રીતે ‘કાંગારુ કોર્ટ’ કહેવામાં આવે છે.ગામના કેટલાક લોકોએ મહિલાનું અપમાન તો કર્યું જ, પણ તેનું મોઢું પણ કાળું કર્યું તેમજ તેને ચંપલનો હાર પહેરાવ્યો અને ગામમાં ફેરવી.
કાંગારૂ કોર્ટ શું છે?
તમને જણાવી દઈએ કે ‘કાંગારુ કોર્ટ’ શબ્દનો ઉપયોગ એવા કિસ્સાઓમાં થાય છે જ્યારે લોકો કાનૂની પ્રક્રિયાને અવગણીને પોતે જ કોર્ટ બની જાય છે અને મનસ્વી સજા આપવાનું શરૂ કરે છે. આ ભારતીય કાયદાની વિરુદ્ધ છે અને આમ કરવું ગુનાની શ્રેણીમાં આવે છે.
પોલીસે કેસની તપાસ શરૂ કરી
ઘટનાની માહિતી મળતા જ પોલીસ હરકતમાં આવી ગઈ. હંડાપા પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તપાસ શરૂ કરી. પીડિતાની ફરિયાદના આધારે, ગુનેગારોની ઓળખ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:
Delhi: મોબાઈલના કારણે હત્યા,એવું શું થયું કે મિત્રએ જીવ લઈ લીધો?
Gujarat Traffic: ઓવરસ્પીડિંગથી મોતનો આંકડો વધુ, દંડ ઓછો કેમ?
UP: કોર્ટમાં જ વકીલોએ કર્યો જીવલેણ હુમલો, પોલીસકર્મીઓ જીવ બચાવવા ભાગ્યા
વિશ્વ નાજુક પરિસ્થિતિમાં, ક્યારે ભડકો થાય અને વિશ્વને ભરખી જાય તે કહેવું મુશ્કેલ: Jayanarayan Vyas
Himachal Pradesh Flood: હિમાચલના જંગલોની લૂંટ! નદીમાં તરતા લાકડાના ઢગલાએ ખોલી લાકડાના માફિયાની પોલ