
જો તમે તમારી જૂની કાર વેચીને તે પૈસાથી નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે ચિંતાજનક સમાચાર છે, કારણ કે સરકારે જૂના વાહનોના વેચાણ પર જીએસટી દરમાં વધારો કર્યો છે. હવે તમારે વપરાયેલી કાર ખરીદવા માટે પહેલા કરતા વધુ પૈસા ખર્ચવા પડશે. કારણ કે સરકારે જૂની કારના વેચાણ પર જીએસટી દરમાં વધારો કર્યો છે, તેની અસર જૂની કાર ખરીદવા જઈ રહેલા લોકો પર પડશે. હવે તેમને પહેલા કરતા વધુ પૈસા ખર્ચવા પડી શકે છે.
હવે તમારે 18 ટકા ટેક્સ ચૂકવવો પડશે
જેસલમેરમાં યોજાયેલી GST કાઉન્સિલની 55મી બેઠકમાં જૂના અને વપરાયેલા વાહનો પર ટેક્સના દરમાં વધારો કરાયો છે. અગાઉ સરકાર તેના પર 12 ટકાના દરે GST વસૂલ કરતી હતી. હવે નવા નિર્ણય મુજબ 18 ટકાના દરે ટેક્સ વસૂલવામાં આવશે. અત્રે નોંધનીય બાબત એ છે કે આ નિયમ માત્ર પેટ્રોલ-ડીઝલ કાર પર લાગુ થવાનો નથી. આ નિયમની અસર CNG અને ઇલેક્ટ્રિક વાહનો પર પણ જોવા મળશે. આનો અર્થ એ છે કે જો તમે જૂની EV ખરીદો છો, તો તમારે 18 ટકાના દરે GST ચૂકવવો પડશે.