Bangladesh: ભારતના કટ્ટર વિરોધી તારિક રહેમાન બાંગ્લાદેશમાં પરત થતાં ચીન-પાકિસ્તાન સક્રિય:ભારત એલર્ટ

  • World
  • December 26, 2025
  • 0 Comments

Bangladesh: ભારતની આસપાસ એવી ઘટનાઓ બની રહી છે કે હવે ભારતે હવે સમયસર ચેતી જવાની જરૂર છે, આપણા પડોશી બધા દેશો એક થઇ રહયા છે અને આપણી Diplomacy ક્યાંક ને ક્યાંક થાપ ખાઈ ગઈ હોવાનું જણાય રહ્યું છે, પરિણામે ખતરો વધતો જઈ રહ્યો છે.

પાકિસ્તાન,ચીન સાથે પહેલેથીજ આપણા સબંધો સારા નથી એમાંય હવે છેલ્લા કેટલાક સમયથી નેપાળ આડું ફાટ્યું છે અને હવે બાંગ્લાદેશ પણ ભારત વિરુદ્ધ જઈ રહ્યો છે શેખ હસીના સરકારના પતન બાદ અહીં પાકિસ્તાન અને ચીનની હાજરી વધી છે પરિણામે અહીં ભારત વિરુદ્ધ માહોલ જામી રહ્યો છે આવા સમયે હવે સૌથી ચિંતા જનક સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ભારતનો કટ્ટર વિરોધી એવા તારીક રહેમાન બાંગ્લાદેશમાં 17 વર્ષે પરત ફર્યા છે અત્યાર સુધી તે લંડનમાં હતા અને ત્યાંથી તે રાજકારણમાં સતત સક્રિય હતા અને હવે મોકો મળતાજ બાંગ્લાદેશમાં પરત આવી ગયા છે જે આવનાર ચૂંટણીઓમાં તેમની મુખ્ય ભૂમિકા રહેવાની છે જે ભારત માટે સારા સમાચાર નથી.

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર અને બીએનપીના કાર્યકારી અધ્યક્ષ તારિક રહેમાને બાંગ્લાદેશમાં એન્ટ્રી કર્યા બાદ એલાન કર્યું કે તેઓ સુરક્ષિત અને સપનાનું બાંગ્લાદેશ બનાવશે.

મહત્વનું છે કે અમેરિકી એમ્બેસીમાં કેટલાક લીક થઈ ગયેલા દસ્તાવેજમાં જેઓને ભ્રષ્ટાચારના બેતાજ બાદશાહ કહેવામાં આવ્યા છે તેજ વ્યક્તિ આજે તમામ પ્રકારના સરકારી અને રાજકીય અવરોધોમાંથી પસાર થઈને હવે બાંગ્લાદેશમાં મોકો જોઈ દસ્તક દીધી છે

તે એજ તારીક રહેમાન છે જેમના ઉપર 2004માં દેશના એ વખતના ભાવિ વડાંપ્રધાન શેખ હસીનાની રેલી પર ગ્રેનેડ ફેંકવાનો આરોપ હતો,આ હુમલામાં 24 લોકોના મોત થઈ ગયા હતા પણ શેખ હસીના બચી ગયા હતા આ પછી તારીક લંડન જતા રહ્યા હતા

મહત્વનું છે કે તારીક રહેમાન પર ભ્રષ્ટાચાર, લાંચ અને મની લોન્ડરિંગના ગંભીર આરોપો હતા લંડન જતા પહેલા તેમણે બાંગ્લાદેશની તત્કાલીન રખેવાળ સરકારને લેખિત ગેરંટી અને સોગંદનામું આપ્યું હતું કે તેઓ રાષ્ટ્રીય રાજકારણમાં પાછા નહીં ફરે પરંતુ છેલ્લા 17 વર્ષોમાં ઘણું બધું બદલાઈ ચૂક્યું છે અને હવે મોકો મળતા તેઓ બાંગ્લાદેશ પરત આવ્યા છે અને રાજકારણમાં એન્ટ્રી કરી છે.

અને ત્યાંથી તે રાજકારણમાં સક્રિય રહ્યા હતા હવે મોકો જોઈને તેમણે ચોકો માર્યો છે અને બાંગ્લાદેશની આવનાર ચૂંટણીઓમાં તેમની મુખ્ય ભૂમિકા રહેવાની છે.BNP પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તારીક રહેમાન લંડનથી ઢાકા પહોંચતા બાંગ્લાદેશની વચગાળાની સરકારે લાલ જાજમ બીછાવી છે.રહેમાનને ગ્રેનેડ હુમલામાંથી ક્લિન ચીટ મળતા હવે પછીના તબક્કામાં મની લોંડરિંગ તથા ભ્રષ્ટાચારના કેસોમાંથી પણ ક્લિન ચીટ મળી જશે તેમ મનાઈ રહ્યું છે.

તારીક રહેમાન બાંગ્લાદેશ પરત ફરતા હવે પછીની રાજકીય રણનીતિમાં ફેબ્રુઆરી 2026માં યોજનાર ચૂંટણીમાં BNP અને જમાત એ ઈસ્લામીનું ગઠબંધન થશે અને તેમની જ સરકાર બનશે તેવું નક્કી માનવામાં આવી રહ્યું છે ત્યારે હવે આગળની રણનીતિ ઉપર સૌની નજર છે બીજું કે તારીક ભારતનો કટ્ટર વિરોધી હોવાથી ચીન અને પાકિસ્તાન આ તકનો ફાયદો ઉઠાવશે અને અત્યાર સુધી બાંગ્લાદેશ બોર્ડર આપણા માટે સુરક્ષિત હતી તે નહિ રહે અને તેનો આડકતરો કન્ટ્રોલ ચીન અને પાકિસ્તાનના હાથમાં જતો રહેતા ભારતને સરહદ પારથી ખતરો વધી જશે આમ,એક પછી એક સરહદ ઉપર ગતિવિધિઓ બદલાતા ભારત માટે હવે ત્રણ મોરચે યુદ્ધ લડવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.

આ પણ વાંચો:

Gujarat Police: પોલીસનો હાઇવે ઉપર ઈજ્જતનો ‘કચરો’ કોણે કર્યો? હપ્તાની લાઈન શુ છે?હર્ષ સંઘવી જાતે આ વીડિયો જોઈને નક્કી કરે!!

Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!

Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યામાં મોટો ખુલાસો! આખરે સત્ય સામે આવીજ ગયું! કટ્ટરવાદીઓ ખુલ્લા પડ્યા

Liquor: ગુજરાતના આ ‘CITY’માં હવે ખુલ્લેઆમ દારૂ પી શકાશે! પરમીટની જરૂર નહીં પડે! સરકારે આપી વધુ છૂટછાટ!

Related Posts

NAZA Documentary Controversy: ગાઝા પરની ‘નાઝા’ ડોક્યુમેન્ટરીથી ઇઝરાયલમાં વિવાદ, ફિલ્મકારોની નાગરિકતા રદ કરવાની મંત્રીની ધમકી
  • September 15, 2026

NAZA Documentary Controversy: ગાઝામાં ઇઝરાયલના સૈન્ય અભિયાન પર બનેલી ડોક્યુમેન્ટરી ‘નાઝા’ (NAZA)ને લઈને ઇઝરાયલમાં રાજકીય વિવાદ વકર્યો છે. ઇઝરાયલના સંસ્કૃતિ મંત્રી મિકી જોહરે ફિલ્મના ફિલ્મકાર યુવાલ અબ્રાહમ અને રૅચલ ઝોરની…

Continue reading
Osama Bin Laden India Target: ઓસામા બિન લાદેનના સંભવિત આતંકી હુમલાના નિશાનામાં ભારત પણ હતું, CIAના દસ્તાવેજોથી ખુલાસો
  • September 14, 2026

Osama Bin Laden India Target: અલ-કાયદાના પૂર્વ વડા ઓસામા બિન લાદેનની આતંકી યોજનાઓને લઈને અમેરિકી ગુપ્તચર એજન્સી CIA દ્વારા જાહેર કરવામાં આવેલા દસ્તાવેજોમાં મહત્વની માહિતી સામે આવી છે. દસ્તાવેજો અનુસાર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 4 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 5 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 5 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 8 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 9 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 6 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય