
■ભારતની સરહદે આવેલા પડોશી દેશો હવે ભારતના ભાગો ઉપર પોતાનો દાવો કરી રહયા છે તાજેતરમાં બાંગ્લાદેશે તેના નકશામાં ભારતીય પ્રદેશો દર્શાવ્યા ત્યારબાદ નેપાળે તેની ચલણી નોટ ઉપર ભારતીય પ્રદેશો પોતાના હોવાનું દર્શાવ્યું હવે ચીન પણ દાદાગીરી ઉપર ઉતરી પડ્યું છે અને હવે તે અરુણાચલ પ્રદેશને પોતાનો હિસ્સો માને છે,જો કોઈ આ ભાગને ભારતીય પ્રદેશ ગણાવેતો અટકાયત કરી લેવાય છે અને કલાકો સુધી હેરાન કરવામાં આવે છે,અગાઉ એક અરુણાચલ પ્રદેશની મહિલાને હેરાન કરાયા બાદ બીજા કિસ્સામાં એક ભારતીય બ્લોગરને હેરાન કરવામાં આવ્યો હતો કારણ કે તેણે અરુણાચલ પ્રદેશને ભારતનો ભાગ ગણાવ્યો હતો આમ ચીનની દાદાગીરી અને અવળ ચંડાઈનો વિડીયો સામે આવ્યો છે ત્યારે સવાલ થાયકે પડોશી દેશો શામાટે આવું કરી રહયા છે?ભારત સરકાર આ માટે કેટલી ગંભીર છે?તે સવાલ હવે સામાન્ય નાગરીકોમાં ઉઠી રહયા છે.
An Indian vlogger travelling to China was detained in China for more than 15 hours because he posted that Arunachal is part of India. He wasn’t even given food for hours. @MEAIndia @DrSJaishankar pic.twitter.com/aSTQh53MIu
— War & Gore (@Goreunit) December 24, 2025
China’s bullying: ભારતીય બ્લોગર અનંત મિત્તલને અરુણાચલ પ્રદેશ ભારતનો ભાગ હોવાનો દાવો કરવા બદલ ચીનમાં લગભગ 15 કલાક સુધી અટકાયતમાં રાખવામાં આવ્યા હતા.આ સમય દરમિયાન, તેમને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો અને ફૂડ અને પાણી માંગવા છતાંપણ આપવામાં આવ્યું ન હતું.
છેલ્લા મહિનામાં આ બીજી વખત છે જ્યારે ચીને અરુણાચલ પ્રદેશ અંગે ધાકધમકીનો આશરો લીધો છે. અગાઉ, અરુણાચલ પ્રદેશના એક મહિલા ભારતીય નાગરિકને શાંઘાઈ એરપોર્ટ પર અટકાયતમાં લેવાનો કીસ્સો પ્રકાશમાં આવ્યો હતો.
માંડ માંડ ત્યાંથી છૂટેલા ભારતીય બ્લોગરે તેનો વિડીયો બનાવ્યો હતો તે કહે છે કે તેને ચીનના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 15 કલાકથી વધુ સમય માટે અટકાયતમાં રાખવામાં આવ્યો હતો.
આ ઘટના 16 નવેમ્બર, 2025 ના રોજ બની હતી.ભારતીય બ્લોગર અનંત મિત્તલ દિલ્હીનો રહેવાસી છે જે “ઓન રોડ ઇન્ડિયન” નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે જે ચીન ગયો ત્યાં અરુણાચલ પ્રદેશને ભારતનો ભાગ ગણાવવા બદલ તેની અટકાયત કરવામાં આવી હતી.
બ્લોગર અનંત મિત્તલના જણાવ્યા અનુસાર, તેમણે પોતાના એક બ્લોગમાં અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન ભાગ હોવાનો ઉલ્લેખ કરવાને કારણે અટકાયતમાં લેવામાં આવ્યા હતા.બ્લોગરે શાંઘાઈ એરપોર્ટ પર અટકાયતમાં લેવાયેલી તે મહિલાનો ઉલ્લેખ કર્યો હતો કે જે અરુણાચલ પ્રદેશની હતી.
બ્લોગર કહે છે કે તેણે પોતાના વીડિયોમાં તે મહિલાને ટેકો આપ્યો હતો અને અરુણાચલ પ્રદેશને ભારતનો ભાગ ગણાવ્યો હતો, જેના કારણે તેમને ચીનમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા.આમ,ચીને ભારતીય લોકોને પરેશાન કરવાનું ચાલુ કર્યું છે અને ખાસ કરીને અરુણાચલ પ્રદેશ મુદ્દે ભારતીય પ્રવાસીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો:
Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!







