
odisha train accident: આજે રવિવારે ઓડિશામાં એક મોટી દુર્ગટના થતી રહી ગઈ છે. ઓડિશામાં કામાખ્યા એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટના પૂર્વ કોસ્ટ રેલવેના ખુર્દા ડિવિઝનમાં બની હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈનું મોત થયું નથી. જો કે કેટલાંક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે.
રેલવે અધિકારીઓએ અકસ્માતની પુષ્ટિ કરતા કહ્યું કે આ ઘટના રવિવારે સવારે 11:54 વાગ્યે પૂર્વ કોસ્ટ રેલવેના ખુર્દા રોડ ડિવિઝનના કટક-નારગુન્ડી રેલવે વિભાગમાં બની હતી. આ અકસ્માત ત્યારે થયો જ્યારે SMVT બેંગલુરુ – કામાખ્યા એસી સુપરફાસ્ટ એક્સપ્રેસ (12551) બેંગલુરુથી ગુવાહાટી જઈ રહી હતી. ત્યારે આ ઘટના ઘટી છે.
ઘટનાની માહિતી મળતા જ રેલવેની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. કેટલાંક લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. અકસ્માત રાહત ટ્રેન અને તબીબી રાહત ટ્રેનને પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. રેલવેએ મુસાફરો અને તેમના પરિવારો માટે હેલ્પલાઇન નંબર – 8991124238 જારી કર્યો છે.
કોંગ્રેસે સાધ્યું મોદી પર નિશાન
ओडिशा के कटक में कामाख्या एक्सप्रेस के 11 डिब्बे पटरी से उतर गए। खबरों के मुताबिक इस हादसे में कई यात्री घायल हुए हैं।
देश में लगातार रेल हादसे हो रहे हैं, लेकिन नरेंद्र मोदी और रेल मंत्री अश्विनी वैष्णव हमेशा की तरह खामोश हैं।
मोदी सरकार को इन रेल हादसों के प्रति बेहद गंभीर… pic.twitter.com/snW4vqzkFf
— Congress (@INCIndia) March 30, 2025
વારંવાર દેશમાં ટ્રેન અકસ્માત થથાં કોંગ્રેસ વડાપ્રધાન મોદી અને રેલવે મંત્રી અશ્વણને આડે હાથ લીધા હતા. કોંગ્રેસે X પર લખ્યું છે કે દેશમાં સતત ટ્રેન અકસ્માતો થઈ રહ્યા છે, પરંતુ નરેન્દ્ર મોદી અને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ હંમેશની જેમ મૌન છે. મોદી સરકારે આ રેલવે અકસ્માતો અંગે ખૂબ ગંભીર બનવાની જરૂર છે. મુસાફરોની સલામતી અને સુવિધા સરકારની જવાબદારી છે. મોદી સરકાર પોતાની જવાબદારીથી છટકી શકે નહીં.
આ પણ વાંચોઃ Godhra: ચૈત્રના પ્રથમ નોરતે ગોધરાના શિવ મંદિરમાં તોડફોડ, ચોરીને આપ્યો અંજામ, વાંચો વધુ
આ પણ વાંચોઃ Banaskantha: અમદાવાદમાંથી રિક્ષા ચોરી કરી બનાસકાંઠામાં વેચતો શખ્સ ઝડપાયો!
આ પણ વાંચોઃ Surendranagar: શિકાગો જેવું સુરેન્દ્રનગરમાં ગન કલ્ચર!, સૌથી વધુ ગેરકાયદે હથિયા અને ગુનાખોરી
આ પણ વાંચોઃ Mehsana: ચાંદચેટી પર નીતિન પટેલના વિવાદસ્પદ નિવેદનો, ‘સિંધી કોઈ ધર્મ નથી સંપ્રદાય છે’








