Operation Sindoor: પાકિસ્તાને ભારતને હરાવ્યું હોવાના અમેરિકી રિપોર્ટના દાવાથી ખળભળાટ!

  • World
  • November 20, 2025
  • 0 Comments

Operation Sindoor:ભારતમાં પહેલગામના આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઈક કરી હતી જેને ઓપરેશન સિંદૂર નામ અપાયું હતું જેમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું આ યુદ્ધમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હોવાનો ખુલાસો અમેરિકાના USCCના રિપોર્ટમાં કરવામાં આવતા દુનિયાભરમાં ભારતની ફજેતી થઈ રહી છે.

મે 2025માં પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના ચાર દિવસના યુદ્ધમાં પાકિસ્તાને મોટી લશ્કરી સફળતા મેળવી હોવાનું રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.આ અહેવાલમાં પહલગામ હુમલાને આતંકવાદી હુમલો ગણવાને બદલે “બળવાખોર હુમલો” તરીકે દર્શાવ્યો છે.

800 પાનાંના આ રિપોર્ટને યુએસ-ચાઇના ઇકોનોમિક એન્ડ સિક્યોરિટી રિવ્યૂ કમિશન (USCC)એ જાહેર કર્યો છે.કોંગ્રેસના નેતા જયરામ રમેશની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેઓએ કહ્યું છે કે હવે “શું વડાપ્રધાન અને વિદેશ મંત્રાલય આ રિપોર્ટ સામે પોતાનો વાંધો કે વિરોધ નોંધાવશે ખરા ?
આ રિપોર્ટને કારણે આપણી રાજદ્વારીને વધુ એક મોટો ફટકો લાગ્યો છે.”

યુએસસીસીનું કહેવું છે કે ચીને ભારત-પાકિસ્તાન યુદ્ધનો ઉપયોગ લાઈવ વોરમાં તેનાં આધુનિક શસ્ત્રોનું પરીક્ષણ કરવા અને તેમને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા માટે કર્યો હતો.લડાઈ પછી વિશ્વભરમાં ચીનના દૂતાવાસોએ તેમનાં શસ્ત્રોની પ્રશંસા કરી અને કહ્યું કે પાકિસ્તાને એનો ઉપયોગ ભારતીય લડાકુ વિમાનોને તોડી પાડવા માટે કર્યો હતો.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને ભારતનાં નવાં રાફેલ જેટ સહિત ઓછાંમાં ઓછાં છ ભારતીય લડાકુ વિમાનોને તોડી પાડવાનો દાવો કર્યો છે.આનાથી રાફેલ જેટની છબિ ખરાબ થઈ ગઈ.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હકીકતમાં ત્રણ ભારતીય વિમાનને તોડી પાડવામાં આવ્યાં હતા પરંતુ ચીને પાકિસ્તાનના આ દાવાઓનો ઉપયોગ તેનાં શસ્ત્રોનું વેચાણ કરવા માટે કરી છ રફેલ વિમાન ગણાવ્યા હતા.રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાનને આ યુદ્ધમાં ચીને શસ્ત્રો આપ્યા હતા જે વિશ્વને તેની લશ્કરી શ્રેષ્ઠતા દર્શાવે છે. એમાં જણાવાયું છે કે પાકિસ્તાને ચીનની HQ-9 વાયુ સંરક્ષણ પ્રણાલી, PL-15 મિસાઇલો અને J-10 ફાઇટર જેટનો ઉપયોગ કર્યો હતો.

ભારતનો દાવો છે કે આ સમયગાળા દરમિયાન પાકિસ્તાનને પણ ચીની ગુપ્ત માહિતી મળી હતી. પાકિસ્તાન આ વાતનો ઇનકાર કરે છે અને ચીને પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. અહેવાલો અનુસાર, 2019થી 2023 વચ્ચે પાકિસ્તાનની 82% શસ્ત્રોની આયાત ચીનથી થઈ હતી.
દરમિયાન, USCCના રિપોર્ટથી ભારે ખળભળાટ મચ્યો છે ત્યારે આ રિપોર્ટ બહાર પાડનાર USCC શુ છે?તે જાણો

યુએસસીસી એક દ્વિપક્ષીય કમિશન છે, કે જે રિપબ્લિકન અને ડેમોક્રેટિક બંને પક્ષો દ્વારા ચીન-યુએસ આર્થિક અને સુરક્ષા સંબંધોને સંતુલિત રીતે દેખરેખ રાખવા માટે બનેલું છે ટૂંકમાં
USCC એક અમેરિકન કમિશન છે, જે દર વર્ષે ચીન શું કરી રહ્યું છે અને વિશ્વ પર એની શું અસર પડી રહી છે એનો અહેવાલ બહાર પાડે છે.

આ વખતે રિપોર્ટમાં ચીનની નીતિઓ, તેની આર્થિક ક્ષમતા, લશ્કરી પડકાર, ટેકનોલોજી સ્પર્ધા અને સપ્લાય ચેઇન સહિત ઘણાં મહત્ત્વપૂર્ણ જોખમોની જાણકારી મેળવવામાં આવી હતી
આ રિપોર્ટનો ઉદ્દેશ કોંગ્રેસ અને યુએસ નીતિ નિર્માતાઓને ચીન દ્વારા ઊભા થયેલા પડકારોનો સામનો કેવી રીતે કરવો એ અંગે ભલામણો પૂરી પાડવાનો છે.તેવે સમયે પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભારતની હાર થઈ હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે અને તેમાં ચીને પાકિસ્તાનને શસ્ત્રો પુરા પાડ્યા હોવાનો દાવો કર્યો છે.
આમ,પાકિસ્તાન સામે ભારતની પ્રથમ વખત હાર થઈ હોવાના રિપોર્ટથી દુનિયાભરમાં ભારતની ફજેતી થઈ છે.

મહત્વનું છે કે ભારતીય હુમલાઓ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં ૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ થયેલા આતંકવાદી હુમલાના જવાબરૂપે હતા. એ આતંકવાદી હુમલાની જવાબદારી પાકિસ્તાન-પ્રેરિત ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ નામના આતંકવાદી સંગઠને સ્વીકારી હતી જેમાં ઓછામાં ઓછા ૨૮ નાગરિકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના હિન્દુ પ્રવાસીઓ હતા. ભારત મુજબ પાકિસ્તાને હુમલાખોરોને ટેકો આપ્યો હતો, જોકે પાકિસ્તાને દર વખતની જેમ આરોપોને નકારી કાઢ્યા. આ કાર્યવાહીથી ૨૦૨૫ના ભારત-પાકિસ્તાન સ્ટેન્ડઓફમાં તણાવ વધ્યો, જે વ્યાપક કાશ્મીર સંઘર્ષનો એક ભાગ હતો. ભારતે પોતાની આત્મરક્ષા માટે આતંકવાદીઓના ઠેકાણા નાશ કરવાને જરૂરી ઠેરાવ્યું હતું અને ૨૧ ઠેકાણામાંથી ૯ ઠેકાણાં પાકિસ્તાનની અંદર ઘૂસીને નષ્ટ કર્યા હોવાનો દાવો કર્યો હતો.
બીજી તરફ હમણાં આવેલા રિપોર્ટમાં આ સંઘર્ષમાં પાકિસ્તાન સામે ભારતની હાર થઈ હોવાનો દાવો કરાયો છે.

આ પણ વાંચો: 

Gujarat Politics: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી થશે બિનહરીફ? આ એકમાત્ર દાવેદાર તરીકે ઉતરશે મેદાને

Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ

Pakistan: PoKમાં સત્ય ઉજાગર કરનાર પત્રકારો ઉપર પોલીસનો હુમલો, ઇસ્લામાબાદ પ્રેસ ક્લબમાં ઘૂસીને પોલીસે પત્રકારોને માર્યા!

Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી

Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!
  • March 20, 2026

Tech World: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ હુમલા કરી તબાહી મચાવી છે ત્યારે ઈરાને હવે દુનિયાભરને બાનમાં લઈ તેલ-ગેસનો પુરવઠો ખોરવી નાખી વૈશ્વિક આર્થિક કટોકટી ઉભી કરી દીધી છે ત્યારે…

Continue reading
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!
  • March 20, 2026

Iran War : ઈરાનને બરબાદ કરવા ઈઝરાયેલે તેના ગેસ અને તેલ ભંડારો ઉપર કરેલા હુમલા બાદ હવે ઈરાને કતાર-સાઉદી-ઈઝરાયેલના ઉર્જા કેન્દ્રો ઉપર વળતા હુમલા શરૂ કરી દેતા દુનિયાભરમાં ગેસ અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

  • March 20, 2026
  • 3 views
Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

  • March 20, 2026
  • 6 views
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 7 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 11 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 16 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 6 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ